અગત્યની લિંક
Excellence (SOE) અંતર્ગત ટેલી કોન્ફરન્સની YOUTUBE માં જોવા માટે અહી ક્લિક કરો
કર્મચારીઓને આપવાનો ખુલાસા નો નમૂનો pdf માં
માસ CL પર રહેલ કર્મચારીઓએ આપવાનો નોટિસનો ખુલાસો
પ્રતિ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીતા.............વિષય:- કારણ દર્શક નોટીસના ખુલાસો ગ્રાહ્ય રાખવા બાબત.
સંદર્ભ: આપ સાહેબના પત્ર ક્રમાંક .............તા.......... અન્વયે.
જય ભારત સાથ ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય અનેક પડતર પ્રશ્નો માટે લડત ચલાવી રહયા છે ત્યારે રાજ્યના સંગઠનો દ્વારા તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નું એલાન આપેલ હતું પણ તા.૧૬.૦૯.૨૨ ના રોજ સરકારશ્રીના મંત્રીશ્રીઓ સાથેની બેઠકમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મુખ્ય માંગણી જૂની પેન્શન પુન:લાગુ કરવા મુદ્દે કોઈ સમાધાન ન થતા અમારી નારાજગી અને અમારી લાગણી સરકાર સુધી પહોંચાડવા અમે તમામ જિલ્લાઓની સાથે રહી તા.૧૭.૦૯.૨૨ ના રોજ માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુ રાખેલ હતો.એ અન્વયે અને માસ સી.એલ.પર રહ્યા હતા,નામદાર ન્યાયાલયે પણ ચુકાદો આપેલ છે કે પોતાની અસહમતી,નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે,એ અન્વયે અમે સૌની સાથે, સંગઠનની સાથે રહી અમારો હક માંગવા માસ સી.એલ.પર રહ્યા હતા,તો આ બાબતે અમારો ખુલાસો ગ્રાહ્ય રાખશો એવી નમ્ર વિનંતી.!
આપનો વિશ્વાસુ
.શ્રી.......................................................પ્રાથમિક શાળાતાલુકો:- ............