જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ (Gender Audit Checklist) Download in PDF or Excel File
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ
સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી સમગ્ર શિક્ષા, સેકટર-૧૭, ગાંધીનગર.-૩૮૨૦૧૭ ફોન. (૦૭૯) ૨૯૬૩૨૪૧૩, ફેકસઃ (૦૭૯) ૨૩૨ ૩૮૪૦૪ E-mail: aspd-gcsess@gujarat.gov.in
ડૉ. એમ.એમ.પટેલ, GAS એડીશનલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સમગ્ર શિક્ષા
NIPUN
Website: www.ssagujarat.org Toll Free No.1800-233-7965
નં. સમગ્ર શિક્ષા/ગ.એ./ઈનોવેશન/જેન્ડર ટુલ્સ-૪- (૦૨)/૨૦૨૪-૨૫/૩૧૧૮૧-૨૫૧
પ્રતિ,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની
કચેરી, જિલ્લા: તમામ
પ્રતિ,
જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટર અને
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
જિલ્લા પ્રોજેકટ કચેરી, સમગ્ર શિક્ષા
જિલ્લા : તમામ
તા.24/9 /૨૦૨૪
પ્રતિ, એડી. જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડિનેટર અને શાસનાધિકારીશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકા: અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા
💥 જેન્ડર ઓડિટ ચેકલિસ્ટ અને પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વિષય: શાળાઓમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ માટે "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટના અમલીકરણ બાબત
સંદર્ભ : નોંધ પર માન. એસ.પી.ડી.શ્રીની મળેલ મંજૂરી અન્વયે
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, આપના જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને જેન્ડર રિસ્પોન્સિવ શાળા બનાવવા માટે તેમજ જેન્ડર બાયસ મુકત વાતાવરણ અને તમામ શાળાઓમાં જાતિગત સંવેદનશીલતા ઉભી કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કામગીરી કરવા જણાવવામાં આવે છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આપના હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ભૌતિક વાતાવરણ, શૈક્ષણિક વાતાવરણ, વર્ગ વ્યવહાર અને અન્ય વાતાવરણમાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ થાય તે હેતુથી શાળાના શિક્ષકો એનેક્ષર-(૧) મુજબની માર્ગદર્શક સૂચનાઓ અનુસરે તેમજ શાળાને જેન્ડર રિસ્પોન્સિવ બનાવવા આ સાથે સામેલ માર્ગદર્શિકા તેમજ ૨૮ મુદ્દાનું "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટ મોકલી આપવા જણાવવામાં આવે છે.
સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને નીચે મુજબની સૂચનાઓ અનુસરવી.
૧. જેન્ડર બાયસ મુકત શાળાનું વાતાવરણ થાય તે માટે સદર માર્ગદર્શક સૂચનાઓનું અને પરિપત્રનું
શાળાના આચાર્યશ્રી ઘ્વારા તમામ શિક્ષકો વચ્ચે મુખ વાંચન કરવું.
૨. પરિપત્રના મુખ વાંચન બાદ પોતાની શાળામાં જાતિય સંવેદનશીલતા ઉભી કરવા ખુટતી બાબતો પરત્વે શું કરી શકાય ? તેની ચર્ચા અને આગામી આયોજન કરવું.
૩. જેન્ડર ઓડિટ ચેકલીસ્ટને શાળામાં ડિસપ્લે કરવું.
૪. વર્ષની શરૂઆતમાં ચેકલીસ્ટના ૨૮ મુદ્દા પરત્વે શાળાનું જેન્ડર ઓડિટ કરવું તથા બીજા સત્રમાં શરૂઆતમાં ફરીવાર આગળાના સત્રની કામગીરીના અનુકાર્ય માટે જેન્ડર ઓડિટ કરવું. આમ વર્ષમાં બે વાર શાળા ધ્વારા આ કામગીરી કરવાની રહેશે.
સીઆરસી કો. ઓ. અને બીઆરસી કો. ઓ. માટે સૂચનાઓ
૧. જેન્ડર ઓડિટ ચેકલીસ્ટના મુદ્દાઓ મુજબ શાળામાં અમલીકરણ થાય છે કે કેમ ? તે અંગે સીઆરસી કો. ઓ. અને બીઆરસી કો. ઓ. તેમની શાળા મુલાકાત દરમિયાન ચેક કરે અને જરૂરી જણાયે તે શાળાને સૂચના આપે.
૨. સદર બાબત શાળાના ઓનલાઈન મોનિટરીંગમાં સમાવિષ્ટ હોઈ, તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવે છે.
૩. સીઆરસી કો. ઓ. તેમની કલસ્ટરની શાળાના આચાર્યોની બેઠક/મિટીંગમાં "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટના અમલીકરણ પહેલા અને ત્યારબાદ નિયમિતપણે જેન્ડર બાયસ મુક્ત વાતાવરણ અને જાતિગત સંવેદનશીલતા ઉભી થાય તે માટે ફોલોઅપ કરે તે માટે જિલ્લા કક્ષાથી જણાવવામાં આવે. તેમજ "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટનું ફોલોઅપ કરવા જણાવવામાં આવે છે.
૪. બીઆરસી કો. ઓ. તેમના સીઆરસી કો. ઓ. ની બેઠક/મિટીંગમાં પણ સદર બાબતે ફોલોઅપ કરવા જણાવવામાં આવે છે.
