Search Suggest

ગુજરાત - કર્મચારીઓ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે બાંયો ચડાવી, CM સામે કરી આવી માંગણી.

ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓએ ક્યા કયા આર્થિક લાભો આપવા માટે રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે ? અને CM રૂપાણી સામે કઇ કઇ રજૂઆતો મૂકી છે ?

જરાત રાજ્ય સરકારના કર્મચારીઓએ વર્તમાન અમલી CPF પેન્શન સ્કિમમાં ફેરફાર કરવા અને જૂની પેંશન યોજના GPF ને જ લાગુ કરવા માટે રાજ્ય સરકાર સામે મોટી રજૂઆતો કરી છે. અત્યારે કર્મચારીઓ આ પેન્શન સ્કિમમાં શું ફેરફાર ઇચ્છે છે?, તેમની શું છે મુશ્કેલીઓ? તે જોઈએ

ઘણા સમયથી ગુજરાત રાજ્ય સરકરાના કર્મચારીઓ CPF ની પેન્શન સ્કિમમાં ફેરફાર કરવા માટે વારંવાર રાજ્ય સરકાર સામે વિવિધ રજૂઆતોને માંગણીઓ કરી રહ્યાં છે.  જેમાં, ગુજરાતમાં અત્યારે NPS હેઠળના જે સરકારી કર્મચારી છે તેમને ફેમિલિ પેન્શન સહિતના કોઈ જ લાભ મળતા નથી. તે ઉપરાંત કર્મચારીનું જો નોકરી દરમિયાન અકાળે મૃત્યુ થાય તો ત્યારે આવા કેસમાં પણ ખૂબ ઓછી રકમ તેના પરિવારને મળે છે. જેનાથી પરિવારે પોતાનો નિર્વાહ કરવો ખૂબ મુશ્કેલી બને છે. ત્યારે આવા અન્યાય સામે કર્મચારીઓ જૂની પેંશન યોજના GPF ને ફરી શરૂ કરવા માટે માંગણી કરી રહ્યા છે.

કર્મચારીઓની શું છે માંગણી ?

નેહાનલ પેંશન સ્કીમ (NPS) હેઠળના વર્તમાન સરકારી કર્મચારીને જો નોકરી દરમિયાન આકસ્મિક મૃત્યુ થાય તો માત્ર 1300 રૂપિયા જેટલી જ માસિક નહિવત રકમ પેન્શન માટે મળવાપાત્ર થાય. જે સાવ સામાન્ય છે. તો આ રકમમાં વધારો થાય તેના માટે માંગણી કર્મચારીઓએ કરી છે. આવા નાના ફેમિલિ પેન્શનની સામાન્ય રકમથી પરિવારનો નિર્વાહ કરવો ખીબ જ મુશ્કેલ બની જતો હોવાથી રકમ વધારા માટે અનુરોધ કરવામાં આવી રહ્યા છે.

જોકે, નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન  યુનાઈટેડ ફ્રન્ટ  NOPRUF દ્વારા ભારતીય નાણામંત્રી નિર્મળા સિતારમણને વિવિધ  રજૂઆત કર્યા પછી ભારત સરકારે NPS માં માત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે માસિક ફાળાની રકમને 10 ટકાથી વધારીને 14 ટકા સુધી કરી છે.

ત્યારે વિવિધ કેડરોએ NOPRUF ના નેજા હેઠળ ગત મંગળવારે ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજય  રૂપાણી અને ગુજરાત નાણામંત્રી નીતિન પટેલ સામે આવી ભારત સરકારની નવી  પેન્શન યોજનામાં વખતો વખતના થયેલા સુધારા મુજબ  હોવી ગુજરાત રાજ્યમાં પણ NPS કર્મચારીઓ ના અવસાન પછી કુટુંબ પેન્શનની  જોગવાઈ કેન્દ્રની જેમ જ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

કર્મચારીઓની આવી માગણી તેમના પરિવારના હીત માટે જોતા ખૂબ વ્યાજબી કહી શકાય. પોતાના હકને મેળવવા માટે પણ કર્મચારીઓ વિવિધ સંગઠન સાથે જોડાઈ પોતાની માગણી સંતોષાય તેના માટે છેવટ સુધી કાર્યરત રહેશે. તેવી માગણી સાથે રજુઆત થઈ રહી છે.  👉 ABP અસ્મિતા ન્યુઝ