Seventh Pay Commission Arrears | સરકારી કર્મચારીઓને જબરદસ્ત મોટો ઝટકો, નહીં મળે મોંઘવારી ભથ્થાનું એરિયર, મોદી સરકારે ચોખ્ખી ના પાડી
સરકારી કર્મચારીઓને જબરદસ્ત મોટો ઝટકો, નહીં મળે મોંઘવારી ભથ્થાનું એરિયર, મોદી સરકારે ચોખ્ખી ના પાડી
7th pay commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ હાલ આતુરતાપૂર્વક મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે. બુધવારે થનારી બેઠકમાં DA ને મંજૂરી મળી શકે છે પરંતુ તે પહેલા જ કર્મચારીઓને એક મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાના એરિયરની ચૂકવણીની ના પાડી દીધી છે.
7th pay commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ હાલ આતુરતાપૂર્વક મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે. બુધવારે થનારી બેઠકમાં DA ને મંજૂરી મળી શકે છે પરંતુ તે પહેલા જ કર્મચારીઓને એક મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાના એરિયરની ચૂકવણીની ના પાડી દીધી છે. લેટેસ્ટ અપડેટ મુજબ સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાનું મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવામાં નહીં આવે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકારે આ જાણકારી આપી છે. સરકારે એમ પણ જણાવ્યું કે કર્મચારીઓના રોકાયેલા મોંઘવારી ભથ્થાથી તેમને 34,402.32 કરોડ રૂપિયાની બચત થઈ હતી જેનો ઉપયોગ મહામારી સમયે કરવામાં આવ્યો.
સરકારી કર્મચારીઓને ઝટકો
અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકવામાં આવ્યા હતા. વર્ષ 2021માં જૂન મહિનાથી તે બહાલ કરાયું હતું. તે દરમિયાન જાન્યુઆરી 2020, જૂન 2020 અને જાન્યુઆરી 2021 માટે મોંઘવારી ભથ્થામાં 17 ટકાનો વધારો કરવામાં આવ્યો પરંતુ આ સમયગાળામાં રોકાયેલા પૈસા પાછા અપાયા નહીં. 18 મહિનાના આ DA Arrear અંગે સતત માંગણી થઈ રહી છે. પરંતુ મોદી સરકારે હવે સ્પષ્ટ કરી દીધુ છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા અપાશે નહીં.ડીએ એરિયર આપવાનો કોઈ પ્રસ્તાવ નથી
સરકારે લોકસભામાં સ્પષ્ટ કરતા કહ્યું કે હાલના સમયમાં ખોટ FRBM Act ની જોગવાઈઓની સરખામણીમાં બમણી છે આથી આ ડીએ એરિયર આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેનાથી કરોડો કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી મુજબ મહામારી દરમિયાન સરકારે આફતને પહોંચી વળવા માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી. આ માટે ફંડની જરૂર હતી. ડીએ ચૂકવણી રોકીને જે રકમ બચાવવામાં આવી તેને આર્થિક ગતિવિધિઓમાં લગાવવામાં આવી. આવામાં કેન્દ્રીય કર્મચારીઓના બાકી મોંઘવારી ભથ્થાને આપવું યોગ્ય સમજવામાં આવ્યું નહીં.મોંઘવારી ભથ્થા પર થઈ શકે છે જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓ માટે બુધવારે થનારી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારાની મંજૂરી મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ જશે. વધેલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2023થી લાગૂ થશે.