Search Suggest

NPS: રાજ્ય સરકારના NPS માં સમાન ફાળો વધારવાના ઠરાવ સામે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો સખત વિરોધ...

નવી વર્ધિત પેન્શન યોજના ( NPS ) અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમાન ફાળો વધારવાનો તા.૨૯ / ૧૦ / ૨૦૨૨ નો ઠરાવ રદ કરવામાં આવ્યો છે. જે મુજબ કર્મચારીઓના ૧૦% ફંડ સામે સરકારી પણ ૧૦% ફાળો આપશે અને ૧૪% સામે ૧૪% ફાળો આપશે.. 


ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેનો સખત વિરોધ કર્યો છે. 

મંડળના જણાવ્યા મુજબ, માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નો સકારાત્મક નિરાકરણ સંદર્ભે મંત્રી મંડળના ૦૫ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. માન.નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માન.શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માન.ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, માન.ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન.ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલની સમિતિએ મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજીને સુખદ સમાધાન તા : ૧૬ / ૦૯ / ૨૦૨૨ ના રોજ આવેલ. જેના પરિણામે જુદા - જુદા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. જેની જાહેરાત માન.પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્ય મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ સંઘવી અને શ્રી જગદીશભાઈ પંચાલ ( વિશ્વકર્મા ) ની ઉપસ્થિતિમાં સંદર્ભ- ( ૨ ) માં દર્શાવેલ ન્યૂઝ એન્ડ મીડિયા રિલેશન શાખા, માહિતી નિયામકશ્રી કચેરી, ગાંધીનગરના સત્તાવાર સમાચાર સંખ્યા -૧૧૦૯, તા : ૧૬/૦૯/૨૦૨૨ થી કરવામાં આવેલ હતી.

તે જાહેરાત પૈકી નવી વર્ધિત પેન્શન યોજના ( NPS ) અંતર્ગત રાજ્ય સરકારના ફાળાની કપાત કરવા બાબતમાં નીચે મુજબની સત્તાવાર જાહેરાત સરકારશ્રીએ કરેલ હતી . – 

“સી.પી.એફ.માં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરાશે.” - તેવો મહત્ત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
 
સરકારશ્રીએ ઉપર મુજબનો કર્મચારીહિતલક્ષી નિર્ણય સત્તાવાર રીતે જાહેર કર્યો હોવા છતાંય, સંદર્ભ- ( ૧ ) માં દર્શાવેલ નાણા વિભાગના તા : ૨૯ / ૧૦ / ૨૦૨૨ ના ઠરાવથી નવી વર્ધિત પેન્શન યોજના ( NPS ) હસ્તકના અધિકારી / કર્મચારીઓ ૧૦%, ૧૨ % અને ૧૪% ની કપાત સામે સરકાર સમાન સરકારી ફાળા તરીકે ૧૦%, ૧૨% અને ૧૪% જમા કરાવશે, તેવો ઠરાવ કરેલ છે. 

જે ઠરાવ સરકારની ઉક્ત જાહેરાતની વિરુધ્ધનો છે. સરકારે અધિકારી / કર્મચારીના ૧૦% કપાત સામે, સરકારના હાલના ૧૦% સરકારી ફાળાને બદલે ૧૪% સરકારી ફાળા તરીકે ઉમેરશે, જે જાહેરાત કરી છે, તેનો છેદ ઊડી ગયો છે. અને આ રીતે નાણા વિભાગે સરકારની જાહેરાતથી તદ્દન વિરુધ્ધનો ઠરાવ કરેલ છે, જેનો સંદર્ભ- ( ૩ ) માં દર્શાવેલ મોરચા / મહામંડળના તા : ૩૦/ ૧૦/૨૦૨૨ ના પત્રથી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સખત શબ્દોમાં વિરોધ નોધાવેલ હતો, અને સંદર્ભ- ( ૧ ) દર્શિત નાણા વિભાગનો તા : ૨૯/૧૦/૨૦૨૨ નો ઠરાવ રદ કરવા અને સરકારશ્રી સાથે થયેલા સમાધાન પ્રમાણે સરકારશ્રીએ સંદર્ભ- ( ૨ ) દર્શિત સમાચાર સંખ્યા : ૧૧૦૯, તા : ૧૬/૦૯/૨૦૨૨ પ્રમાણે કરેલી સત્તાવાર જાહેરાત મુજબ નવી વર્ધિત પેન્શન યોજના ( NPS ) હસ્તકના અધિકારી / કર્મચારીના ૧૦% કપાત સામે સરકારી ફાળા તરીકે ૧૪% ફાળો સરકાર જમા કરાવે, તેવો સરકારી ઠરાવ બહાર પાડવા માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

જેનો આજદિન સુધી નાણા વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવેલ નથી. એટલું જ નહિ, જે તે ખાતા / કચેરીઓ દ્વારા અધિકારી / કર્મચારીઓને ૧૨% અને ૧૪% પ્રમાણે કપાત કરાવવા વિકલ્પ ભરાવવા માટે ફરજ પાડવામાં આવી રહી છે, જે બિલકુલ યોગ્ય જણાતી નથી, માટે રાજ્યના સમગ્ર કર્મચારીઓ વતી તેનો મહાંડળ દ્વારા પુન : સખત વિરોધ કરવામાં આવેલ છે. 


👉 PDF Copy

તેથી સંદર્ભ- ( ૧ ) માં દર્શાવેલ નાણા વિભાગનો તા : ૨૯/૧૦/૨૦૨૨ નો ઠરાવ તાત્કાલિત રદ કરવા અને સરકારશ્રીની સત્તાવાર જાહેરાત મુજબ નવી વર્ધિત પેન્શન યોજના ( NPS ) હસ્તકના અધિકારી / કર્મચારીના ૧૦% કપાત સામે સરકારી ફાળા તરીકે ૧૪% ફાળો સરકાર જમા કરાવે તેવો સરકારી ઠરાવ તાત્કાલિત બહાર પાડવા નમ્ર વિનંતી કરેલ છે