જનરલ (GR) રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત લેટર, તારીખ 07/01/2023

 જનરલ (GR) રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત લેટર, તારીખ 07/01/2023
| પરિપત્ર

ક્ર્માંક: જિશિઅ/સ-૩/૨૦૨૨-૨૩ ૫૭૬ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ(શહેરી વિસ્તાર), બ્લોક : એ, પ્રથમમાળ, બહુમાળી ભવન, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૫૨, તારીખ : ૦૭)૦૧।૨૦૨}

પ્રતિ,

આચાર્યશ્રી,

સરકારી, બિન સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત, પ્રાથમિક અમદાવાદ શહેરી વિસ્તાર, અમદાવાદ,

વિષયઃ- પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના જનરલ રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આ કચેરી હસ્તક આવેલ સરકારી, બિન સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓના જનરલ રજીસ્ટરમાં કરવામાં આવેલ વિદ્યાર્થીઓની નોંધમાં ફેરફાર સુધારો કરવાની મંજૂરી મેળવવાની દરખાસ્તોમાં ખુબ જ ક્ષતિઓ અને અધુરાશ જોવા મળે છે. અને તે કારણે સમયસર મંજૂરી આપવામાં મુશ્કેલી ઊભી થાય છે અને બિન જરૂરી વિલંબ થાય છે તેમજ કચેરીની કામગીરી બેવડાવાથી સમયનો વ્યય થાય છે આમ ન બને તે માટે નીચે મુજબની કાર્ય પદ્ધતી અનુસરવા અમદાવાદ શહેરી વિસ્તારની તમામ શાળાઓને અનુરોધ કરવામાં આવે છે. જેથી કચેરીમાં કામની એક સૂત્રતા જળવાય અને કામનો સમયસર નિકાલ થઈ શકે.

શાળાઓમાં દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયે આચાર્યશ્રીએ જી.આર.ની દરેક નોંધની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે અને જો કોઈ કિસ્સામાં ક્ષતિ જણાય તો હવેથી દર માસમાં કેમ્પ કરી નામ/અટક/પેટા જાતિ/પિતાનું નામ જન્મ તારીખ/ જન્મ સ્થળમાં સુધારો કરવામાં આવશે. દર માસની ૧ થી ૬ તારીખ (પ્રથમ સપ્તાહ) સુધીમાં વિદ્યાર્થીઓના વાલી પાસેથી નિયત નમુનામા ધોરણવાઈઝ અરજીઓ એકસાથે મેળવી શાળાના જાણકાર અને જવાબદાર કર્મચારી દ્વારા જ દરખાસ્ત રજૂ કરવાની રહેશે બાકીના દિવસોમાં દરસ્ત સ્વીકારવામાં આવશે નહીં આવેલ દરખાસ્તોના સુધારા આદેશ માસના અંતની તારીખ ૨૫ થી ૩૦ સુધીમાં મેળવી લેવાના રહેશે ઉક્ત સમય સિવાયના સમય દરમિયાન સદર કામગીરી કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

શાળાના જનરલ રજીસ્ટરમાં સુધારો કરવા અ કચેરીનો હુકમ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે હેતુથી આ મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે.જેના માટે દરેક સુધારાની દરખાસ્ત સાથે (૧) શાળાનો વિગતવાર ભલામણ પત્ર (જેમાં જી આર નંબર, વિદ્યાર્થીનું નામ, ધોરણ અને શું સુધારો કરવાનો થાય છે તેની પૂરી વિગત સાથે) (ર) શાળામાં અભ્યાસ હાલમાં ચાલુ છે તે મતલબનું પ્રમાણપત્ર, (૩) નિયત નમુનાનું અરજી ફોર્મ, (૪) સુધારા મુજબનું ચેક લિસ્ટ, (૫) અસલ સોગંદનામું, (૬) વિદ્યાર્થીના જન્મના દાખલાન્ત પ્રમાણિત નકલ, (૭) શાળાના જી આરની પ્રમાણિત નકલ તેમજ દરખાસ્ત ચેક લિસ્ટ મુજબ રજૂ કરવાની રહેશે તેમજ નીચે મુજબની અલગ અલગ બાબતના સુધારા માટે આ સાથે જણાવેલ આધારો રજૂ કરવાના રહેશે.

::

 ૧. વિદ્યાથીના નામ માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ-

 વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

 સાચા નામ વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ. વાલીના પાન કાર્ડ અથવા ચુટણી કાર્ડની પ્રમાણિત નકલ અથવા વાલીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ.

 વિદ્યાર્થીનું પુરૂ નામ બદલવાનું થતું હોઇ તો રાજયપત્રમાં પ્રસિદ્ધિ(ગેઝેટ)ની પ્રમાણિત નકલ.

 ૨. અટક માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ–

 વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ. સાચી અટક વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ. વાલીના પાન કાર્ડ અથવા ચુટણી કાર્ડની પ્રમાષ્ઠિત નકલ

 વાલીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

 રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ.

 સંપૂર્ણ અટક બદલવાની થતી હોઇ તો રાજયપત્રમાં પ્રસિદ્ધિ(ગેઝેટ)ની પ્રમાણિત નકલ.