મદદનીશ જિલ્લા કો. ઓ. – ગર્લ્સ એજયુકેશન/પ્રોજેકટ કો. ઓર્ડિનેટર માટે સૂચનાઓ :
૧. "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટને તમામ સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં અમલીકૃત કરતાં પહેલાં તમામ બીઆરસી કો. ઓ. ને પ્રત્યક્ષ મિટીંગમાં "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટને શાળામાં જેન્ડર બાયસ મુકત વાતાવરણ માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓનું માર્ગદર્શન આપવાનું રહેશે.
૨. બીઆરસી કો. ઓ. અને સીઆરસી કો. ઓ. ની દરેક બેઠકમાં મદદનીશ જિલ્લા કો. ઓ. – ગર્લ્સ એજયુકેશન/પ્રોજેકટ કો. ઓર્ડિનેટર ધ્વારા શાળાની જેન્ડર રીસ્પોન્સિવ બનાવવા માટેના આ સાથે સામેલ ગાઈડલાઈનમાં જણાવેલ મુદ્દાઓ/વિષયો પૈકી કોઈ એક વિષય પર સવિસ્તૃત ચર્ચા કરવાની રહેશે.
૩. દર ત્રણ મહિને "જેન્ડર ઓડિટ" પરત્વે બીઆરસી કો. ઓ. પાસેથી ફોલોઅપ મેળવવાનું રહેશે.
૪. મદદનીશ જિલ્લા કો. ઓ. – ગર્લ્સ એજયુકેશન/પ્રોજેકટ કો. ઓર્ડિનેટર ધ્વારા જેન્ડર ઓડિટ ચેકલીસ્ટ અને જેન્ડર રિસ્પોન્સિવ શાળા બનાવવા માટે સંબંધિત PM SHRI શાળાઓમાં સીધુ અમલીકરણ અને મુલાકાત કરવાની રહેશે.
૫. મદદનીશ જિલ્લા કો. ઓ. – ગર્લ્સ એજયુકેશન/પ્રોજેકટ કો. ઓર્ડિનેટર ધ્વારા પણ નિયમિત શાળા મુલાકાતમાં સદર બાબતે ફોલોઅપ કરવાનું રહેશે.
ઉપરાંત અત્રેથી તમામ મદદનીશ જિલ્લા કો. ઓ. – ગર્લ્સ એજયુકેશન/પ્રોજેકટ કો. ઓર્ડિનેટરની ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. સદર પ્રક્રિયા દર વર્ષે ચાલુ રાખવાની હોવા છતાં ઘણી શાળાઓમાં ચેકલીસ્ટ ડિસપ્લે કરેલ હોતું નથી. આ માર્ગદર્શક સૂચનાઓ મુજબ કામગીરી થાય તે ખાસ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે. સદર બાબતે આપના જિલ્લાના મદદનીશ જિલ્લા કો. ઓ. – ગર્લ્સ એજયુકેશન/પ્રોજેકટ કો. ઓર્ડિનેટર, બીઆરસી કો. ઓર્ડિનેટર અને સીઆરસી કો. ઓર્ડિનેટર ધ્વારા સઘન મોનિટરીંગ થાય તે મુજબનું આયોજન કરવા આપના ધ્વારા સબંધિતોને આદેશ થવા જણાવવામાં આવે છે.
(ડૉ. એમ.એમ.પટેલ) એડી. સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સ્ટેટ પ્રોજેકટ કચેરી, ગાંધીનગર
બિડાણ : (૧) એનેક્ષર-૧, (૨) જેન્ડર રિસ્પોન્સિવ શાળા માટેની માર્ગદર્શિકા (૩) "જેન્ડર ઓડિટ" ચેકલીસ્ટ
એનેક્ષર-(૧)
જેન્ડર બાયસ મુકત વાતાવરણ માટે આટલું કરીએ....
શાળામાં વર્ગખંડ, વર્ગવ્યવહાર, શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી બેઠક વ્યવસ્થા, ભૌતિક સુવિધા, પ્રાયોગિક કાર્ય, રમત-ગમત, કમ્પ્યુટર, શૌચાલય, મધ્યાહન ભોજન, શાળાકિય પ્રવૃત્તિઓ દરમ્યાન કુમાર અને કન્યાઓ માટે જેન્ડર બાયસ મુકત વાતાવરણ છે કે કેમ ? તે તપાસવા અંગેની તપાસ યાદી (ચેકલીસ્ટ) – માર્ગદર્શક સૂચનાઓ.
• અમારો સંકલ્પ- શાળા પરિવાર : ''"મારી શાળામાં નીચેની બાબતો છે કે કેમ ? તે ચકાસણી કરી ખૂટતી બાબતની પૂર્તતા કરવા પ્રયાસ કરીશ"
♦ સફાઈ- મધ્યાહન ભોજન કામગીરી વહેંચણીના કુમાર અને કન્યાઓ વચ્ચે સમાનતા જેવી કે, વર્ગખંડ, મેદાન, બારી-બારણા, માટલા સફાઈ, પીરસવા માટે રોટેશન, જૂથ, મિશ્રજૂથ, સમિતિની રચના કરી બંનેને સમાન તક અને કાર્યભાર વહેંચણી કરવી.
• પ્રાર્થના સભા: પ્રાર્થના સભામાં કન્યાઓ અને કુમારોની બેઠક વ્યવસ્થા ધોરણ/વર્ગ/રોલ નંબર રોટેશન મુજબ લેગિંક પૂર્વગ્રહ મુકત ગોઠવવી.
