ઉત્તર ગુજરાતમાં આવેલું મહુડી એક પ્રખ્યાત યાત્રાધામ છે, આ મંદિરમાં પ્રસાદીરૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરના પરીસરમાથી બહાર લઇ જી શકાતી નથી તેનું કારણ શું છી જાણો.
મિત્રો આજે અમે તમને એક એવા જૈન યાત્રાધામની વાત કરવાના છીએ કે જે ગાંધીનગર જીલ્લામાં આવેલું છે અને અને વિજાપુરથી બિલકુલ ૧૫ મીનીટમાં ત્યાં પહોચી શકાય છે. સાબરકાંઠાના હિમનગરથી માત્ર ૩૦ કિમીના અંતરે આવેલું છે આ ધાર્મિક સ્થળ. મહુડી એક પ્રખ્યાત અને પ્રાચીન જૈન ધર્મનું મંદિર આવેલું છે. અહી આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે.
તેથી અહી સુખડીના પ્રસાદનું ખુબ જ મહત્વ છે. આ સુખડીના પ્રસાદનો એક અનોખો નિયમ છે. ત્યાં આપવામાં આવતી પ્રસાદી તમારે મંદિરના પરિસરમાં જ ખાવી પડે છે. તેને મંદિરના પરિસરમાંથી બહાર લઇ જી શકાતી નથી, જેને બહાર લઇ જવાની કોશિશ કરે છે તેને કઈ ને કઈ તકલીફ ત્યાં થયેલી વાત જાણવા મળી છે. મુક્શ્કેલીની સામનો કરવો પડ્યો છે.
હવે આપને એ પણ જાની લઈએ કે મંદિરમાંથી પ્રસાદી કેમ બહાર અથવા તો ઘરે લઇ જી શકાતી નથી. જૈન ધર્મનું ચુસ્ત પાલન કરનારા એક ત્યાના એક અગ્રણીને પૂછવામાં આવ્યું હતું અને તેમને આવાતને જવાબ આપ્યો હતો કે, આ એક મંદિરની જૂની પરંપરા છે જ્યારે બુદ્ધિસાગરજી મહારાજે આ મંદિરની સ્થાપના કરી ત્યારથી જ મંદિરની બહાર પ્રસાદી લઇ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
એ સમયે મહુડી અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં દુશ્કાર જેવી પરીસ્થિતિ હતી. આ વખતે બુદ્ધિસાગરજી મહારાજે નક્કી કરેલું કે પ્રસાદી ગામની બહાર લઇ જવી નહી. એકવાર કોઈ માણસે પ્રસાદી બહાર લઇ જવાની કોશિશ કરેલી ત્યારે ભગવાને તે માણસને પરચો બતાવ્યો હતો. હવે તો કોઈ માણસ માંન્દ્દેરની બહાર સુખડી લઇ જતો નથી.
મહુડીને પહેલા મધુપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. આ મંદિરની સ્થાપના બુદ્ધિસાગરસુરી દ્વારા કરવામાં આવી હતી ૧૯૧૭ માં આ મંદિર નવું બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બનાવવા માટે વાડીલાલ કાલીદાસ વોરાએ જમીન ભેટ કરી હતી. મંદિરમાં મુખ્ય મૂર્તિ પ્દ્મપ્રભની ૨૨ ઈંચની મૂર્તિ આવેલી છે જેને આરસમાંથી બનાવવામાં આવેલી છે. દર વર્ષે કાળી ચૌદશના દિવસે અહી મંદિરમાં હવાન કરવામાંઆવે છે જેમાં હજારો ભક્તો ભાગ લે છે.
ક્યાંથી આવશો ? તો અમદાવાદ્થી ૬૬ કિલોમીટર દુર આવેલું છે જ્યારે ગાંધીનગરથી ૪૧ કિલોમીટર થાય છે, વિજાપુરથી માત્ર ૧૦ કિલોમીટર દુર છે અને સાબરકાંઠાના હિમનગરથી ૩૦ કિલોમીટર દુર આવેલું છે આ યાત્રાધામ સરકારી બસ તેમજ પ્રાઈવેટ સાધનો દ્વારા અહીં પહોચી શકાય છે. મહુડી મંદિરમાં રહેવા માટેના રૂમોની પણ વ્યવસ્થા છે અને ભોજનાલયની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલી છે. તો જરૂરથી આ સુંદર મજાના અનોખા યાત્રાધામની એકવાર જરૂર મુલાકાત કરો.