WhatsApp ગ્રુપ મેમ્બર્સ માટે આવી રહ્યું છે આ ખાસ ફીચર, જુઓ કેવી રીતે કરશે કામ

વોટ્સએપ મ્યૂટ શોર્ટકટ પર વર્તમાન કામ કરે છે, જે ફક્ત એક ક્લિકમાં આ પ્રક્રિયા કરી શકાય છે

વોટ્સએપ અત્યારે ગ્રુપ ચેટ્સ માટે મ્યૂટ શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. જાણવા મળ્યું છે કે તેને WhatsApp ડેસ્કટોપના બીટા વર્જન અપડેટ માટે જોવામાં આવ્યું છે. ફીચરનું નામ જ સૂચવે છે કે, આ ફીચરની રજૂઆત પછી ડેસ્કટોપ યુઝર્સને શોર્ટકટ તરીકે ગ્રુપના માટે માત્ર મ્યૂટ બટન જ ઉપલબ્ધ મળશે.


WhatsApp અત્યારે તેના યુઝર્સના અનુભવને વધારે બહેતર બનાવવા માટે એક નવા જ ફીચર પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે મેસેજિંગ સેવા સત્તાવાર WhatsApp ચેટ્સ લાવવા પર કામ કરી રહી છે જ્યાં વપરાશકર્તાઓને તમામ પ્રકારની નવી ટિપ્સ, નવી જાહેરાતો અને નવા ફીચર્સ પણ મળશે. એપ આવા ફીચર પર કામ કરી રહી છે જે ગ્રુપમાં જોડાનારા લોકો  (Group Members) માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ વિશે વધુ માહિતી આપતા WABetaInfoએ કહ્યું છે કે કંપની ગ્રુપ ચેટ્સ (Group Cheats) માટે મ્યૂટ શોર્ટકટ પર કામ કરી રહી છે. જાણવા મળ્યું છે કે તેને WhatsApp ડેસ્કટોપના બીટા અપડેટ માટે જોવામાં આવ્યું છે. ફીચરનું નામ જ સૂચવે છે કે, આ ફીચરની નવી રજૂઆત થયા પછી ડેસ્કટોપ યુઝર્સને શોર્ટકટ તરીકે ગ્રુપ માટે માત્ર મ્યૂટ બટન જ ઉપયોગમાં મળશે.

નોંધનીય છે કે, WB એ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે દર્શાવે છે કે આ ફીચર હકીકતમાં કેવું દેખાશે અને કેવી રીતે કામ કરશે. ગ્રુપ ચેટ હવે વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. જ્યારથી વોટ્સએપે ગ્રુપ લિમિટ વધારીને 1024 મેમ્બર્સ કરી છે, ત્યારથી તેનો વપરાશ વધારે વધ્યો છે. આવી સ્થિતિમાં, મ્યૂટ કરવા માટે શોર્ટકટ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે એમ છે.


સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે તેમ, આ 'મ્યૂટ શોર્ટકટ' બટન ગ્રુપ ચેટના હેડરમાં હાજર છે. યુઝર્સને હવે ગ્રુપ નોટિફિકેશન બંધ કરવા માટે ત્રણ ડોટ્સ પર ટેપ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.

જો તમને આ અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી આ અપડેટ પ્રાપ્ત ન થયું હોય, તો આ સુવિધા હજી વિકાસમાં છે, અને હજી સુધી સાર્વજનિક રૂપે રિલીઝ કરવામાં આવી નથી. તેથી જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે થોડી રાહ જોવી પડશે.
Previous Post Next Post