આકસ્મિક ઘટનાઓમાં પરિવારનો સંપર્ક થઈ શકે માટે મોબાઇલ લોક સ્ક્રીન પર ઈમર્જન્સી નંબર રાખો,, આ રીતે...! | Emergency Number on Mobile

વડોદરા એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતના પીડિતોના ફોન લૉક હોવાથી પોલીસને પરિજનોનો સંપર્ક કરવામાં ઘણી મુશ્કેલી પડેલી

આ રીતે નંબર ડિસ્પ્લે પર દેખાશે



વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇ-વે પર બનેલી અકસ્માતની ઘટનામાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકોનો ફોન લોક હોવાથી પોલીસને તેમના પરિવારના સંપર્ક કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. પરંતુ જો મોબાઈ લની લોક સ્ક્રીન પર જ ઈમર્જન્સી નંબર સેવ કરી રાખ્યો હોય તો ઘટનાસ્થળેથી કોઈ પણ વ્યક્તિ તમારા પરિવારનો સહેલાઈથી સંપર્ક કરી શકે છે. આ માહિતી જે લોકો મોબાઈલ વાપરી રહ્યા છે તેમને મદદરૂપ થઈ શકે છે. લોક સ્ક્રીન પર પણ ઈમર્જન્સી નંબર સેવ કરી શકાય છે. મોબાઇલધારકો થોડો સમય કાઢીને આ યુક્તિ અજમાવી લેશે તો કોઈ ઈમર્જન્સી સમયે ઘણું ઉપયોગી સાબિત થશે. આ સિવાય જો મોબાઇલ ક્યાંક ભૂલી ગયા હોઇએ ત્યારે જેને ફોન મળે તે પણ આસાનીથી તમારા સુધી ફોન પહોંચાડી શકે છે.

મોબાઈલમાં ડિસ્પ્લે પર ઈમરજન્સી નંબર માટે આ રીતે સેટિંગ કરવું



  1. સેટિંગમાં લૉક સ્કીન સિલેક્ટ કરવું
  2. લોક સ્કીન કલોક ફોરમેટ સિલેક્ટ કરવું
  3. લૉક સીન ઑનર ઈન્કો સિલેક્ટ કરવું
  4. ખાલી જગ્યામાં નામ અને નંબર લાબી (Show signature on the Lock screen)ને Enabile કરી સેવ કરવું

ફોન લોક હોવાથી પોલીસ પરિવારનો સંપર્ક જલદી કરી શકતી નથી

Previous Post Next Post