Join Us !

ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળતા વ્યક્તિનો આ રીતે ફૂટ્યો ભાંડો… ત્યારે લોકોએ માન્યું આ કોઈ ચમત્કાર નથી પણ…

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે પોતાની કલાના કારણે લોકોમાં પ્રખ્યાત થાય છે. આ કલાકારી દેખાડવા માટે કેટલાક લોકો ખાસ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે પોતાની આવી કલાકારીનો ઉપયોગ કરીને પોતાનો ધંધો વધારે લેતા હોય છે.


આવી જ એક ટેકનિક છે ગરમ તેલમાં હાથ નાખીને વસ્તુ કાઢવાની. આ ટેકનીકનો ઉપયોગ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે જેમકે દિલ્હીમાં, અમદાવાદ, સુરત, ઇન્દોર ઘણી હોટલમાં લોકો આ પ્રકારની ટેક્નિક કરતા નજરે પડે છે. ગરમ તેલમાં હાથ નાખીને વસ્તુ કાઢતા લોકોને જોઈને ગ્રાહકો પણ આકર્ષાઈ જાય છે અને વેપારીનો ધંધો વધે છે.

જ્યારે કોઈ વ્યક્તિને ગરમ તેલમાં હાથ નાખે ત્યારે એવું લાગે કે તે વ્યક્તિ મા દિવ્ય શક્તિ છે અથવા તો તે જો કોઈ જાદુ કરી રહ્યો છે. ઘણા લોકો આવી ગેરસમજ ધરાવે છે. પરંતુ આવું કરવા પાછળ વિજ્ઞાન જોડાયેલું છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં લોકો ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા જેવી વસ્તુઓ બહાર કાઢતા હોય છે. આ કોઈ જાદુ નથી પણ એક ટેકનીક છે.

આ ટેકનિકનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા હાથને ઠંડા પાણીમાં ડુબાડી દેવામાં આવે છે. થોડીવાર હાથને ઠંડા પાણીમાં રાખતા હાથસૂલ થઈ જાય છે અને પછી તેને ગરમ તેલમાં નાખવામાં આવે છે. જ્યારે ઠંડો હાથ ગરમ તેલમાં જાય છે તો હાથની આજુબાજુ વરાળ બને છે

અને હાથને ગરમ તેલ સ્પર્શ કરતું નથી. તેથી જે વ્યક્તિએ તેલમાં હાથ નાખ્યો હોય છે તેને કોઈપણ જાતનું નુકસાન થતું નથી અને તેનો હાથ બહાર આવી ગયો હોય છે. આ ટેકનિક ને અપનાવીને વેપારીઓ ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા ફટાફટ બહાર કાઢતા હોય છે.

જોકે આ સત્ય સામે આવ્યું પછી ઘણા લોકો એવો પણ મત વ્યક્ત કરી રહ્યા છે કે ધંધો વધારવા માટે આ પ્રકારની ટેકનીક નો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ કોઈએ આ પ્રકારની વસ્તુઓ જોઈને ટેકનીકને બરાબર જાણ્યા વિના પણ આ પ્રયોગ ન કરવો જોઈએ તેનાથી નુકસાન થઈ શકે છે.

આ પણ જુઓ...