ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન) ફ્રેમવર્ક | હવે ગુણોત્સવ મૂલ્યાંકન હાઇસ્કૂલના આચાર્ય કરશે

SIN BHARAT પાયાની સાક્ષરતા અને એક જ્ઞાન

 પ્રતિ,

 જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તમામ

 ક્રમાંક : જીસીઇઆરટી/G5QAc/202fk5q - 620 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિખ,

 ઇ-મેઇલ: gcert12@gmail.com

 વિદ્યાભવન, સેક્ટર - 12, ગાંધીનગર ફોન : (079) 23256808 - 39 વેબસાઈટ: www.gcert.gujarat.gov.in તારીખ: 09/05/2013

 10 DAY 2023

 વિષય : ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન) ફ્રેમવર્કની તાલીમ બાબત સંદર્ભ : તા. 09/05/2023ની નોંધ પર માન. નિયામકશ્રીની મંજૂરી

 ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે સવિનય જણાવવાનું આગામી શૈક્ષણિક વર્ષ 2023 - 24 ની શરૂઆતથી રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)નો નવો રાઉન્ડ શરૂ થનાર છે.

 આ કામગીરીના હેતુથી કમિશનર, શાળાઓની કચેરી પાસેથી અત્રેની કચેરીને રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો અને શિક્ષણ નિરીક્ષક (AEIs)ની યાદી પ્રાપ્ત થઇ છે. જેમના માટે અત્રેની કચેરી દ્વારા આ સાથે સામેલ આયોજન મુજબ ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન) ફ્રેમવર્ક અને સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયાની સમજ માટે એક દિવસીય તાલીમોનું આયોજન આગામી તા. 15, 16, 23, 24 અને 25 મે 2023

 ના રોજ GCERT, સેકટર 12, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. સદર આયોજન અનુસાર આપના જિલ્લાની સરકારી શાળાના આચાર્યો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક (AEIs)ને નિયત દિવસે અને સમયે તાલીમમાં ઉપસ્થિત રહેવા આપની કક્ષાએથી જરૂરી આદેશો થવા વિનંતી છે.


 બિડાણ: તાલીમ કાર્યક્રમનું આયોજન

 નકલ સવિનય રવાના જાણ સારું:

 1. માન. સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), સચિવાલય, ગાંધીનગર

 2, માન, અધ્યક્ષશ્રી, મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

 3. માન. નિયામકશ્રી, કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર

 4. માન. નિયામકશ્રી, પ્રા. શિ. નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર

 નકલ રવાના જાણ સારું: પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તમામ

 (આર. આર. પટેલ) સચિવ જીસીઈઆરટી
Previous Post Next Post