શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 જાહેર : પરીક્ષા તારીખો, વેકેશન, જાહેર રજાઓ અને કાર્યદિવસોની સંપૂર્ણ માહિતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં ધોરણ 9 થી 12 માટેની પરીક્ષાઓની તારીખો, પ્રથમ અને દ્વિતીય સત્ર, દિવાળી અને ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ તેમજ કાર્યદિવસોની વિગત આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે આ કેલેન્ડર ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે સમગ્ર શૈક્ષણિક વર્ષની આયોજનબદ્ધ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય છે.
📌 GSEB Official Website : https://www.gseb.org
📌 Gujarat Education Department : https://gujarat-education.gov.in
શૈક્ષણિક વર્ષ 2026-27ની પરીક્ષા તારીખો
| પરીક્ષા | ધોરણ | તારીખ |
|---|---|---|
| પૂરક પરીક્ષા (સંભવિત) | ધો.10 અને 12 | 11-06-2026 થી 22-06-2026 |
| પ્રથમ પરીક્ષા | ધો.9 થી 12 | 22-10-2026 થી 02-11-2026 |
| પ્રિલિમ / દ્વિતીય પરીક્ષા | ધો.9 થી 12 | 18-01-2027 થી 28-01-2027 |
| પ્રખરતા શોધ કસોટી | ધો.9 | 30-01-2027 |
| બોર્ડ વિષયોની શાળા કક્ષાની પરીક્ષા | ધો.10 અને 12 | 01-02-2027 થી 03-02-2027 |
| પ્રાયોગિક પરીક્ષા | ધો.12 વિજ્ઞાન પ્રવાહ | 05-02-2027 થી 13-02-2027 |
| SSC / HSC બોર્ડ પરીક્ષા | ધો.10 અને 12 | 25-02-2027 થી 17-03-2027 |
| વાર્ષિક પરીક્ષા | ધો.9 અને 11 | 05-04-2027 થી 20-04-2027 |
પરીક્ષાઓ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ
- શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 9 થી 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
- પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.
- ધોરણ 10 અને 12 ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
- ધોરણ 9 અને 11 ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.
- દ્વિતીય પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર અભ્યાસક્રમનો 30% અને ઓક્ટોબરથી ડિસેમ્બર અભ્યાસક્રમનો 70% ભાગ રહેશે.
- બોર્ડ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
શૈક્ષણિક સત્ર અને વેકેશન
| વિગત | સમયગાળો | દિવસ |
|---|---|---|
| પ્રથમ સત્ર | 08-06-2026 થી 04-11-2026 | 120 કાર્યદિવસ |
| દિવાળી વેકેશન | 05-11-2026 થી 25-11-2026 | 21 દિવસ |
| દ્વિતીય સત્ર | 26-11-2026 થી 02-05-2027 | 124 કાર્યદિવસ |
| ઉનાળુ વેકેશન | 03-05-2027 થી 06-06-2027 | 35 દિવસ |
શૈક્ષણિક વર્ષ 2027-28 ક્યારે શરૂ થશે?
નવું શૈક્ષણિક વર્ષ 07-06-2027 થી શરૂ થશે.
રજાઓનું વિવરણ
| રજાનો પ્રકાર | દિવસ |
|---|---|
| દિવાળી વેકેશન | 21 |
| ઉનાળુ વેકેશન | 35 |
| જાહેર રજાઓ | 20 |
| સ્થાનિક રજાઓ | 4 |
| કુલ રજાઓ | 80 |
માસવાર કાર્યદિવસો (પ્રથમ સત્ર)
| માસ | કાર્યદિવસ |
|---|---|
| જૂન 2026 | 19 |
| જુલાઈ 2026 | 27 |
| ઓગસ્ટ 2026 | 23 |
| સપ્ટેમ્બર 2026 | 24 |
| ઓક્ટોબર 2026 | 24 |
| નવેમ્બર 2026 | 3 |
| કુલ | 120 |
માસવાર કાર્યદિવસો (દ્વિતીય સત્ર)
| માસ | કાર્યદિવસ |
|---|---|
| નવેમ્બર 2026 | 4 |
| ડિસેમ્બર 2026 | 26 |
| જાન્યુઆરી 2027 | 24 |
| ફેબ્રુઆરી 2027 | 24 |
