Join Us !

બઢતી/બદલી અને નવી નિમણૂકના કિસ્સામાં માતૃત્વ રજાઓ બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત ઠરાવ, તારીખ 02/03/2024 | Meternity Leave GR 2024

બઢતી/બદલી અને નવી નિમણૂકના કિસ્સામાં માતૃત્વ રજાઓ બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત

ગુજરાત સરકાર નાણા વિભાગ

ઠરાવ ક્રમાંક: રજઅ/૧૦૨૦૧૩/ઓ-૧૦/પી(પેન્શન સેલ) સચિવાલય, ગાંધીનગર ता.०२/०३/२०२४

વંચાણે લીધા:

(۹) ગુજરાત મુલ્કી સેવા (રજા ) નિયમો, ૨૦૦૨ નો નિયમ-૬૯

(3) નાણા વિભાગનો તા. ૧૦/૦૬/૨૦૧૪નો પરિપત્ર ક્રમાંક: રજઅ/૧૦૨૦૧૪/યુ.ઓ.-૨-૫

(४) નાણા વિભાગનો તા.૨૪/૦૯/૨૦૨૨નો કરાવ ક્રમાંક: પશન/૧૦૨૦૧૪/એમ-૧/ પી(પેનન્શન સેલ) સા.વ.વિ.નો તા.૨૫/૧૧/૨૦૦૫ ઠરાવ ક્રમાંક:ટીઆરએફ-૧૦૯૮-૧૪૩૨-ગ-૨ (५)

પ્રસ્તાવના:

સરકારશ્રીના નાણા વિભાગના ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ-૬૯ તેમજ વંચાણે લીધા ક્રમાંક (૨)ના જાહેરનામા દ્વારા મહિલા કર્મચારીઓને દિન-૧૮૦ની પ્રસુતિ રજા મંજૂર કરવા અંગે જોગવાઈ કરવામાં આવેલ

વંચાણે લીધા ક્રમાંક (૩)ના પરિપત્રથી જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવેલ છે તથા વંચાણે લીધા ક્રમાંક (૪) ના ઠરાવથી કાયમી કે ફ્રીક્સ પગાર પર નિમણુંક પામેલ મહિલા સરકારી કર્મચારીને નિમણૂક તારીખથી દિન- ૧૮૦ની પ્રસૂતિ રજા મંજુર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે.

વધુમાં, સા.વ.વિ.ના વંચાણે લીધેલ ઠરાવ ક્રમાંક (૫) પરના ઠરાવ અનુસાર અધિકારી/કર્મચારીને બઢતી/બદલીના કિસ્સામાં નવી જગ્યા પર તાત્કાલિક હાજર કરવા અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. વળી, જો આ અંગે કોઈ વિલંબ થશે તો જે-તે સક્ષમ સત્તાએ તેની ઘણી ગંભીર નોંધ લઈને કડક કાર્યવાહી કરવાની રહે છે.

મહિલા સરકારી કર્મચારી માતૃત્વ રજા પર હોય અને તે દરમિયાન તેની બદલી, બઢતી કે નવી નિમણૂક થાય તે સંજોગોમાં મહિલા કર્મચારી નવી કચેરીમાં હાજર થાય તો બાકી રહેલા સમયગાળા દરમિયાનની માતૃત્વ રજાઓ મંજુર કરવી કે કેમ તે બાબતે સ્પષ્ટતા ન હોઈ સચિવાલયના વહિવટી વિભાગો/ખાતાના વડા/અન્ય કચેરીઓ દ્વારા અવારનવાર નાણાં વિભાગને પૃચ્છા કરવામાં આવે છે. આ બાબતે જરૂરી સ્પષ્ટતા પ્રસિધ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.


ઠરાવ:

પુખ્ત વિચારણાના અંતે કાયમી કે ફીક્સ પગાર પર નિમણુંક પામેલ મહિલા સરકારી કર્મચારી પ્રસુતિ રજા પર હોય ત્યારે તેની બદલી, બઢતી કે નવી નિમણૂંક થાય તે સંજોગોમાં મહિલા કર્મચારીને તેઓની અરજીના આધારે જુની કચેરીમાંથી બદલી, બઢતી કે નવી નિમણૂક વાળી નવી કચેરીમાં હાજર થવા બારોબાર છૂટા કરી તેણીને બદલી, બઢતી કે નવી નિમણૂક વાળી નવી કચેરીમાં માત્ર એક દિવસ પુરતાં ફરજ પર હાજર કરવાના રહેશે તેવું કરાવવામાં આવે છે. હાજર કરનાર સક્ષમ સત્તાએ માનવતાના ધોરણે મહિલાના સ્વાસ્થ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પત્ર/ઈ-મેલ કે રૂબરૂ ઉપસ્થિતિને આધારે હાજર કરવાના રહેશે.

તેણીની ૧૮૦ દિવસની પ્રસુતિ રજા પૈકી બાકી રહેલ પ્રસુતિ રજાઓ મંજુર કરવા બદલી, બઢતી કે નવી નિમણૂક વાળી કચેરીએ અલગથી હુકમ કરવાનો રહેશે. (હાજર થાય તે દિવસ સિવાયના કુલ દિવસોનો સમયગાળો ૧૮૦ દિવસથી વધવો ન જોઇએ)

જુની કચેરીમાંથી છૂટા થયા બાદ જાહેર રજા આવતી હોય ત્યારે જાહેર રજા પુરી થાય તે પછીના દિવસે મહિલા કર્મચારીને નવી કચેરીમાં હાજર કરી ઉપર મુજબની કાર્યવાહી કરવાની રહેશે. નવી કચેરીમાં હાજર થયા બાદ નવી કચેરીએ નિયમાનુસારની પગારબાંધણી કરવાની રહેશે તથા બાકી રહેલ રજાના સમયગાળાનો રજા પગાર નવી પગારબાંધણીને આધારે નવી કચેરીએ ચુકવવાનો રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

👉 ઠરાવની pdf ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

🥏 RDRATHOD.IN WhatsApp ગ્રુપમાં જોડાવા માટે : અહીં ક્લિક કરો

આ પણ જુઓ...