• સાધનો- વાજિંત્રો વગાડવા અને ગાયકીમાં કુમાર અને કન્યાને સમાન તક આપવી. ઉ.દા. ધો.-૫ ના ૧ થી ૬ રોલનંબર મુજબ લેવા. તમામ કુમાર અને કન્યાને સમાન તક મળે તેવા આયોજન ગોઠવવા સાધન-વાજિંત્રો વગાડવામાં વારાફરતી કુમાર-કન્યાને બંનેને સમાન તક મળે તેવું આયોજન કરવું.
ભૌતિક સુવિધાના ઉપયોગ:
૧. કમ્પ્યુટર લેબ સુવિધા, અંતર્ગત કુમાર-કન્યા, તાસવાર, ધોરણવાર તમામને સમાન તક મળે તેવા આયોજન કરવા. ઉ.દા. લેબમાં ૧૦ બેઠક હોય તો ૫ કન્યા અને ૫ કુમાર ને લઈ જઈ શકાય.
૨. વિજ્ઞાન પ્રયોગશાળા ઉપયોગ દરમ્યાન વિજ્ઞાનના પ્રયોગ કરાવતી વખતે શિક્ષક ધ્વારા કુમાર અને કન્યાઓને સમાન તક પુરી પાડવી સમાન તક આપવી.
૩. રમત-ગમતના સાધનો અને ઉપયોગ :
- રમત-ગમતના સાધનો વહેંચણી સમાનતા
- કન્યા અને કુમારની સાથે સંયુકત રમતો રમાડવી
- મેદાનના ઉપયોગમાં કુમાર-કન્યાને સમાન તક મળે
૪. પુસ્તકાલયનો ઉપયોગ :
- બાયસ મુક્ત પુસ્તકો વસાવવા.
- પુસ્તકાલયનો ઉપયોગ કરવો અને રજિસ્ટર નિભાવવું અપડેટ કરવું
- કુમાર, કન્યા બંને ઉપયોગ કરે તે માટે ઉત્તમ પ્રેરણા પુરી પાડવી કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા પ્રેરણાદાયી પુસ્તકો વસાવવા
૫. મહાન વ્યકિતઓના ફોટા :
- ટી.એલ.એમ. અને મહાન વ્યકિતના ચિત્રોમાં સમાનતા જાળવવી
- શાળા પરિસરમાં મહાન પુરૂષના ચિત્રોની તુલનામાં સમાનતા જળવાઈ તેવા મહાન સ્ત્રીઓના ચિત્ર મૂકવા
૬. શૌચાલય :
- શાળામાં શૌચાલય સુવિધા કુમાર અને કન્યાઓનું અલગ અલગ હોય તે અનિવાર્ય છે
- કન્યાઓ માટેનું શૌચાલય ઉપયોગમાં લઈ શકાય તેવું અને પાણીની સુવિધાયુકત હોય તે જરૂરી છે
- શૌચાલયના દરવાજા તૂટેલા-કાણાવાળા ન હોવા જોઈએ
- પાણીના નળ કાર્યરત હોય તે જરૂરી છે, ટપકતા નળ તરત જ બદલી નાંખવા
- શૌચાલયની જરૂરી સફાઈના સાધનો શાળા કક્ષાએ વસાવવા અને સમયસર સફાઈ થવી ફરજીયાત છે
- કન્યાના ઉપયોગ માટેના શૌચાલયમાં પાણી સુવિધા અનિવાર્ય છે. કચરાપેટી પણ એટલી જ અનિવાર્ય છે. સાબુ અને નેપકીન શૌચાલયની બહાર રાખવા જોઈએ
- દરવાજા બંધ કરવા માટેની કડી કે સ્ટોપર ઉપયોગ કરી શકાય તેવી હોય તે આવશ્યક છે
- કન્યાઓને શાળામાં કન્યા સેનીટેશન વિભાગમાં સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવાય તેવી વ્યવસ્થા એસ.એમ.સી. કક્ષાએથી ગોઠવવી. જેમાં શાળાને મળતી સ્વચ્છતાને લગતી ગ્રાન્ટમાંથી અથવા તો CHC/PHC માંથી સહયોગ મેળવી સદર સુવિધા પુરી પાડવામાં આવે તેનું અચૂક ધ્યાન રાખવું. તેમજ સેનેટરી નેપકીનની ખરીદી પ્રધાનમંત્રી જન ઔષધિકેન્દ્ર માંથી કરી શકાય.
- કોઈ શાળામાં સદર સુવિધા ઉપલબ્ધ હોય તો તેના યોગ્ય નિકાલ માટે પણ વ્યવસ્થા કરવી.
- મહિલા શિક્ષકો ધ્વારા કન્યાઓ સાથે માસિક સંબંધિ આરોગ્ય અને સ્વચ્છતા વ્યવસ્થાપન માટેની ચર્ચા થવી જોઈએ.
- શાળાના બુલેટીન બોર્ડ પર કન્યા/મહિલા સુરક્ષા માટેનો હેલ્પલાઈન નંબર ડિસપ્લે કરવા જોઈએ.
- કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવાનું આયોજન કરવું.
૭. દરેક શાળાઓમાં જયાંથી દરેક કન્યા/કુમાર પસાર થતા હોય તે લાબીમાં ૩ થી ૩.૫ ફૂટનું દર્પણ લગાડવામાં આવે. આ દર્પણ વોશ એરિયામાં પણ લગાવી શકાય.
