ધોરણ -૬ ની કોમન પ્રવેશ પરીક્ષા - ૨૦૨૩-૨૪ ના આવેદનપત્રો ભરવા બાબત જાહેરનામું
વર્ષ ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક સત્રથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ...
- જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSRS )
- જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ ( GSTRS )
- જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ ( GSDS )અને
- રક્ષાશક્તિ સ્કુલ્સ ( RSS )
- મોડેલ સ્કૂલ
શરૂ થનાર છે, આપ જાણો છો તેમ મોડલ સ્કુલ્સમાં પણ ઘણા સમયથી પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે . આમ કુલ ૦૫ ( પાંચ ) પ્રકારની યોજનાઓની શાળામાં ધોરણ -૬ માં પ્રવેશ માટે અત્રેની કચેરીના સંદર્ભના જાહેરનામાંથી એક કોમન પ્રવેશ પરીક્ષા યોજવા માટે જાહેરનામું બહાર પાડેલ છે .
- આ પરીક્ષા નિ:શુલ્ક છે .
- ઉક્ત શાળાઓ ધોરણ -૦૬ થી ૧૨ સુધીની હોય છે .
- આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે .
- વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું , રેસીડેન્સિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય , રમત - ગમત , કલા અને કૌશલ્ય તાલીમ , શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધત્તિઓ અને ઉચ્ચ અદ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે .
- પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે .
- અત્રેની કચેરીના સંદર્ભના જાહેરનામાં દર્શાવેલ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ સદરહું પરીક્ષાના ફોર્મ વધુમાં વધુ ભરી શકે તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , મદદનીશ શાસનાધિકારીશ્રી BRC કો.ઓડિનેટરશ્રી , CRC કો.ઓર્ડિનેટરશ્રી , આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓને આપની કક્ષાએથી સુચના આપવા વિનંતી છે .
- તેમજ શાળાના આચાર્યશ્રીઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદરૂપ થાય તથા BRC કો.ઓડિનેટરશ્રીઓ અને CRC કો.ઓર્ડિનેટરશ્રીઓએ પણ શાળાઓમાં વધુને વધુ આવેદનપત્રો ભરાય તે માટે માર્ગદર્શિત કરે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે .