Search Suggest

માત્ર રૂ. 5,999માં ખરીદી શકશો Xiomiનો આ શાનદાર Smartphone, તમને મળશે આ દમદાર features

Redmi A1: હવે તમે Xiaomiનો નવો Redmi A1 સ્માર્ટફોન માત્ર રૂ. 5,999માં ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે કંપનીની વેબસાઈટ પર આ ફોનની MRP 8,999 રૂપિયા રાખવામાં આવી છે. તે ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તો 4G સ્માર્ટફોન છે. કંપનીના આ બજેટ ફોનમાં લગભગ તમામ પ્રીમિયમ ફીચર્સ ઉપલબ્ધ છે જે મોંઘા ફોનમાં આવે છે. જાણો આ સ્માર્ટફોન વિશે


Redmi A1 Specifications

Xiaomiના નવા ફોનમાં MediaTek Helio A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 1600×720 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.52-ઇંચની HD+ સ્ક્રીન છે. આ સ્ક્રીન 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે અને તેનું પીક બ્રાઈટનેસ લેવલ 400 nits છે. ફોનની સ્ક્રીન સ્ક્રેચ રેઝિસ્ટન્સ ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.

આ ફોનમાં 2GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રો SD કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. નવો Redmi A1 સ્માર્ટફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

ઉચ્ચ ગુણવત્તાના વીડિયો બનાવવા માટે, ફોનની પાછળની પેનલમાં 8MPનો ડ્યુઅલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં ઉત્તમ સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 5MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 5000mAh બેટરી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં સારી કનેક્ટિવિટી માટે VoWiFi, WiFi 802.11a/b/g/n, Bluetooth 5.0, 3.5mm હેડફોન જેક જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ફોનને ત્રણ કલર ઓપ્શન લાઇટ ગ્રીન, લાઇટ બ્લુ અને બ્લેકમાં ખરીદી શકાય છે.

Redmi A1 ફોનની કિંમત શું છે?

Xiaomiની વેબસાઇટ પર Redmi A1 સ્માર્ટફોનની MRP 8,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપની તેને 6,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે. આ સાથે કંપની આ ફોન પર 500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક પણ આપી રહી છે. આ રીતે તમે આ ફોનને માત્ર રૂ.5,999માં ખરીદી શકો છો.