-->

Ads 720 x 90

ગુજરાત સરકારની 'વ્હાલી દીકરી યોજના' અંતર્ગત દીકરીઓને 1 લાખ 10 હજાર સહાય મળશે

વ્હાલી દીકરી યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય: (Vahali Dikri Yojana 2021 Purpose)
રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના જન્મનું પ્રમાણ વધે અને સાથે શિક્ષણમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ધટે તેવા ઉદ્દેશ્યથી આ યોજના અમલમાં મુકાઈ છે.

કેટલી સહાય મળશે? :
ગુજરાત સરકારની 'વ્હાલી દીકરી યોજના' (Vhali Dikari Yojana) અંતર્ગત દીકરીઓને 5 વર્ષે 4000, 14 વર્ષે 6000 અને 18 વર્ષે 1,00,000 એક લાખ રૂપિયા સહાય મળશે

વહાલી દીકરી યોજના માટેની લાયકાત : 
  1. આ યોજનાનો લાભ મેળવવા માટે તારીખ. 2/8/2019 પછી જે જન્મેલી દીકરીઓ જ લાભ લઈ શકે છે. દીકરીના જન્મ પછીના એક વર્ષની અંદર નિયત નમૂનાના ફોર્મમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ક્યારેક અપવાદ રૂપ કિસ્સાઓ સિવાય પતિપત્નીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળી શકશે.
  2. યોજના માટે વાર્ષિક આવક 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જરૂરી છે.
અરજી ફોર્મ ક્યાંથી મેળવવું ? :
આ યોજના માટેના અરજી ફોર્મ ગામની આંગણવાડી કેન્દ્ર, ગામ પંચાય, CDPEO કચેરી ખાતેથી મફતમાં મેળશે. આ અરજી ફોર્મ ભરી આંગણવાડી કેન્દ્રો, cdpeo કચેરીઓ તથા જનસેવા કેન્દ્રમાં જમા કરી આપવાની રહેશે.

લાભ ક્યારે મળશે? :
યોજના હેઠળ દીકરીને વિવિધ તબક્કે આર્થિક સહાય મળે છે..જેમાં
● જ્યારે દીકરી ધોરણ-1માં પ્રવેશ મેળવે ત્યારે રૂા.4000 રોકડ સહાય
● ધોરણ-9માં પ્રવેશ વખતે રૂા.6000 સહાય
● જ્યારે 18 વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટેની સહાય તરીકે કુલ રૂા.100,000 આર્થિક સહાય મળશે. 

નિયમો/ યોજનાનો લાભ ક્યારે ના મળે? : 
દીકરીના બાળલગ્ન થયેલ હોવા જોઈએ નહીં. લગ્ન ધારા મુજબ દીકરીઓ માટે લગ્નની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ નક્કી કરેલ છે. તેના પહેલા કરેલા લગ્ન બાળલગ્ન ગણવામાં આવે છે. જે માન્ય નથી.

જરૂરી આધાર-પુરાવા :
  1. અરજી સાથે દીકરીના જન્મનું પ્રમાણપત્ર નગરપાલિકા કે અન્ય માન્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલ
  2. આધારકાર્ડની નકલ
  3. અરજદારના રેશનકાર્ડની નકલ
  4. માતા-પિતાના આધાર કાર્ડ તથા જન્મના પ્રમાણપત્રો
  5. આવકનું પ્રમાણપત્ર 
  6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલાઓ
  7. નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગદનામું જોડવાનું રહેશે.
નોંધ : આ યોજના વિશેની વધુ વિગતો અને નવીન ફેરફારોની માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી (જિલ્લા કક્ષાએ) ખાતે સપર્ક સાધવાનો રહેશે.

vali dikri yojana Information available here:
vali dikri yojana, vali dikri nu form, vali dikri yojana form, vahali dikri yojana, vahali dikri yojana form, vahali dikri yojana helpline number, vhali dikri yojna form pdf, vahali dikri yojana helpline number, gujarat vahali dikri scheme

Related Posts

Post a comment

Subscribe Our Newsletter
close