ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) બાબત ઠરાવ, નિયમો અને Application Form

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવા હેતુસર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા બાબત.

 પરિપત્ર ક્રમાંક:મઉમશબ/GSOS/૨૦૨૩/૮૭ તારીખ :-૦૮/૦૯/૨૦૨૩

 વંચાણે લીધા :-

 (૧) શિક્ષણ વિભાગનો તા.૧૫/૦૭/૨૦૧૦ નો ઠરાવ ક્રમાંક : બમશ-૧૦૧૦૧૩૨૫-ગ (૨) GSOS સોસાયટીની તા.૧૦/૦૮/૨૦૨૩ ના રોજ મળેલ બેઠકની કાર્યવાહી નોંધ (૩) શિક્ષણ વિભાગ તરફથી તા.૦૪/૦૯ /૨૦૨૩ ના રોજ મળેલ મંજૂરી


Whats is GSOS ?

 -: પરિપત્ર :-

 વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને ઉંમર, સમય કે સ્થળના બાધ સિવાય અધુરું શિક્ષણ પુરૂ કરવા માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) એક ઉમદા તક પુરી પાડે છે. રાષ્ટ્રીય કક્ષાએ ઓપન સ્કૂલની જે ઉપયોગીતા સાબિત થયેલી છે તે લક્ષમાં લઈ રાજ્ય કક્ષાએ ગુજરાત સરકારે શિક્ષણ વિભાગના તા.૧૫/૭/૨૦૧૦ ના ઠરાવ ક્રમાંક : બમશ-૧૦૧૦૧૩૨૫-ગ થી GSOS સોસાયટીની રચના કરેલ છે.

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના પ્રકરણ-૩ ના ૩.૫ માં ઉલ્લેખ કરેલ છે કે – “સામાજિક-આર્થિક - રીતે વંચિત જૂથો પર વિશેષ ભાર મુકીને તમામ વિદ્યાર્થીઓ માટે શીખવાની સુવિધા આપવા માટે ઔપચારિક અને બિનઔપચારિક બંને શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરીને બહુમાર્ગીય અધ્યયન પ્રણાલી ઊભી કરવા માટે શાળા શિક્ષણનો વિસ્તાર વધારવામાં આવશે. મુક્ત દૂરસ્થ અધ્યયન (Open Distance Learning ), નૅશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગના વિવિધ શૈક કાર્યક્રમો અને અભ્યાસ રે તથા સ્ટેટ ઓપન સ્કૂલ્સનું વિસ્તૃતીકરણ કરી વધુ સક્ષમ અને બળવત્તર બનાવવામાં આવશે જેથી રૂબરૂ શાળામાં હાજર રહી અધ્યયન કરવા સક્ષમ ન હોય તેવા ભારતના યુવાનોની શિક્ષણની જરૂરીયાતોને સંતોષી શકાય. "

 આ સંકલ્પનાને સાકાર કરવા હાલ ધોરણ ૧૦ તથા ૧૨ (સામાન્ય પ્રવાહ) માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓને GSOS મારફત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્યાસ પણ GSOS ના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા આથી નિર્ણય કરવામાં આવે છે.

GSOS Full Form

Full Form For GSOS is Gujarat State Open School

 1

GSOS ના રજીસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે અભ્યાસ માટેના લાભાર્થી :-

 કોઇપણ સરકારી, અનુદાનિત કે સ્વનિર્ભર શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ) નો અભ્યાસ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થી.

 કદી શાળાએ ન ગયેલ હોય તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થી.

 રજીસ્ટ્રેશન માટેની પાત્રતા :-

 ધોરણ ૯ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૩ (તેર) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી. ધોરણ ૧૦ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૪ (ચૌદ) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી. .

 ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ વિદ્યાર્થી. ધોરણ ૧૨(સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક

 પ્રમાણપત્ર પરીક્ષા સુધી બે વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થી.

 રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા :-

 GSOSમાં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહી અને અભ્યાસ માટે તમામ સેવા નિ:શુલ્ક રહેશે.

 ધોરણ ૯ થી ૧૨ માં નોંધણી કરાવવા માટે વિદ્યાર્થીએ પોતાના રહેઠાણની નજીક આવેલ કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકશે અને આવા કોઇપણ વિદ્યાર્થીને નજીકના બ્લોક રિસોર્સ સેન્ટરથી રજિસ્ટ્રેશન કરાવવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભરવાનું ફોર્મ પરિશિષ્ટ-એ આ સાથે સામેલ છે.

