Join Us !

સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનો - વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત

Circular Regarding Purchase of Musical Instruments - Instruments in Government Primary Schools


સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનો - વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત. 

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન - ( FLN ) માટે National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy - NIPUN BHARAT મિશનનો પ્રારંભ કરવામાં આવેલ છે. 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ : 2026-27 સુધીમાં ધોરણ -3 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું છે. 

Nipun Bharat Mission ( FLN ) અંતર્ગત બાળકો નિયત કરેલ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તે માટે વર્ગમાં શીખવા શીખવવા માટેની સહાયક સામગ્રી આપવા સંદર્ભે શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે વિવિધ આયામોનું નિર્માણ કરવાનું કાર્ય વધુ સતેજ થાય તે માટે વિવિધ કલાઓ પૈકીની એક - સંગીત કલાને ઉત્તેજન મળી રહે તે હેતુસર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને સંગીતના સાધનો / વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ આપવા બાબતે નિર્ણય થયેલ છે.

મંજૂરી. સંદર્ભ ( 1 ) ની મંજૂરી અન્વયે અત્રેની કચેરીના સંદર્ભ ( 2 ) ના કચેરી આદેશથી સંગીતના સાધનો / વાજિંત્રોની ખરીદી માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને નીચે જણાવેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. આ ગ્રાન્ટ જિલ્લાઓ દ્વારા મળેલ વિગતોને ધ્યાને લઇ ફાળવવામાં આવેલ છે. વિદ્યાર્થી સંખ્યા મુજબ નિયત થયેલ મળવાપાત્ર ફાળવેલ ગ્રાન્ટની વિગતો તેમજ સાધનો / વાજિંત્રોની યાદી , સ્પેસીફીકેશન, ભાવ અને ગ્રાન્ટની વિગત નીચે મુજબ છે.

શાળાઓને સંગીતના સાધનોની ખરીદી માટેનો પરિપત્ર (RDRATHOD.IN)


માર્ગદર્શક સૂચનાઓ

  • 1. ઉક્ત ગ્રાન્ટની રકમ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે.
  • 2. સંગીત વિષયના તજજ્ઞશ્રીઓની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ શાળામાં ધોરણ : 1 થી 8 ની કુલ વિદ્યાર્થી સંખ્યા મુજબ શાળાએ ખરીદવાના થતા સંગીતના સાધનો / વાજિંત્રોની યાદી અને મિનીમમ સ્પેસીફીકેશન, સૂચવેલ મહત્તમ ભાવ, સાધનો / વાજિંત્રોની સંખ્યા અને ભાવ મુજબ કુલ ફાળવેલ ગ્રાન્ટની વિગત ઉપર પત્રકમાં જણાવ્યા મુજબ છે. શાળાએ ઉપર જણાવ્યા પ્રમાણે લાગુ પડતા સંગીતના સાધનો / વાજિંત્રોની યાદી, તેના સ્પેસીફીકેશન અને મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી કરવાની રહેશે. સંગીતના સાધનો / વાજિંત્રોની ખરીદી સ્કુલ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવાની રહેશે.
  • 3. સંગીતના સાધનો / વાજિંત્રો શાળાની શૈક્ષણિક તેમજ સહાભ્યાસિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં વધુમાં વધુ તેમજ કાળજીપૂર્વક ઉપયોગ થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. સાધનો / વાજિંત્રોની યોગ્ય જાળવણી કરવાની રહેશે તેમજ મૂળ તો આ સાધનો / વાજિંત્રો વિદ્યાર્થીઓના ઉપયોગ માટે છે જેથી સરળતાથી તેઓને ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • 4. સાધન / વાજિંત્રના સ્પેસીફીકેશન મિનીમમ છે એટલે કે આ સ્પેસીફીકેશન કરતાં વધુ ગુણવત્તાવાળા સ્પેસીફીકેશનના સાધન / વાજિંત્ર માર્ગદર્શિકામાં જણાવેલ મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી કરી શકાશે.
  • 5. ખરીદી કરેલ સાધનો / વાજિંત્રોની શાળાના ડેડસ્ટોક રજીસ્ટરમાં બિનચૂક નોંધણી કરવાની રહેશે.
  • 6. સી.આર.સી. કૉ - ઓર્ડીનેટરશ્રીએ તમામ શાળાઓમાં ખરીદવામાં આવેલ સાધનો / વાજિંત્રોની સ્પેસીફીકેશન મુજબ ચકાસણી કરવાની રહેશે. આ ઉપરાંત અસલ બીલમાં દર્શાવેલ સાધનો / વાજિંત્રોની ભૌતિક ચકાસણી અને ડેડસ્ટોક રજીસ્ટર સાથે જાતે મેળવણું કરવાનું રહેશે. આ કામગીરી તટસ્થ રીતે કરવાની રહેશે.
  • 7. તાલુકા કક્ષાએ તાલુકાની 10 % શાળાઓમા ( દરેક ક્લસ્ટરની ઓછામાં ઓછી 1 શાળા ) સાધનો / વાજિંત્રોની સ્પેસીફીકેશન મુજબ ચકાસણી સંબંધિત બી.આર.સી. કૉ - ઓર્ડીનેટરશ્રીએ કરવાની રહેશે. આ ઉપરાંત અસલ બીલમાં દર્શાવેલ સાધનો / વાજિંત્રોની ભૌતિક ચકાસણી અને ડેડસ્ટોક રજીસ્ટર સાથે ફરજીયાત મેળવણું કરવાનું રહેશે.
  • 8. જિલ્લા કક્ષાએ આ સંગીતના સાધનો / વાજિંત્રોની ચકાસણી માટે એક કમિટીની રચના કરવાની રહેશે. આ કમિટીએ જિલ્લાની 5 % શાળાઓમાં ( દરેક બ્લોકની ઓછામાં ઓછી 2 શાળામાં ) સ્પેસીફીકેશન મુજબ ચકાસણી કરવાની રહેશે. આ ઉપરાંત અસલ બીલમાં દર્શાવેલ સાધનો / વાજિંત્રોની ભૌતિક ચકાસણી અને ડેડસ્ટોક રજીસ્ટર સાથે ફરજીયાત મેળવણું કરવાનું રહેશે.
  • 9. ઉપર જણાવેલ ક્રમ નં : 6 થી 8 મુજબ ચકાસણી થયેલ શાળાઓની યાદી અને વિગતો જે તે કક્ષાએ હાથવગી રાખવાની રહેશે.

ઉક્ત ગ્રાન્ટની સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કૉ - ઓર્ડીનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ સંબંધિત શાસનાધિકારીશ્રીઓને ફાળવણી કરવામાં આવેલ છે. આ ગ્રાન્ટ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે અને આ માર્ગદર્શિકા સાથેનો પરિપત્ર પણ સંબંધિત તમામ શાળાઓને મોકલી આપવાનો રહેશે. ગ્રાન્ટ ફાળવણીના આદેશ અને પત્રમાં જણાવ્યા અનુસાર સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ખર્ચ કરવાનો રહેશે અને યુ.ટી.સી. અત્રેની કચેરીને મોકલી આપવાનું રહેશે.


આ પણ જુઓ...