Join Us !

Eklavya School Admission 2024-25 | એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહીતી 2024-25

પછાત અને આદિજાતિના વાલીઓ માટે બાળક ધોરણ-5માં અભ્યાસ કરતો હોય તો બાળકને એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલમાં ધોરણ-6 થી 12 સુધી વિનામુલ્યે ઉચ્ચસ્તરીય શિક્ષણ આપી શકો છો. ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિભાગ) દ્વારા EKLAVYA SCHOOL ADMISSION 2024-25 (એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહીતી 2024-25 માટે જાહેરાત કરવામાં આવેલ છે.

Eklavya School Admission 2024-25

એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ શું છે ?

આદિજાતિ બાળકોના  સર્વાંગી વિકાસ માટે વિનામુલ્યે  ગુણવત્તાસભર શિક્ષણ,  ભોજન તથા આનંદ દાયક વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. બાળકોને  આ સ્કુલમાં મફત ગણવેશ, પુસ્તકો, લાઇબ્રેરી, કોમ્પ્યુટર શિક્ષણ તેમજ આધુનિક શૈક્ષણિક અને રમતગમતની સુવિધા સાથે અભ્યાસની તકો પ્રાપ્ત થાય છે. જે કોઇ પણ મોટી ખાનગી સ્કૂલો જેવી હોય છે. બાળકોને  ધોરણ-6 માં પ્રવેશ મળી ગયા બાદ ધોરણ-12 સુધી ચિંતામુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય છે.

મહત્વની તારીખો

✓ અરજી કરવાની તારીખ : 28, ફેબ્રુઆરી 2024
✓ અરજી કરવાની અંતિમ તારીખ : 21, માર્ચ 2024 સાંજે 6:00 કલાક સુધી
✓ પરીક્ષાની તારીખ : 28 એપ્રિલ 2023
✓ પરિણામ જાહેર કરવાની તારીખ : મે, 2024 માં બીજુ અઠવાડિયુ.

મોડેલ સ્કૂલ પ્રવેશ માટે કોણ અરજી કરી શકશે ?

  • વિદ્યાર્થી એસ.ટી. કેટેગરીનો હોય.
  • ઉંમર પ્રવેશ વખતે ઓછામા ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 13 વર્ષ.
  • વિદ્યાર્થી હાલ ધોરણ-5 માં અભ્યાસ કરે છે જે સરકારી સ્કૂલ હોવી જોઇએ.
  • આદિમજુથ, વિચરતી જાતી, વિમુક્ત જાતિ  તથા હળપતિ બાળકોને 5% ની અનામત મળશે.
  • દિવ્યાંગ બાળકોઅને 5 % અનામત મળવાપાત્ર છે.
  • અનાથ બાળકો, દિવ્યાંતા ધરાવનાર માતા-પિતાના બાળકો તેમજ વિધવા માતાના બાળકોને 10 % અનામત મળશે.

અરજી પત્રકો ક્યાં મળી શકશે ?


વિભાગની ઓફીશિયલ વેબસાઇટ:

eklavya-education.gujarat.gov.in
tribal.gujarat.gov.in
dsag.gujarat.gov.in
adijatinigam.gujarat.gov.in
comm-tribal.gujarat.gov.in
egram.gujarat.gov.in
વેબસાઇટ પરથી આપ ડાઉનલોડ કરી શકો છો અને આ ફોર્મ મેન્યુઅલ ભરવાનું રહેશે.

આ સિવાય આ ફોર્મ નીચે મુજબના સ્થળે પણ ઉપલબ્ધ થશે.

  • સંબંધિત ગામની પ્રાથમિક શાળા
  • તમામ એકલવ્ય મોડેલ રેસીડંસીયલ સ્કૂલ
  • મોડેલ શાળાઓ
  • નિવાસી શાળાઓ
  • ગ્રામપંચાયત
  • આશ્રમશાળાઓ અને આદર્શ નિવાસી શાળાઓ
  • પ્રયોજના વહીવટદારની કચેરીઓ
  • પરીક્ષા કેન્દ્ર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ

અરજી જમા કરવાનું સ્થળ

આપ જે પરીક્ષા કેન્દ્ર માં પરીક્ષા આપવા માંગો છો તે કેન્દ્ર પર રૂબરુ કે ટપાલ દ્વારા અરજી મોકલવાની હોય છે. પરીક્ષા વખત આપને અરજી મોકલેલ એ સ્કૂલમાંથીજ પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવે છે.
પરીક્ષા સમયે દસ્તાવેજી પુરાવા રજુ કરવાના રહેતા નથી, જો આપ ઠરો છો ત્યારે ડોક્યુમેંટ રજુ કરવાના રહેશે. અહીં આપ પાત્રતા ધરાવતા હશો તોજ અરજી કરવી નહિતર જ્યારે આપને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે ત્યારે ગેરલાયક ઠરશો તો આપનું પ્રવેશ રદ થઇ શકશે.

હેલ્પલાઇન નંબર અને ઓફિસિયલ વેબસાઇટ

18002337928
official website

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

અરજી ફોર્મ pdf ડાઉનલોડ અહીં ક્લિક કરો
પ્રવેશ જાહેરાત અહીં ક્લિક કરો
EMRS શાળાઓનું લીસ્ટ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કૂલ વિશેની આ કેટલીક માહિતી પુરી પાડવામાં આવેલ છે. આ સિવાય આપ વધુ માહિતી માટે ઓફિસિયલ વેબાસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશો. આર્ટિકલ ઉપયોગી થયો હોય તો અન્ય સુધી જરૂર પહોંચાડશો.

આ પણ જુઓ...