આધાર કાર્ડ અપડેટ: બાળકોનુ આધારકાર્ડ કઇ રીતે અપડેટ કરશો, જુઓ આસાન સ્ટેપમા માહિતી
આધાર કાર્ડ અપડેટ: ભારતમા આધાર કાર્ડ એ સૌથી અગત્યનુ ડોકયુમેન્ટ છે. અન્ય તમામ ડોકયુમેન્ટ કરતા આધાર કાર્ડનુ મહત્વ વધુ રહેલુ છે. આધાર કાર્ડ નાના બાળકથી માંંડી વૃધ્ધ માણસ સુધી દરેક પાસે હોય છે. નાના બાળકોનુ આધાર કાર્ડ કઢાવતી વખતે તેના ફીંગર લેવામા આવતા નથી, પરંતુ તેને ૫ થી ૧૫ વર્ષ સુધી સમયાંતરે અપડેટ કરાવવાનુ હોય છે. બાળકોનુ આધાર કાર્ડ કઇ રીતે અપડેટ કરવુ તેની માહિતી જોઇએ.
Adhar Card Update | આધાર કાર્ડ અપડેટ
જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ એટલે કે ચાઈલ્ડ આધાર કાર્ડ કઢાવેલુ હોય, તો તેને નિયત સમયે અપડેત કરાવવુ જરૂરી છે. આ માટે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ખરેખર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં જ બાળકોના આધાર કાર્ડને લઈને એક ગાઇડલાઇન બહાર પાડી છે, જેને બાલ આધાર કહેવામાં આવે છે. UIDAI ઓથોરિટી દ્વારા બહાર પાડવામા આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, પાંચથી પંદર વર્ષની વયના બાળકોના આધાર ડેટામાં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે. તાજેતરમાં UIDAIએ Tweet કરીને માહિતી આપી હતી કે 5-15 વર્ષની વયના બાળકોની બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે અને આમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. એટલે કે તેનો કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ. બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા પછી બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર થશે નહીં. તેથી, ઓથોરિટીએ વાલીઓને ફોર્મ ભરવા અને બાળકોના બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરવા માટે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની સૂચના આપી છે.
ચાઇલ્ડ આધાર કાર્ડ અપડેટ સ્ટેપ
સ્ટેપ-1
✓ સૌ પ્રથમ તમારે UIDAI ની ઓફીસીયલ વેબસાઇટ uidai.gov.in ઓપન કરવાની રહેશે.
✓ ત્યારબાદ આધાર કાર્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો. તેમા બાળકનું નામ, વાલીનો ફોન નંબર અને બાળક અને તેના માતાપિતાને લગતી અન્ય જરૂરી બાયોમેટ્રિક માહિતી જેવી ફરજિયાત માહિતી ભરવાની રહેશે. સરનામા પછી, રાજ્ય અને અન્ય વિગતો ભરવાની રહેશે. બધી વિગતો બરાબર ચેક કરીને પછી સબમિટ કરો. આગળ એપોઇન્ટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ-2
✓ તમારે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મ તારીખ અને સંદર્ભ નંબર જેવા ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
✓ ત્યારબાદ આધાર એક્ઝિક્યુટિવ આગળની પ્રક્રિયા હાથ ધરશે અને અરજી પ્રક્રિયાને ટ્રૅક કરવા માટે તમને એક સ્વીકૃતિ નંબર આપવામા આવશે. આધાર કાર્ડ 60 દિવસની અંદર યુઝર્સના નોંધાયેલા સરનામા પર પોસ્ટ કરવામાં આવશે.
સ્ટેપ-3
✓ બાળકના આધાર કાર્ડમાં બાળકનું બાયોમેટ્રિક અપડેટ કરવા uidai.gov વેબસાઇટની મુલાકાત લો. અને તમારા બાળકોના આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે નજીકના આધાર કેંદ્ર ની એપોઇન્ટમેન્ટ બુક કરો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને લાભો મેળવવા માટે આ કાર્ડ જરૂરી છે. ઉપરાંત, જન્મથી જ બાળકો માટે ડિજિટલ ફોટો ઓળખ પુરાવા તરીકે ફરજિયાત છે. એટલે જો આધારકાર્ડ અપડેટ નથી તો જલ્દીથી કરાવી લેવુ જોઇએ.