ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો
ઓનલાઈન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવનો સંપૂર્ણ અભ્યાસ કરી ને જ અરજી કરવાની રહેશે
- અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે .
- જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી .
- સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે .
- ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે .
- આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી .
- તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી .
- ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Candidate Registration
- ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે .
- રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે .
- હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો .
- જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે .
- લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે .
- સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે .
- ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત - વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે .
- જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે .
- શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
- તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
- ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે .
- ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે
- ગામનું નામ લખવાનું રહેશે .
- ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા )
- ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે .
- પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે .
- સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
- અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે .
- ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે .
- ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે .
- ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે .
- દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે .
- Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો .
- ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
- ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે .
- ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો .
- જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો .
- અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .
બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
વિધવા / વિધુર
- વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- પતિ પત્નીનો મરણનો દાખલો
- રેશનકાર્ડ
- પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું
- અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
દિવ્યાંગ
- દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર
- અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
પ્રાથમિક શિક્ષક દંપતિ
- લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
- પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
- અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
સરકારી નોકરી કરતાં દંપતિ
- લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
- પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
- પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર
- અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ
- લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
- પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
- પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર
- અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
વાલ્મિકી
- વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
- અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
સિનિયોરિટી
- મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
- જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ
- અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )
અગત્યની લિંક અને વેબસાઈટ
✓ ઑનલાઇન અરજી કરવાની વેબસાઈટ :
Teacher Transfer Portal Important Notice
Notice Board
Helpline
In case of any issue please contact on below number between 10:30 am to 6:00 pm only(Working day only).
- Administrative Support: +91-079-232-53972/73/74/75,7016624206
- Software Technical Support: +91-9099971769
Important Links
- ✓ DPEO/AO Login
- ✓ Teacher Transfer Application
- અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાનો Video