New Parliament: નવા સંસદભવન ની વિશેષતાઓ જુઓ ફોટો અને વિડીયોમા

New Parliament: નવુ સંસદભવન: New Parliament Images: જૂના સંસદભવનમા સોમવારે સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ હતો. મંગળવારથી એટલે કે 19મી સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં ચાલનાર છે. આ બિલ્ડીંગમાં પોતાના છેલ્લા ભાષણમાં PM મોદીએ કહ્યું હતુ કે દેશે ફરી એકવાર 75 વર્ષની સંસદીય યાત્રાને યાદ કરવી જોઈએ અને નવા ગૃહમાં જતા પહેલા તે પ્રેરણાદાયી ક્ષણો અને ઈતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને ભવિષ્યમા આગળ વધવું જોઈએ.


નવા સંસદભવનમા 6 પ્રવેશદ્વાર


ભારતના નવા સંસદ ભવનમાં છ પ્રવેશદ્વારો રાખવામા આવ્યા છે. ભારતના નવા સંસદ ભવનનાં તમામ પ્રવેશદ્વારો પર મુકવામાં આવેલી જાજરમાન પ્રાણીઓની મૂર્તિઓ આપણને ઘણુ સમજાવે છે. સંસદના છ પ્રવેશદ્વારોમાં વિવિધ શુભ પ્રાણીઓ તેમજ પૌરાણિક જીવોની મૂર્તિઓ મૂકવામા આવી છે જેને “દ્વારપાલ” તરીકે મૂકવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર પરના શિલ્પોમાં ગરુડ, ગજ (હાથી), અશ્વ (ઘોડો), મગર, હંસ અને શાર્દુલા (પૌરાણિક પ્રાણી)નો સમાવેશ કરવામા આવ્યો છે. તેમાં એવુ કહેવામા આવ્યું છે કે દરેક પ્રાણી પ્રકૃતિ અને તેના વિવિધ સ્વરૂપોનું પ્રતીક છે.

નવા સંસદભવન ખાતે 19 સપ્ટેમ્બર મંગળવારથી વિશેષ સત્રની કાર્યવાહી શરૂ થનાર છે. આ ઈમારતમાં પ્રવેશ માટે 6 દરવાજા મૂકવામા આવ્યા છે. પ્રથમ ત્રણ દરવાજામાં ઘોડા, ગજ અને ગરુડની મૂર્તિઓ નો સમાવેશ થાય છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર આવા વિશેષ નામ આપવામાં આવ્યા છે. આ 6 પ્રવેશ દ્વારમાં જાજરમાન પ્રાણીઓની તસવીરો શું પ્રતીક કરે છે અને તેઓ શું સૂચવે છે તેની માહિતી મેળવીએ.

New Parliament Images


New Parliament

New Parliament Video

New Parliament Building | નવા સંસદ ભવનની શું છે વિશેષતા? જુઓ ખાસ અહેવાલ



ગરુડ -શાર્દુલ :- ગરુડ એ દૈવી શક્તિઓ અને સત્તાનું પ્રતીક ગણવામા આવે છે. ભગવદ ગીતામાં એવુ કહેવામા આવ્યુ છે કે સમગ્ર વિશ્વ ભગવાન વિષ્ણુમાં સમાયેલું છે. આ વિશાળ સોનેરી રંગનું પક્ષી પણ આ સૂચન કરે છે. વાસ્તવમાં શાર્દુલ અને ગરુડ આકાશના પ્રતિક ગણવામા આવે છે.

સિંહ:- સિંહ એ દેવી દુર્ગાનું વાહન કેહવાય છે અને સિંહ એ વિસ્મય, બહાદુરી અને વિજયનું પ્રતીક ગણવામા આવે છે.

હંસ :- ભારતીય સંસ્કૃતિ મા હંસ એ સમર્પિત પ્રેમનું પ્રતીક છે. આજે આધુનીક સાયન્સ પણ શાસ્ત્રોમાં વર્ણવેલ હંસ અને હંસની વચ્ચેના પ્રેમની વાર્તાઓ માટે સહમત છે. એવુ કહેવાય છે લે હંસ ફક્ત એક જ વાર જોડી બનાવે છે. જો તેમાંથી એક મૃત્યુ પામે છે, તો બીજુ તેના પ્રેમમાં જીવન આખુ જીવન વીતાવી નાખે છે.

મગર :- મગર એ દેવી ગંગાનું વાહન ગણવામા આવે છે અને તે જળચર જીવોમાં સૌથી શક્તિશાળી અને ઝડપી પ્રાણી માનવામાં આવે છે. એટલે કે મગર એ પાણીનો રાજા છે.

ઘોડો :- ઘોડા ને શક્તિ, ગતિ અને હિંમતનું પ્રતીક ગણવામા આવે છે.

હાથી:- હાથીઓને બુદ્ધિમત્તાનું પ્રતીક ગણવામા આવે છે અને તેઓ તેમની યાદશક્તિ અને બુદ્ધિમત્તા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
Previous Post Next Post