| માર્ચ 2027 | 23 |
| એપ્રિલ 2027 | 22 |
| મે 2027 | 1 |
| કુલ | 124 |
જાહેર રજાઓ 2026-27
| તારીખ | વાર | તહેવાર |
|---|---|---|
| 26-06-2026 | શુક્રવાર | મોહરમ |
| 15-08-2026 | શનિવાર | સ્વાતંત્ર્યદિન / પતેતી |
| 26-08-2026 | બુધવાર | ઈદ-એ-મિલાદ |
| 28-08-2026 | શુક્રવાર | રક્ષાબંધન |
| 04-09-2026 | શુક્રવાર | જન્માષ્ટમી |
| 15-09-2026 | મંગળવાર | સંવત્સરી |
| 02-10-2026 | શુક્રવાર | મહાત્મા ગાંધી જયંતી |
| 20-10-2026 | મંગળવાર | દશેરા |
| 31-10-2026 | શનિવાર | સરદાર પટેલ જયંતી |
| 25-12-2026 | શુક્રવાર | નાતાલ |
| 14-01-2027 | ગુરુવાર | મકરસંક્રાંતિ |
| 26-01-2027 | મંગળવાર | પ્રજાસત્તાક દિન |
| 06-03-2027 | શનિવાર | મહાશિવરાત્રી |
| 10-03-2027 | બુધવાર | રમજાન ઈદ |
| 22-03-2027 | સોમવાર | ધૂળેટી |
| 26-03-2027 | શુક્રવાર | ગુડ ફ્રાઈડે |
| 08-04-2027 | ગુરુવાર | ચેટીચાંદ |
| 14-04-2027 | બુધવાર | આંબેડકર જયંતી |
| 15-04-2027 | ગુરુવાર | રામનવમી |
| 19-04-2027 | સોમવાર | મહાવીર જયંતી |
શૈક્ષણિક વર્ષ 2026-27ના મુખ્ય મુદ્દાઓ
- કુલ કાર્યદિવસ : 244
- સ્થાનિક રજાઓ બાદ કાર્યદિવસ : 240
- પ્રથમ સત્ર : 120 કાર્યદિવસ
- દ્વિતીય સત્ર : 124 કાર્યદિવસ
- જાહેર રજાઓ : 20
- દિવાળી વેકેશન : 21 દિવસ
- ઉનાળુ વેકેશન : 35 દિવસ
અગત્યની લિંક્સ 🖇️
| વિષય | Link 🖇️ |
|---|---|
| શૈક્ષણિક કેલેન્ડર PDF | ડાઉનલોડ કરો |
| ઑફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| WhatsApp ચેનલ | અહીં ક્લિક કરો |
| Telegram Channel | અહીં ક્લિક કરો |
| Facebook Page | અહીં ક્લિક કરો |
FAQ
Q1. SSC અને HSC બોર્ડ પરીક્ષા 2027 ક્યારે શરૂ થશે?
SSC અને HSC બોર્ડ પરીક્ષાઓ 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થઈને 17 માર્ચ 2027 સુધી ચાલશે.
Q2. દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે?
દિવાળી વેકેશન 05 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી કુલ 21 દિવસનું રહેશે.
Q3. ઉનાળુ વેકેશન ક્યારે રહેશે?
03 મે 2027 થી 06 જૂન 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે.
Q4. શૈક્ષણિક વર્ષ 2027-28 ક્યારે શરૂ થશે?
નવું શૈક્ષણિક વર્ષ 07 જૂન 2027 થી શરૂ થશે.
Q5. કુલ જાહેર રજાઓ કેટલી છે?
શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન કુલ 20 જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે.
નોટ : સરકારશ્રી દ્વારા જાહેર રજાઓ અથવા પરીક્ષાની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ સુધારો માન્ય રહેશે.
મુખ્ય મુદ્દાઓ
- શૈક્ષણિક વર્ષ 2025-26 માં કુલ 240 કાર્યદિવસ રહેશે.
- સ્થાનિક રજાઓ 9, જાહેર રજાઓ 15 દિવસની રહેશે.
- દિવાળી અને ઉનાળુ વેકેશન મળીને કુલ 56 દિવસ રહેશે.
- Education Loan for International Students વિશે વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ મુલાકાત લો.
- Scholarships for Study Abroad માટે અત્યારે ઉપલબ્ધ વિકલ્પો તપાસો.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ કેલેન્ડર અભ્યાસક્રમની તૈયારી, પરીક્ષા આયોજન, તેમજ Distance Learning Programs અને Online Courses માટેના પ્લાનિંગમાં મદદરૂપ છે. વધુ માહિતી માટે અધિકૃત પોર્ટલ પર મુલાકાત લો.