• વર્ગ વ્યવહાર અને શિક્ષક વિદ્યાર્થી :
(૧) વર્ગ વ્યવહારમાં કુમાર અને કન્યાને અપાતી સૂચનામાં લૈગિંક પૂર્વગ્રહ મુકત વાકય પ્રયોગ કરવો.
(૨) પ્રશ્ન પૂછવામાં સમાન તક પુરી પાડવી
(૩) વિષયવસ્તુની સમજૂતી કે ઉદાહરણ આપવામાં કન્યા-કુમાર બંનેના વૈગિંક પૂર્વગ્રહ મુકત ઉદાહરણ પુરા પાડવા
(૪) કન્યા-કુમારને કરવામાં આવતા સંબોધન કરવામાં સન્માનપૂર્ણ ભાષા પ્રયોગ કરવો જોઈએ, જેથી બાળકોમાં તેવી જ સમજ કેળવાય
(૫) વિષયવસ્તુ ભણાવતી વખતે મહાન ચરિત્રો, રોલ મોડેલ, પ્રતિભાશાળી વ્યક્તિના ઉદાહરણમાં સ્ત્રી-પુરૂષ બંનેના ઉદાહરણમાં પુરા પાડવા
(૬) પ્રશ્ન પૂછવાની શૈલીમાં હાવભાવ, અવાજના વર્તન, કન્યા-કુમાર માટે સમાન હોવું જોઈએ. જેથી આત્મવિશ્વાસ જળવાઈ રહે
(૭) વર્ગખંડ અંદર થતી તમામ પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ, ગીત, પઠન, લેખન, કવીઝ, નૃત્ય, ચર્ચા, સભા તમામમાં કન્યા-કુમારને સમાન તક પુરી પાડવી
(૮) વર્ગમાં કે શાળામાં થતી પ્રવૃત્તિ કન્યા-કુમારના મિશ્ર જૂથમાં કરાવવી
(૯) શાળાઓમાં કન્યાઓ માટે મહિલા શિક્ષક હોય તો તેઓ ધ્વારા અઠવાડીયા/પખવાડીયામાં એકવાર કન્યાઓ અને કુમારો સાથે તેમની મૂંઝવણ બાબતે વાર્તાલાપ કરવો. જો મહિલા શિક્ષક ન હોય તો શાળામાં કન્યાઓને પુરૂષ શિક્ષક ધ્વારા સૂચના આપવામાં આવે કે કન્યાઓના કોઈ પ્રશ્નો/મૂંઝવણો (શારીરિક, માનસિક) હોય તો પ્રશ્નપેટીમાં નાખે અને આ પ્રશ્નપેટીમાં આવતા પ્રશ્નોની અઠવાડીયા/પખવાડીયાના અંતે કન્યાઓ સાથે નજીકની શાળાના મહિલા શિક્ષક/આશા વર્કર/ગામની શિક્ષિત મહિલા/એસ.એમ.સી. ના મહિલા સભ્ય બેઠક કરી આ સમસ્યાની ચર્ચા ৬২.
(૧૦) આ પ્રશ્નપેટીમાં કુમારોના પ્રશ્નો/મૂંઝવણો હોય તો પણ નાખી શકે.'
(૧૧) માસિક ધર્મ બાબતે કન્યા અને કુમાર સાથે વાર્તાલાપ કરવામાં આવે. જેથી કુમારો ધ્વારા પણ સદર બાબતની જિજ્ઞાસા સંતોષાય
(૧૨) જે તે શાળામાં કન્યાઓનું સફળતાપૂર્વક શિક્ષણ પૂર્ણ થાય ત્યારબાદ અન્ય શાળામાં/કોલેજમાં આગળના અભ્યાસ માટે પ્રયત્ન કરવા.
* "ફરિયાદ નિવારણ પધ્ધતિ":
૧. શાળા કક્ષાએ ફરિયાદ પેટી રાખવી
૨. દર અઠવાડીયે તેમાં આવેલી ફરિયાદોનો નિકાલ મહિલા શિક્ષિકા ધ્વારા કરવામાં આવે અને તેની સમજ વિકસાવવામાં આવે. જો શાળામાં મહિલા શિક્ષક ન હોય તો એસ.એમ.સી. ના મહિલા સભ્ય/કલસ્ટરની અન્ય શાળાના મહિલા શિક્ષિકા ધ્વારા અઠવાડીયામાં એકવાર આ પ્રક્રિયા કરવામાં આવે.
૩. કન્યાઓના અંગત પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે
૪. શિક્ષકો ધ્વારા કુમારો સાથે અને કન્યાઓ સાથે તરુણાવસ્થાના પ્રશ્નો/મૂંઝવણો બાબતો ચર્ચા થવી જોઈએ.
જેન્ડર રિસ્પોન્સિવ શાળા
- જેન્ડર રિસ્પોન્સિવ શાળા એટલે “જેમાં કુમાર અને કન્યાને ભેદભાવ વગર શિક્ષણ મેળવવા માટે તેમજ શીખવાની પ્રક્રિયામાં સમાન તક મળે અને તેમની જેન્ડર પ્રમાણેની જરુરીયાતો પૂર્ણ થાય તેવા પ્રકારની ભૌતિક સુવિધા તેમજ વાતાવરણ મળી રહે તેવા પ્રકારની શાળા"
- જેન્ડર રિસ્પોન્સિવ શાળા બનાવવા માટે ભૌતિક સુવિધાઓની સાથે સાથે શિક્ષક - આચાર્ય. વાલી – કુમાર-કન્યા અને સમુદાયના સભ્યોની જેન્ડર ભેદભાવમુક્ત ભાગીદારી અને સક્રિયતા ખૂબ મહત્વના છે.
જેન્ડર રિસ્પોન્સિવ શાળા અંગેની સમજ સ્પષ્ટ થશે.
જેન્ડર રિસ્પોન્સિવ શાળા અંગે શિક્ષકની ભૂમિકા સમજશે.
જેન્ડર રિસ્પોન્સિવ શાળાની ભૌતિક સુવિધા
પ્રાર્થના સભા
પ્રાર્થનાસભામાં કન્યા અને કુમાર બેઠક વ્યવસ્થા જાતિગત ભેદભાવમુક્ત ગોઠવવી, જેમ કે, ધોરણ, રોલનંબર, ઉંચાઇ પ્રમાણે ગોઠવી શકાય. પ્રાર્થના ગાવા માટે તેમજ સંગીતના સાધનો વગાડવામાં કુમાર- કન્યાને સમાન તક આપવી. આ માટે રોટેશન કરી શકાય.
વિજ્ઞાન પ્રયોગશાળા
વિજ્ઞાન પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગ કરતી વખતે કુમાર - કન્યાની સમાન રીતે સામેલગીરી થાય તેવા પ્રયત્નો કરવા.
રમતના મેદાન અંગે
૦ કુમાર અને કન્યાને રમત - ગમત માટે પૂરતો, એકસમાન સમય અને રમત-ગમતના સાધનો મળે તે સુનિશ્ચિત કરવુ.
૦ શાળાના મેદાનમાં એવી રમતોનું આયોજન કરવુ કે જેમાં કુમાર-કન્યા સંયુક્ત રમત રમી શકે.
૦ રમતોમાં રુઢિગત માન્યતાઓને બદલી બધી જ રમતો કુમાર- કન્યા સમાન રીતે રમત રમવાની તક પૂરી પાડવી. દા.ત. ક્રિકેટ કન્યા પણ રમી શકે, દોરડા કૂદ, લંગડી કુમાર પણ રમી શકે.
પુસ્તકાલય
૦ કુમાર-કન્યા સમાન રીતે પુસ્તકાલયનો ઉપયોગ કરે તેવી તક પૂરી પાડાવી.
૦ પુસ્તકાલયમાં સ્ત્રી લેખિકા તેમજ સ્ત્રી ચરીત્રોના પુસ્તકો વસાવવા.
શાળા પરિસરમાં સુવિચાર અને ફોટા
૦ શાળા પરિસરમાં સ્ત્રી રોલ મોડેલ અને પુરુષ રોલ મોડેલ બન્ને સમાન સંખ્યામાં હોવા જોઇએ.
૦ સ્ત્રીઓ માટેની પ્રણાલીગત માન્યતાઓ ધરાવતા સુવાક્યો/સુત્રોનો ઉપયોગ ટાળવો.
શાળા પરિસર
૦ શાળાનું મકાન સલામતી પૂર્ણ, સુરક્ષિત તથા હવાઉજાસ વાળુ હોય.
૦ કમ્પાઉંડવોલ અને શાળાનો મુખ્ય દરવાજો સુરક્ષાના ધોરણો સચવાય તેવો હોવો જોઇએ.
૦ શૌચાલયની સુવિધા કુમાર-કન્યા માટે અલગ હોવી જોઇએ.
૦ શૌચાલયના દરવાજા તૂટેલા કે કાણાંવાળા ન હોવા જોઇએ. તેમજ દરવાજા બંધ કરી શકાય તેવા સુરક્ષિત હોવા જોઇએ. શૌચાલયમાં હવાઉજાસ માટે બારી યોગ્ય ઉંચાઇએ હોવી જોઇએ.
૦ શૌચાલયના વપરાશ માટે પાણીની સુવિધા હોવી જોઇએ તેમજ કન્યા શૌચાલયની બહાર ઢાંકણવાળી કચરાપેટી ઉપલબ્ધ હોવી જોઇએ.
૦ સેનેટરી નેપકીન મેળવવાની અને તેના નિકાલની વ્યવસ્થા હોવી જોઇએ.
૦ શૌચાલયની બહાર સાબુ અને નેપકીનની સુવિધા હોય.
૦ શૌચાલયની સફાઇ નિયમિત થવી જોઇએ.
૦ શૌચાલયમાં લાઇટની વ્યવસ્થા અને ચાલુ હાલતમાં હોય.
૦ “હું મારી જાતને ઓળખુ” આ માટે દરેક શાળામાં દર્પણ (અરીસો) હોવો જોઇએ.
જેન્ડર રિસ્પોન્સિવ શાળા અંગે શિક્ષકની ભૂમિકા
૦ આચાર્ય/શિક્ષકો ધ્વારા અપાતી સુચનાઓ જવાબદારી/કામગીરીની વહેંચણીમાં કુમાર – કન્યાને સમાનતા રહે તે મુજબ હોવી જોઇએ.
નોંધ-દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અને આવડત મુજબ બધા જ કાર્યો કરી શકે છે – તેમાં આચાર્ય. શિક્ષકોનો પોતાનો ખ્યાલ સ્પષ્ટ હોય.
