હવે પડોશની દુકાન પર પણ Credit Card થી Payment ચૂકવણી કરી શકો છો, જાણો સંપૂર્ણ Process

Rupay Credit Card on UPI
હાલમાં, આ સુવિધાનો લાભ પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંકના રુપે ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ત્રણ બેંકોના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો હાલમાં તેમના કાર્ડને BHIM એપ સાથે લિંક કરી શકે છે.


તાજેતરમાં UPI સુવિધા પર Rupay Credit Card on UPI શરૂ કરવામાં આવ્યું છે. હવે તમે પડોશની કરિયાણાની દુકાન પર UPI QR કોડ સ્કેન કરીને ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરી શકશો. અત્યાર સુધી UPI એપ સાથે બેંક એકાઉન્ટ લિંક કરીને પેમેન્ટ કરવાની સુવિધા હતી.


હાલમાં, આ સુવિધાનો લાભ પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંકના રુપે ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ત્રણ બેંકોના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો તેમના કાર્ડને BHIM એપ સાથે લિંક કરી શકે છે.


નીચે મુજબની પ્રોસેસ અનુસરો

  • સૌથી પહેલા BHIM એપ ખોલો અને લિંક કરેલ બેંક એકાઉન્ટ પર ક્લિક કરો.
  • હવે + પર ક્લિક કરવાથી એકાઉન્ટ ઉમેરો 2 વિકલ્પ દેખાય છે 1.બેંક એકાઉન્ટ અને 2.ક્રેડિટ કાર્ડ. 
  • આ પછી, ક્રેડિટ કાર્ડ પર ક્લિક કર્યા પછી, સંબંધિત કાર્ડ પર ક્લિક કરવા પર, મોબાઇલ નંબર સાથે લિંક કરેલા ક્રેડિટ કાર્ડની વિગતો દેખાશે.
  • હવે ક્રેડિટ કાર્ડના છેલ્લા 6 અંક અને માન્યતા દાખલ કરો. 
  • આ પછી મોબાઈલ પર મળેલો OTP દાખલ કરો. 
  • UPI પિન બનાવો. આ રીતે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.
  • હવે વેપારી UPI QR કોડ સ્કેન કરો અને કાર્ડ પસંદ કરો અને ચુકવણી પૂર્ણ કરવા માટે UPI PIN દાખલ કરો.