 જે તે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી અથવા અધવચ્ચે શાળા છોડીને નીકળેલા વિદ્યાર્થીઓને GSOS ના લાભ મળે તે માટે આવા વિદ્યાર્થીઓને સામે ચાલીને શોધીને તેમને અને તેઓના વાલીઓને આ બાબતે માહિતગાર કરી નોંધણી કરાવવા માટે વિશેષ પ્રયાસ જે તે શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો કરશે .

 બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા આવા વિદ્યાર્થીઓની નોંધણી, રજીસ્ટ્રેશન માટેની પાત્રતાને ધ્યાને રાખી ચાઈલ્ડ ટ્રેકીંગ નંબરનો ઉપયોગ કરી https://www.ssagujarat.org પોર્ટલ પર કરવાની રહેશે.

 પ્રાથમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ (SMDC) વિદ્યાર્થીઓની GSOS માં રજીસ્ટ્રેશનની કામગીરી માટે સક્રિય યોગદાન આપશે.

 2

સ્ટડી સેન્ટર અને સપોર્ટ સેન્ટર :-

ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે અને આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ્સ, RMSA સ્કૂલ્સ અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

જે ગામમાં ઘોરણ ૯ થી ૧૨માં GSOSના રજીસ્ટર્ડ વિદ્યાર્થીની સંખ્યા ૧૦ થી વધુ થાય ત્યાં નજીકની અન્ય માધ્યમિક શાળાને અને જો નજીકમાં માધ્યમિક શાળા ઉપલબ્ધ ન હોય તો પ્રાથમિક શાળાને જે તે તાલુકાના સ્ટડી સેન્ટર ઉપરાંત સપોર્ટ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે.

. સ્ટડી સેન્ટર/સપોર્ટ સેન્ટરના આચાર્યો અને શિક્ષકો દ્વારા GSOSના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જે તે શાળાના કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, પ્રયોગશાળા સહિત ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.

GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને Gujarat Education Technologies Ltd. (GET) દ્વારા ઉપલબ્ધ કરાયેલ G-Shala સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિના મુલ્યે પૂરું પાડવામાં આવશે.

સ્ટડી સેન્ટર અને સપોર્ટ સેન્ટર ખાતે થતો ખર્ચ શાળાને મળતી કન્ટીજન્સી ગ્રાન્ટ કે નિભાવ ગ્રાન્ટમાંથી કરી શકાશે. જરૂર જણાય તો ભવિષ્યમાં તે માટે અલાયદી ગ્રાન્ટ આપવાની પણ વિચારણા કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે કાર્યરત વર્ગ-૨ કક્ષાના અધિકારીઓ પૈકી એક અધિકારીએ

GSOSના અમલીકરણ માટેના નોડલ અધિકારી તરીકે કામગીરી કરવાની રહેશે.

GSOS ના રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા :-

GSOS મારફત ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માર્કશીટ/પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે. GSOS માં નોંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્ર પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે.

GSOSમાં આવેદન કરનાર વિદ્યાર્થીઓની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ ના પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોની પરીક્ષા સ્ટડી સેન્ટર કે

નિર્ધારિત શાળા ખાતે આપવાની રહેશે.

ધોરણ ૧૦ અને ૧૨ ના નિયમિત વિદ્યાર્થી હાજરી તૂટને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે આવેદન ન કરી શકેલ અથવા શાળાએ આવેદન રદ કરાવેલ હોય તેવા સંજોગોમાં પણ આવા વિદ્યાર્થીઓ GSOS મારફતે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે આવેદન કરી શકશે.

3

GSOSમાં આવેદન કરનાર વિદ્યાર્થી માટે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સ્ટડી સેન્ટરમાં સત્રાંત પરીક્ષા અને ગૃહકાર્યના લાભ મળી શકશે અને તે મરજીયાત રહેશે.

 GSOSથી ધોરણ ૧૦ની પરીક્ષા આપેલ હોય તેવા વિદ્યાર્થીઓને મુખ્ય-ધારામાં નિયમિત વિદ્યાર્થીઓની જેમ બોર્ડમાં નોંધાયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશની છૂટ રહેશે. GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા ફી બોર્ડ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે. દિવ્યાંગ (CWSN)વિદ્યાર્થીઓ અને કન્યાઓ માટે પરીક્ષા ફી મારી રહેશે.

 GSO5ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ઉપર મુજબના નિર્ણયોનો લાભ પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને મળે અને રાજ્યના યુવાનોની શિક્ષણની જરૂરિયાત સંતોષાય અને તેઓ પોતાની કારકિર્દી ઘડતરના પંથ તરફ આગળ વધે તે માટે સહિયારા મહત્તમ પ્રયાસ અનિવાર્ય છે.