સલામતી
૦ શાળામાં ફાયર સેફટી તેમજ સલામતીના બધા જ પાસાની સમયાંતરે ચકાસણી થાય.
૦ ફરિયાદ નિવારણ માટે ફરિયાદ પેટીની સુવિધા કરવી તથા તેના નિરાકરણ માટેની સમયમર્યાદા નક્કી કરવી.
૦ શાળાની દિવાલ પર સેફ્ટી - સિક્યુરીટી માટે ઇમરજન્સી નંબર જેમ કે પોલીસ-૧૦૦, મહિલા સુરક્ષા-૧૮૧ અને ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ ડિસપ્લે કરવા.
જેન્ડર રિસ્પોન્સિવ શાળા અંગે શિક્ષકની ભૂમિકા
➠ પ્રસ્તાવના
જેન્ડર રિસ્પોન્સિવ વર્ગખંડ એટલે "વર્ગ વ્યવહારમાં ચાલતી પ્રક્રિયા કન્યા અને કુમારને સમાન દ્રષ્ટીથી મૂલવી બંનેનો સમાવેશ થાય તે પ્રકારની પ્રવૃત્તિસભર વાતાવરણનું નિર્માણ કરવુંતેમજ વર્ગખંડની ભૌતિક વ્યવસ્થા જેન્ડર બાયસ મુકત હોય તેવા વર્ગખંડને જેન્ડર રિસ્પોન્સિવ વર્ગખંડ કહે છે."
➠ હેતુઓ
૦ કુમાર અને કન્યાને સમાન તક મળે
૦ વર્ગ વ્યવહાર જેન્ડર રિસ્પોન્સિવ બને
➠ વિગતો
૦ વર્ગખંડની ભૌતિક બાબતો
૦ વર્ગખંડમાં લગાવાતા મહાનુભાવોના ફોટામાં સ્ત્રી અને પુરૂષ બંનેના ફોટાને સરખું સ્થાન મળે.
૦ પ્રણાલિગત પ્રવૃત્તિઓના ફોટા/TLM માં સ્ત્રી વ્યવસાયકારોના ફોટો/TLM નો સમાવેશ હોય.
૦ બેઠક વ્યવસ્થા ભેદભાવમુકત હોવી જોઇએ.
૦ દા. ત. કુમાર-કન્યા અલગ ન બેસાડતાં રોલનંબર પ્રમાણે, જન્મ તારીખ પ્રમાણે, ઉંચાઇ મુજબ ગોઠવી શકાય.
➠ વર્ગખંડ વ્યવહાર
૦ વર્ગખંડ વ્યવહારમાં કુમાર અને કન્યાને અપાતી સૂચનામાં જાતિગત પૂર્વગ્રહ મુકત વાકય પ્રયોગ કરવો.
૦ પ્રશ્ન પૂછવામાં અને જવાબ મેળવવામાં સમાન તક કન્યા-કુમાર બંનેના જાતિગત પૂર્વગ્રહ
૦ મુકત ઉદાહરણ પૂરા પાડવા. ૦ કન્યા-કુમારને કરવામાં આવતા સંબોધનમાં સન્માનપૂર્ણ ભાષાનો પ્રયોગ કરવો. જેથી બાળકોમાં તેવી જ સમજ કેળવાય.
૦ વિષયવસ્તુ ભણાવતી વખતે મહાન ચરિત્રો, રોલ મોડેલ, પ્રતિભાશાળીના ઉદાહરણો સ્ત્રી- પુરૂષ બંનેના સમાન પૂરા પાડવા.
૦ જૂથ પ્રવૃત્તિ બાદ પ્રસ્તુતીકરણમાં કન્યાઓને પ્રાધાન્ય આપવું.
૦ પ્રશ્ન પૂછવાની શૈલીમાં હાવભાવ, અવાજના વર્તન, કન્યા-કુમાર માટે સમાન હોવાં જોઇએ. જેથી બંનેનો આત્મવિશ્વાસ જળવાઇ રહે.
૦ વર્ગખંડની અંદર થતી તમામ પ્રવૃત્તિઓ જેવી કે, જૂથ પ્રવૃતિ, પ્રયોગ નિદર્શન, ગીત, પઠન, લેખન, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા, વગેરેમાં તમામ કન્યા-કુમારને સમાન તક પૂરી પાડવી.
૦ વર્ગખંડમાં થતી પ્રવૃત્તિ/જૂથ પ્રવૃત્તિમાં કન્યા-કુમારના મિશ્ર જૂથ બનાવી પ્રવૃત્તિ કરાવવી.
➠ આદર્શ પરિસ્થિતિના ઉદાહરણો
૦ વર્ગખંડમાં વૈજ્ઞાનિકો/વ્યવસાયકારો/રોલ મોડેલ વ્યકિત/રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વ્યકિતઓના ફોટોઓમાં સ્ત્રી-પુરુષ બંનેના ફોટાનો સમાવેશ હોય.
૦ કાર્યની વહેંચણી (દા. ત. સફાઇ, સજાવટ, ભૌતિક સુવિધાઓની ગોઠવણી, બાગાયતી કામ, મોનીટરની પસંદગી માટે, વિવિધ સમિતિની રચનામાં કુમાર-કન્યાની સમાન ભાગીદારી હોય)
૦ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કન્યા અને કુમારની સરખી સામેલગીરી હોવી જોઇએ. (દા. ત. સ્વાગત ગીત, અભિનય ગીત, કુમાર પણ કરી શકે અને વ્યાયામના દાવ કન્યા પણ કરી શકે.)
