2 વર્ષે નિયમિત પગારધોરણમાં સમાવવા અંગે શિક્ષણ વિભાગનો પત્ર, તારીખ 15/06/2023

2 વર્ષે નિયમિત પગારધોરણમાં સમાવવા અંગે શિક્ષણ વિભાગનો પત્ર, તારીખ 15/06/2023

/

 ગુજરાત સરકાર

 શિક્ષણ વિભાગ બ્લોકનં.૫, આઠમો માળ, સચિવાલય, ગાંધીનગર -૩૮૨૦૧૦ Emall,; sok51343@gmall.com

 સમયમર્યાદા

 પત્રક્રમાંક: પીઆરઈ/૧૧૨૦૧૩/૮૬૬૭૨૮/ક

 તારીખ ૧૫/૦૬/૨૦૨૩

 પ્રતિ,

 નિયામકશ્રી,

 RDRATHOD.IN

 પ્રાથમિક શિક્ષણની કચેરી,

 ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧૨,

 ગાંધીનગર- ૩૮૨૦૧૦

 વિષય : વિધાસહાયકોને પ્રાથમિક શિક્ષકના નિયમિત પગારધોરણમાં સમાવવા બાબત. સંદર્ભ:- આપની કચેરીનો તા.૧૯-૦૯-૨૦૨૨નો પત્ર ક્રઃપ્રાશિનિ/ક-નીતિ/૨૦૨૨

 ૮૮૧૧૭ .

 શ્રીમાન,

 ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે વર્ષ ૨૦૧૧ પહેલાં સીધી ભરતીથી નિમણૂંક પામેલ વિદ્યાસહાયકોને આ વિભાગના તા.૧૧-૦૬-૧૯૯૮ તથા તા.૧૫-૦૪-૨૦૧૦ ના ઠરાવની જોગવાઇ અન્વયે બે વર્ષ બાદ નિવૃત્તિથી ખાલી પડેલ જગ્યાઓ પર પુરા પગારમાં સમાવવા બાબતે આપના ઉકત પત્રથી દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે બાબતે આ વિભાગ દ્વારા નાણા વિભાગનો પરામર્શ કરવામાં આવેલ છે. તથા નાણા વિભાગ દ્વારા આપવામાં આવેલ અનુમતિ અન્વયે નીચે મુજબની કાર્યવાહી સત્વરે હાથ ધરવા વિનંતિ છે.

 (૧) શિક્ષણ વિભાગના તા.૧૧-૦૬-૧૯૯૮ના ઠરાવ :પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-૧૦૨૭(૯૮)-ક તથા તા.૧૫-૦૪-૨૦૧૦ના ઠરાવ ક્ર:પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક થી નિયત થયેલ નીતિ- નિયમો અંતર્ગત સીધી ભરતીથી નિમણૂક પામેલ તમામ વિધાસહાયકોના કિસ્સામાં સેવાકીય વિગતોની ચકાસણી કરી, સદર ઠરાવોની જોગવાઇ પરિપૂર્ણ થતી હોય તો તાત્કાલિક નિયમોનુસારની કાર્યવાહી દિન-૧૫માં તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે, જેથી નવા કોર્ટકેસો ઉપસ્થિત થવાની પરિસ્થિતિ નિવારી શકાય.

(2) શિક્ષણ વિભાગના તા.૧૧-૦૬-૧૯૯૮ના ઠરાવ ઃપીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-૧૦૨૭(૯૮)-ક તથા તા.૧૫-૦૪-૨૦૧૦ના ઠરાવ પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક થી નિયત થયેલ નીતિ- નિયમો અંતર્ગત સીધી ભરતીથી નિમણૂક પામેલ વિધાસહાયકોના કિસ્સામાં સદર ઠરાવોની જોગવાઇ પરિપૂર્ણ થતી હોવા છતાં સદર ઠરાવોની જોગવાઇ મુજબ નિયમિત પગારધોરણમાં ન સમાવવાના કારણે અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલ કોર્ટ કેસો જે હાલમાં નામ.હાઇકોર્ટ ખાતે પડતર હોય તેવા કિસ્સામાં સદર પીટીશનો પરત લેવાની શરતે અરજદારોના કિસ્સામાં નિયમોનુસાર સેવાકીય વિગતોની ચકાસણી કરી સત્વરે યોગ્ય તે નિર્ણય લેવાનો રહેશે. જેથી કોર્ટ કેસોનું બિનજરૂરી નાણાકીય ભારણ ઘટાડી શકાય.