 GSOSની સૂચનાઓ અને નિયમોના અર્થઘટન બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે બોર્ડના

 અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલ અર્થઘટન આખરી ગણાશે.

 વિદ્યાર્થીઓના બહોળા હિતમાં GSOS દ્વારા જરૂર જણાયે ઉપરોક્ત સૂચનાઓ અને નિયમોમાં ફેરફાર કે સુધારો કરી શકશે.

 -~-~~- સચિવ

 ગુજરાત માધ્યમિક અને

 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

 ગાંધીનગર

 પ્રતિ,

 ૧) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

 ૨) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

 ૩) શાસનાધિકારીશ્રી, તમામ

 નકલ સવિનય સ્વાના :-

 ૧) માન. સચિવશ્રી (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

 ૨) માન. અધ્યક્ષશ્રી, ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ,ગાંધીનગર

 ૩) સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષા, ગાંધીનગર,

 ૪) કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. ૫) નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

 ૬) નિયામકશ્રી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ, ગાંધીનગર. ૭) નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર,

 ૮) અધિકારીશ્રી તમામ,ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ,ગાંધીનગર.

 4

પરિશિષ્ટ-અ

 ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GsOs)માં આવેદન કરવા માટેનું પત્રક

 શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૪

 ધોરણ................ માં પ્રવેશ માટે

 GSOS માં આવેદન કરવા માટે, હું મારી ઉમેદવારી નોંધાવું છું, મારી માગ્યા મુજબની વિગતો નીચે દર્શાવેલ છે.

 (૧) વિધાર્થીનો યુ-ડાયસ નંબર (18 એકનો) :

 (૨) વિધાર્થીનું પૂરું નામ :

 (૩) પિતા/વાલીનું પૂરું નામ :

 (૪) જન્મ તારીખ :

 શબ્દોમાં.

 (4)

 કન્યા

 જાતી. કુમાર

 (૬) હાલનું સરનામું :

 (૭) મોબાઇલ નંબર:

 (C) વિધાર્થીના અભ્યાસ માટે નજીકની માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાનું નામ અને શાળાનો ઇન્ડેક્ષ નંબર :

 વિધાર્થી / વાલીનું કબુલાત નામું :

 મેં અન્ય કોઇ શાળામાંથી ચાલુ વર્ષે નિયમિત વિધાર્થી તરીકે ઉમેદવારી નોંધાવેલ નથી.

 વિધાર્થીની સીં

 વાલીની સહી

 સ્થળ :

 તારીખ ...

 આવેદનપત્ર સ્વીકારનાર :

 શાળાનું નામ .

 શાળાનો યુ-ડાયસ નંબર :

 તાલુકો :

 જીલ્લો:

GSOS Application Form Online pdf


અખબારી યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ઔપચારિક અને બિનઔપચારિક બંને શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરીને બહુમાર્ગીય અધ્યયન પ્રણાલી ઊભી કરવા માટે શાળા શિક્ષણનો વ્યાપ વધારવાની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવા હેતુસર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની કાર્યપદ્વતિમાં આમૂલ પરિવર્તન લાવવા નિર્ણય કરવામાં આવેલ છે.

• હાલ ધોરણ ૧૦ તથા ૧૨ (સામાન્ય પ્રવાહ) માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓને GSOS મારફત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્યાસ પણ GSOS ના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકશે.

• શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ) નો અભ્યાસ કરવા માગતા હોય તેવા તથા કદી શાળાએ ન ગયેલ હોય તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ પોતાના રહેઠાણની નજીક આવેલ કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે.

• GSOSમાં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહી અને અભ્યાસ માટેની તમામ સેવા નિ:શુલ્ક રહેશે.

• ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે અને આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ્સ, RMSA સ્કૂલ્સ અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

• GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને Gujarat Education Technologies Ltd. (GET) દ્વારા ઉપલબ્ધ કરાયેલ G-Shala સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિના મુલ્યે પૂરું પાડવામાં આવશે.

• GSOS માં નોંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્ર પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે અને તેમની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ યોજવામાં આવશે.

તા.૦૮/૦૯/૨૦૨૩ સ્થળઃ- ગાંધીનગર

-~-~ સચિવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

GSOS ઠરાવ , GSOS અખબારી યાદી, GSOS Application Form, GSOS Schools List
Previous Post Next Post