૦ વર્ગખંડમાં રમાડવામાં આવતી રમતો કન્યા-કુમાર બંને સાથે મળીને રમી શકે તેવું વાતાવરણ હોવું જોઇએ.
➠ સમાપન
શિક્ષકે એ ખાસ ધ્યાન રાખવાનું થાય કે વર્ગખંડ વ્યવહારમાં થતી ગતિવિધિ અને પ્રક્રિયા બાળકોની શીખવાની પ્રક્રિયા પર અસર કરે છે અને આ અસર તેના રોજિદા વ્યવહાર પર જોવા મળે છે. જેથી શિક્ષકે પોતાને વ્યવહાર/શીખવા-શીખવવાની પ્રક્રિયા જેન્ડર ભેદભાવ મુકત હોય તેનું ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે.
જેન્ડર રિસ્પોન્સિવ શાળા અને સમુદાય
➠ પ્રસ્તાવના
શાળાએ સમાજનું દર્પણ છે. સમાજમાં થતી ઘટનાઓનું પ્રતિબિંબ શાળા કક્ષાએ પ્રતિપાદિત થતુ હોય છે. સામે પક્ષે શાળામાંથી જે શિખવા મળે છે, જાણવા મળે તે કન્યા-કુમાર માટે ખુબ મહત્વ ધરાવતું હોય છે. ત્યારે શાળા અને સમુદાય બંનેના વ્યવહાર સાથે તાદાત્મય સધાય એ ખુબ અનિવાર્ય છે. જેથી સમુદાય પણ જેન્ડર ભેદભાવ વિશે સંવેદનશીલ બને તે જરૂરી છે.
➠ હેતુઓ
૦ સમુદાય જેન્ડર ભેદભાવ સમજે, અને જેન્ડર સમાનતા માટે સંવેદનશીલ બને
૦ શાળા અને સમુદાય જેન્ડર સંવેદનશીલતા માટે તાદાત્મય સાધે
➠ વિગત
૦ શાળાની ભૂમિકા
૦ શાળા કક્ષાએ થતી SMC મિટિંગમાં સ્ત્રી-પરુષને મત રજુ કરવાની અને નિર્ણય લેવાની સમાન તક મળે તે પ્રકારનું વાતાવરણ હોય.
૦ કન્યા-કુમારના જેન્ડર ભેદભાવને દૂર કરવા જેન્ડર સમાનતાને લયતા વકતવ્યો, નાટકો, ગીતો અને સેમિનારનું આયોજન કરી શકાય. તેમજ તેને લગતી ફિલ્મો બતાવી શકાય.
૦ કન્યા-કુમારનો જેન્ડર ભેદભાવને લગતાં પ્રશ્નો મૂંઝવણો અંગે SMC સભ્યો, વાલી અને સમુદાય સાથે ચર્ચા યોજી શકાય.
૦ કન્યા-કુમાર સાથે શાળામાં સમાનતા, સ્વતંત્રતા, ભાવપૂર્ણ અને ભેદભાવરહિત સૌહાર્દપૂર્ણ વ્યવહાર હોય,
૦ કન્યા-કુમારમાં થતાં કિશોરા વસ્થામાં (જાતીય) ને લગતા પરિવર્તન અંગે વાલી, સમુદાય અને SMC ના સભ્યો સાથે મિટિંગ દરમિયાન મુકત મને ચર્ચા યોજી શકાય.
➠ સમુદાયની ભુમિકા
૦ SMC અને સમુદાય કન્યા-કુમારને એક સમાન શિક્ષણ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડે o SMC નામહિલા સભ્યો કુમાર-કન્યાના જાતિય ફેરફારો તથા સમસ્યા અંગે આશાવર્કર/
૦ આંગણવાડી/નર્સ સાથે રહી તેમના સંપર્કમાં રહી ગામની મહોલ્લા મિટિંગ અન્ય મહિલાઓ સાથે ચર્ચા કરે.
૦ શાળા કક્ષાએ પણ SMC સભ્યો દ્વારા આશાવર્કર/આંગણવાડી/નર્સ મારફત કન્યા કુમારને કિશોરાવસ્થાની સમસ્યા અને માર્ગદર્શન અંગે સેમિનારનું આયોજન કરી શકાય.
➠ આદર્શ પરિસ્થિતિનું ઉદાહરણ
૦ SMC સભ્યોની બેઠક વ્યવસ્થા એવી રીતે ગોઠવો કે મહિલા સભ્યો લાજ કાઢવા વગર મિટિંગમાં સહભાગી થઇ શકે.
૦ શાળા કક્ષાએ યોજાતા કિશોરાવસ્થાને લગતા સેમિનારોમાં SMC સભ્યોની હાજરી હોય.
૦ શાળા સિવાયના વાતાવરણમાં પણ જેન્ડર ભેદભાવ રહિત વાતાવરણ મળી શકે રહે, તે માટે સમુદાય પણ હકારાત્મક અભિગમ કેળવે.
➠ સમાપન
શાળા અને સમુદાય જેન્ડર સમાનતા અંગે તાદાત્મય સાથે જેથી કન્યા-કુમારને શાળા તેમજ સમુદાયમાં જેન્ડર સમાનતાને લગતું સમાન વાતાવારણ મળી રહે તેમજ સમુદાયમાં પણ સ્ત્રી-પુરુષ સમાનતા અંગે સમજ કેળવે.