 ૩. પિતાના નામ માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ–

 વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

 પિતાના પાન કાર્ડ અથવા ચુંટણી કાર્ડની પ્રમાણિત નકલ

 પિતાના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

 પિતાના સાચા નામ વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ.

 રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ.

 પિતાનું નામ સંપૂર્ણ બદલવાનું થતું હોઇ તો રાજયપત્રમાં પ્રસિદ્ધિ(ગેઝેટ)ની પ્રમાણિત નકલ. ૩ (એ). પુનઃ લગ્નના કિસ્સામાં પિતાનું નામ અને અટક બદલવા માટે ઉકત પુરાવા સાથે.

 અગાઉના લગ્નના છૂટાછેડાના કરારની પ્રમાણિત નકલ.

 નવા લગ્ન નોંધણીના પ્રમાણ પત્રની પ્રમાણિત નકલ,

 નવા પિતાના દત્તક ગ્રહણખત દત્તક વિધાન)ની પ્રમાણિત નકલ.

 ૩ (બી). દત્તક લીધેલ બાળકના કિસ્સામાં પિતાનું નામ અને અટક બદલવા માટે ઉકત પુરાવા સાથે. દત્તક લીધેલ બાળકના કિસ્સામાં દત્તક ગ્રહણખત(દત્તક વિધાન)ની પ્રમાણિત નકલ.

 ૪. પેટા-જ્ઞાતિ માં સુધારા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ–

 પિતાના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

 રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ. વિદ્યાર્થીના પિતાના સમાજ કલ્યાણ અધિકારીના પ્રમણપત્રની પ્રમાણિત નકલ. તથા વિદ્યાર્થીના પિતાના એલ.સી.ની પ્રમાણિત નકલ. અથવા

 Continue.. 3

: 3:

 અથવા

 વિદ્યાર્થીના દાદા ભાઇ બેન ના સમાજ કલ્યાણ અધિકારીના પ્રમણપત્રની પ્રમાણિત નકલ. વિદ્યાર્થીના દાદા ભાઇ બેન ના એલ.સી.ની પ્રમાણિત નકલ.

 ૫. જન્મ તારીખ માં સુધારા માટે નીચેના આધારો ૨જૂ ક૨વાના રહેશેઃ

 વિદ્યાર્થીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ. સાચા જન્મ તારીખ વાળા અન્ય કોઇ પુરાવાની પ્રમાણિત નકલ. રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ. વાલીના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

 ૬. શાળા છોડયાના પ્રમાણપત્ર પર કાઉન્ટર સહી કરવા માટે નીચેના આધારો રજૂ કરવાના રહેશેઃ- કયાં કારણો સર એલ.સી. કાઉન્ટર સહી કરવાની થાય છે તેનો વિગતવાર શાળાનો ભલામણ પત્ર.

 જેમ કે, વિધાથીનો જી.આર. નંબર અને યુ.આઇ.ડી. નંબર, ધોરણ, વિદ્યાર્થીનું પુરે પુરૂ નામ, અને કર્યાં કારણો સર શાળા છોડવામાં આવેલ છે અને કયાં પ્રવેશલ લેવાનો છે. જેવી તમામ વિગતો શાળાના પત્રમાં દર્શાવવી. અસલ શાળા છોડયાનું પ્રમાણપત્ર(એલ.સી.).

 એલ.સી. ના પાછળના ભાગ પર એલ.સી. માં દર્શાવેલ તમામ વિગતો શાળાના રેકર્ડ મુજબ સાચી અને ખરી છે. તે મતલબનું પ્રમાણપત્ર આચાર્યશ્રીએ આપવાનું રહેશે.

 એલ.સી.ની આગળ અને પાછળની પ્રમાણિત નકલ.

 શાળા જી.આર. ની પ્રમાણિત નકલ.

 શાળા જી.આર.માં સુધારો કરેલ હોઇ તો તે અંગેના મંજુરી હુકમની પ્રમાણિત નકલ.

 શાળાએ જનરલ સ્ઝસ્ટરમાં ફેરફાર કરવાના આ કચેરીના મેળવેલ લેખિત મંજૂરી હુકમના નંબર અને તારીખ સાથેની નોંધ શાળાએ જનરલ રજીસ્ટરમાં કરી આચાર્યશ્રીએ સહી કરવાની રહેશે અને જરૂર જણાય ત્યાં આ મંજૂરી હુકમની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.

 જિલ્લા શિક્ષણાધિકારી

 અમદાવાદ શહેરી વિસ્તાર

 અમદાવાદ


 નકલ રવાના જાણ તથા શાળાઓને જાણકારી આપવા સારુ.

 શિક્ષણ નિરીક્ષકશ્રી, સદર કચેરી , તમામ,

 - મદદનિશ શિક્ષણ નિરીક્ષકશ્રી, સદર કચેરી . તમામ.
જનરલ (GR) રજીસ્ટરમાં સુધારો કરવાની મંજૂરી મેળવવા બાબત લેટર, તારીખ 07/01/2023

Previous Post Next Post