તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ HTAT -મુખ્ય શિક્ષક સિવાયના સિનિયર શિક્ષકને સોંપવા બાબત

નિયામક કચેરીનો પરિપત્ર

વિષય : તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓનો ચાર્જ આપવા બાબત. 
સંદર્ભ : શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃ પીઆરઇ / ૧૧૨૦૨૨ / પ્રાશિનિ -૫૨૭ / ક, તા.૦૪ / ૧૦ / ૨૦૨૨

  ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, આપના જિલ્લામાં નિવૃત્તિ / સ્વૈ. નિવૃત્તિ / બદલી કે અન્ય કારણોસર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓનો ચાર્જ તાલુકાના સિનિયર શિક્ષકને સોંપવા ઉક્ત સંદર્ભથી શિક્ષણ વિભાગ દ્વારા મંજુરી મળેલ છે. આથી જે શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) માં સમાવિષ્ટ ન હોય તથા જેઓની સામે કોઈ તપાસ ચાલુ ન હોય એવા સૌથી સિનિયર શિક્ષકોની યાદી બનાવી, તેમની સંમતિ મેળવી જે તે તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યાના ચાર્જના આદેશો આપની કક્ષાએથી કરવાનાં રહેશે અને તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે. 
આ અગાઉ આ કચેરી દ્વારા મુખ્ય શિક્ષક ( HTAT ) ને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ આપવામાં આવેલ છે. તે પૈકી જેમની શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) માં સમાવિષ્ટ થઈ છે અથવા હવે તેઓ અસંમત છે તો તેઓની પાસેથી ચાર્જ પરત લેવાનો રહેશે. પરંતુ તેમની શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) માં ન હોય તો ચાર્જ યથાવત રાખવાનો રહેશે. આ કચેરી દ્વારા રેગ્યુલર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અન્ય તાલુકાના ચાર્જ આપવાનો જે આદેશ કરેલ છે તેમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહી. 
સંદર્ભ પત્ર મુજબની મંજુરી વહીવટી સરળતાના ભાગરૂપ છે. સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) ની શાળાના મુખ્ય શિક્ષકો ( HTAT ) ને અન્ય કામગીરી સોંપી શકાય તેમ ન હોવાથી આ પ્રકારની વ્યવસ્થા વહીવટી સરળતા હેતુ કરવામાં આવે છે. આમ કરવાથી ઉક્ત ચાર્જ લેનાર શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ફીડર કેડરમાં ગણવાની મંજુરી આપવામાં આવતી નથી. તેથી તેઓ ભવિષ્યમાં હક - દાવો કરી શકશે નહી.



શિક્ષણ વિભાગનો પરિપત્ર

ગુજરાત સરકાર 
શિક્ષણ વિભાગ 
બ્લોક નં. ૫, આઠમો માળ, સચિવાલય, શ્રીમાન, 
ગાંધીનગર -૩૮૨૦૧૦, 
Email ID : sok51313@gmall.com 

પત્ર કમાંક : પીઆરઇ / ૧૧૨૦૨૨ / પ્રાશિનિ - પર ૭ / ૧ 
તારીખઃ ૦૪/૧૦/૨૦૨૨ 

પ્રતિ. નિયામકશ્રી, 
પ્રાથમિક શિક્ષણની કચેરી, 
ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં.૧૨, 
ગાંધીનગર- ૩૮૨૦૧૦ 

વિષય : તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ HTAT -મુખ્ય શિક્ષક સિવાયના સિનિયર શિક્ષકને સોંપવા બાબત 

  ઉપર્યુક્ત વિષય પરત્વેના આપની કચેરીના તારીખ ૦૫ / ૦૮ / ૨૦૨૨ ના પત્ર ક્રમાંકઃ પ્રાશિનિ / મકમ / ક .૧ / ચાર્જ / ૭૭૮૯૬ / ૨૦૨૨ / ૨૭૯૮ થી કરેલી દરખાસ્ત અન્વયે જણાવવાનું કે, સરકારશ્રીની સુચના મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા કેળવણી નિરીક્ષક ન હોય એ તાલુકાઓમાં મુખ્ય શિક્ષક ( HTAT ) સિવાયના જે તાલુકાના સૌથી સિનિયર શિક્ષક હોય, અને જેમની શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) માં નથી, તેવા સ્વૈચ્છિક ચાર્જ લેવા તૈયાર શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ આપવા અંગે સરકારશ્રી કક્ષાએથી આથી મંજૂરી આપવામાં આવે છે. 

  ઉપર મુજબની મંજૂરી વહીવટી સરળતાના ભાગરૂપ છે. સ્કૂલ ઓફ એક્સલન્સ ( SOE ) ની શાળાના મુખ્ય શિક્ષકો ( HTAT ) ને અન્ય કામગીરી સોંપી શકાય તેમ ન હોવાથી આ પ્રકારની વ્યવસ્થા વહિવટી સરળતા હેતુ કરવામાં આવે છે. આમ કરવાથી ઉક્ત ચાર્જ લેનાર શિક્ષકોને ટી.પી.ઈ.ઓ. ની ફીડર કેડરમાં ગણવાની મંજુરી આપવામાં આવતી નથી. તેથી તેઓ ભવિષ્યમાં કોઈ હક - દાવો કરી શક્શે નહીં.

Previous Post Next Post