જેન્ડર ઑડીટ માટેની સૂચિત યાદી
- શાળા તાલુકો અને જિલ્લો :-
- વર્ગ (કેટલા ધોરણ છે) :-
- કુલ સંખ્યા :-
- તે પૈકી કન્યાઓની સંખ્યા :-
તપાસ યાદી
(અ) શાળાનુ ભૌતિક વાતાવરણ
૧. શાળાની દિવાલો પર લગાવેલ મહાન ચરિત્રોના ફોટા અને સુવાકયોમાં મહિલાઓનું સ્થાન છે?૨. શાળામાં કન્યાઓને સેનેટરી નેપકીન મળી રહે તેવી વ્યવસ્થા છે ?
3. શાળામાં સેનેટરી નેપકીનના નિકાલની વ્યવસ્થા છે ?
૪. મહિલા શિક્ષકો દ્વારા MHM (Menstrual Hygiene Management) - માસિક સંબંષિ આરોગ્ય અને સ્વચ્છતા વ્યવસ્થાપન માટે કન્યાઓ સાથે ચર્ચા કરવામાં આવે છે ?
૫. શાળામાં કન્યા/મહિલા સુરક્ષા માટેના કોઇ પ્રકારના હેલ્પલાઇન નંબર ડિસપ્લે કરેલા છે ?
૬. કન્યાઓ માટે અલગ પૂરતાં અને ઉપયોગમાં લેવાય તેવા ટોયલેટની વ્યવસ્થા ?
૭. કમ્પ્યુટરનો ઉપયોગ બંને દ્વારા થાય છે ?
૮. વાયબ્રેરીનો ઉપયોગ બંને દ્વારા થાય છે ?
૯. બધા જ પ્રકારના સંગીત અને અન્ય સાધનો કન્યાઓ દ્વારા વાપરવામાં આવે છે કે કેમ?
૧૦. કન્યાઓને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવે છે ?
૧૧. બધા જ પ્રકારના રમત-ગમત અને વ્યાયામના સાધનો કન્યાખો દ્વારા ઉપયોગમાં આવે છે કે કેમ ?
(બ) શાળાનુ શૈક્ષણિક વાતાવરણ
૧૨. વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા વૈગિક પૂર્વગ્રહ વગરની છે ?૧૩. પ્રાર્થના સભામાં બેઠક વ્યવસ્થા વૈગિક પૂર્વગ્રહ વગરની છે?
૧૪. પ્રાર્થના સભામાં કન્યા અને કુમારની સામેલગીરી સમાન અને સક્રિય છે ?
૧૫. કોઇ પણ વિષયમાં વર્ગ વ્યવહાર દરમિયાન અપાતા ઉદાહરણો વૈગિક પૂર્વગ્રહ મુક્ત છે ?
૧૬. શાળામાં બાળ સંસદ કાર્યરત છે ?
૧૭. શાળામાં સફાઇ સંબંધિત કામગીરી વૈગિક પૂર્વગ્રહ મુક્ત છે ?
૧૮. શાળામાં બાળકોને સોંપવામાં આવેલ કામગીરીની વહેંચણી/જવાબદારીમાં લૈંગિક પુર્વગ્રહ તો નથી ને? દા.ત. અમુક કામ કન્યાઓ અને અમુક કુમારો જ કરે
૧૯. શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોમાં બંનેની સામેલગીરી વૈગિક પૂર્વગ્રહ મુકત છે?
૨૦. કન્યાઓને વર્ગખંડમાં કે શાળાની અન્ય પ્રવ્રુતિઓમાં જૂથલીડર બનાવવામાં આવે છે ?
૨૧. એસ.એમ.સી. વાલી સભ્યોમાં કન્યા-વિદ્યાર્થીના વાવી સભ્ય છે ?
રર. મેદાનમાં કન્યા અને કુમારને સંયુક્ત રમતોનું આયોજન થાય છે?
(ક) શિક્ષક વિદ્યાર્થી આંતર વ્યવહાર
૨૩. વર્ગ વ્યવહાર દરમિયાન કન્યા અને કુમાર પુરતા પ્રમાણમાં પ્રશ્નો પૂછે છે ?૨૪. શિક્ષક દ્વારા બંનેને પ્રશ્નો પૂછવાની અને સામેલગીરીની આવૃત્તિ એક સરખી છે ?
૨૫. શિક્ષક અને સહપાઠીઓ દ્વારા કન્યાઓને કરાતા સંબોધનમાં માન જળવાય છે?
૨૬. શાળામાં અલગથી શિક્ષક દ્વારા કુમારો સાથે તરૂણાવસ્થાના પ્રશ્નો/મુંઝવણો બાબતે ચર્ચા કરવામાં આવે છે?
૨૭. શાળામાં અલગથી શિક્ષક દ્વારા કન્યાઓ સાથે તરણાવસ્થાના પ્રશ્નો /મુંઝવણો બાબતે ચર્ચા કરવામાં આવે છે ?
૨૮. શાળામાં બાળકોના અંગત પ્રશ્નો/મૂંઝવણો માટે કરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા છે ?
* આ યાદીમાં કોઇ વિશેષ વાત ઉમેરવા થારે તો તે આવકાર્ય છે.
0 Comments