(૩) શિક્ષણ વિભાગના તા.૧૧-૦૬-૧૯૯૮ના ઠરાવ ક્ર:પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-૧૦૨૭(૯૮)-ક તથા તા.૧૫-૦૪-૨૦૧૦ના ઠરાવ :પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક થી નિયત થયેલ નીતિ- નિયમો અંતર્ગત સીધી ભરતીથી નિમણૂક પામેલ વિધાસહાયકોના કિસ્સામાં સદર ઠરાવોની જોગવાઇ પરિપૂર્ણ થતી હોવા છતાં સદર ઠરાવોની જોગવાઇ મુજબ નિયમિત પગારધોરણમાં ન સમાવવાના કારણે અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલ કોર્ટ કેસો પરત્વે હાલના તબકકે નામ.હાઇકોર્ટ દ્વારા વિભાગના ઉકત ઠરાવોની જોગવાઇઓ સાથે સુસંગત હોય તેવા ચુકાદાઓ આપી દેવામાં આવેલ છે તેવા કિસ્સાઓમાં શિક્ષણ વિભાગ સમક્ષ વિગતવાર દરખાસ્ત કરવાની રહેશે. જેથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના પ્રશ્નો નિવારી શકાય.

(૪) સદર બાબતે જે કોર્ટ કેસો પરત્વે હાલના તબકકે નામ.હાઇકોર્ટે દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ વિભાગના ઉકત ઠરાવોની જોગવાઇઓ સાથે સુસંગત જણાતા ન હોય તેવા કિસ્સાઓમાં ચુકાદાઓનો સ્વીકાર કરવા/પડકારવા બાબતમાં સ્વયંસ્પષ્ટ આધારસહના અભિપ્રાય સાથે દરખાસ્ત વિભાગમાં મોકલી આપવાની રહેશે.

(4) નામ.હાઇકોર્ટના ચુકાદાનો સ્વીકાર કરવાથી જે તે વિધાસહાયકના કિસ્સામાં તેમની બે વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયા બાદ જિલ્લા/ મહાનગરપાલિકા /નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિના મહેકમમાં જે તે વર્ષે શિક્ષકોની નિવૃત્તિની સામે ખાલી પડતી જગ્યાઓ ઉપર પ્રાથમિક શિક્ષકોના નિયમિત પગારધોરણ હેઠળ સમાવવાના હોય સદર જોગવાઇ મુજબ જે તે વર્ષ દરમિયાન નિવૃત્તિ સામે ખાલી પડતી જગ્યા ઉપર સદર વિધા સહાયકને તબકકાવાર પ્રવરતા યાદી મુજબ નિયમિત પગારધોરણમાં સમાવતા સમયે તેનાથી સીનીયર વિધાસહાયકની પહેલાં સદર લાભ ન અપાય તે અંગેની કાળજી રાખવાની રહેશે.

ઉકત વિગતે આપની કક્ષાએથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવા તથા આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવા વિનંતિ છે.

 RDRATHOD.IN

 શિક્ષણ વિભાગના તા.૧૫/૦૬/૨૦૨૩ના પત્રમાં આપવામાં આવેલ સૂચના મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. નોંધ પર નિયામકશ્રીના આદેશાનુસા૨,

 પ્રતિ,

 જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-તમામ

 શાસનાધિકારીશ્રી-તમામ

 આપની વિશ્વાસુ

 (જયશ્રી દેવાંગન) ૧૫/૯/ts

 * સંયુકત સચિવ

 શિક્ષણ વિભાગ

 ક્રમાંક:પ્રાશિન/ક-નીતિ/2023/૪૪૧૨-૪૪૬૪ પ્રાર્થમક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.12/1, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુ.રા.ગાંધીનગર. તા.૨૧/૦૬/૨૦૨૩

 (ડૉ.એસ.પી.ચૌધરી)

 સંયુક્ત શિક્ષણ નિયામક

 ગુ.રા. ગાંધીનગર

2 વર્ષે નિયમિત પગારધોરણમાં સમાવવા અંગે શિક્ષણ વિભાગનો પત્ર, તારીખ 15/06/2023
Previous Post Next Post