વિષય : IIT- ગાંધીનગર દ્વારા ગણિત - વિજ્ઞાન કીટ અંગેની યુ - ટ્યુબ લાઇવથી તાલીમ બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં IIT- ગાંધીનગર નિર્મિત ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે ૩૨૪૦ શાળાઓમાં ગણિત - વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે . આપના જિલ્લાના પ્રતિનિધિ દ્વારા અત્રેની કચેરી ખાતેથી કીટ મેળવી આપના જિલ્લા દ્વારા સદર કીટ શાળા સુધી પહોંચાડવામાં આવેલ છે .
ઉપરોક્ત બાબતે પ્રતિ કલસ્ટર દીઠ ૧ શાળામાં અત્રેથી સૂચવેલ યાદી મુજબની શાળામાં આપના દ્વારા કીટ આપવામાં આવેલ છે . જે ધ્યાને લઇ સદર કલસ્ટર દીઠ ૧ શાળામાં જ્યાં IT- ગાંધીનગરની ગણિત - વિજ્ઞાન શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે તે શાળાના ગણિત - વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકને IIT , Gandhinagar દ્વારા YOUTUBE LIVE ના માધ્યમથી તાલીમ આપવામાં આવનાર છે . જે અંગે સામેલ યાદી મુજબની શાળાઓના ગણિત - વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકને તા -૨૩.૦૨.૨૦૨૩ ( ગુરૂવાર ) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સદર YOUTUBE LIVE તાલીમમાં બિનચૂક જોડાવા અંગે આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે .
નોંધ- આ સાથે સામેલ યાદી મુજબની શાળા ( કીટ મળેલ છે તે ) ના ગણિત - વિજ્ઞાન અધ્યયન કરાવતા શિક્ષકે જોડાવાનું રહેશે .
તાલીમમાં જોડાવા માટે નીચે આપેલ QR કોડ અથવા લીંકનો ઉપયોગ કરવાનો રહેશે .