Search Suggest

SSLV D2: SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ, અંતરિક્ષમાં ISROની છલાંગ; જાણો SSLV રોકેટ ની ખાસિયતો

SSLV D2: SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ: નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે બનાવેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. અંતરિક્ષમાં ફરી ISRO એ લગાવી લાંબી છલાંગ લગાવી છે અને ISRO ની યશકલગીમા વધુ એક પીછુ ઉમેરાયુ છે. સૌથી નાના SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ કરવામા આવ્યુ છે.


SSLV D2


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે સવારે 9.18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D2) લોન્ચ કર્યું છે. નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે લોન્ચ કરેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ SSLVની બીજી આવૃત્તિ છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવેલ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લગભગ 15 મિનિટની ઉડાન ભરી આ રોકેટ ત્રણ ઉપગ્રહોને અવકાશમાં છોડશે. જેમાં ISROના EOS-07, યુએસ સ્થિત ફર્મ એન્ટારિસના જાનુસ-1 અને ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપનો AzaadiSAT-2 સેટેલાઇટ ને અવકાશમા લોંચ કરશે. ઈસરોના જણાવ્યા અનુસાર આના દ્વારા પૃથ્વીની નીચેની કક્ષામાં 500 કિલોગ્રામનો ઉપગ્રહ છોડવામાં આવશે.


SSLV-D2 રોકેટ ની ખાસિયતો


  • SSLV રોકેટની કુલ લંબાઈ 34 મીટર છે. તે 120 ટનના લેફ્ટ ઓફ માસ સાથે બે મીટર વ્યાસનું પૈડાવાળું વ્હીલ ધરાવે છે
  • આ રોકેટ ત્રણ નક્કર પ્રોપલ્શન અને એક વેગ ટર્મિનલ મોડ્યુલ સાથે ગોઠવેલું જોવા મળે છે
  • બુધવારે ISRO દ્વારા કરવામાં આવેલા Tweet માં જણાવવામાં આવ્યું હતું કે તેનું લોન્ચિંગ 10 ફેબ્રુઆરીએ 9.18 મિનિટે થશે
  • રોકેટમાં યુએસ સ્થિત ફર્મ એન્ટારિસના EOS-07, Janus-1 અને AzaadiSAT-2 સેટેલાઈટ હતા
  • આ રોકેટ પૃથ્વીથી 450 કિલોમીટરના અંતરે પૃથ્વીની નીચેની કક્ષામાં ઉપગ્રહોને લોંચ કરશે.

અગત્યની લીંક


SSLV-D2 લોન્ચિંગ વિડિયો : અહીં ક્લિક કરો