Swift Chat પર ધોરણ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઇન/ફેસ ટુ ફેસ મોડની તાલીમ Link અને જવાબોની pdf

ક્રમાંક:જીસીઇઆરટી/તાલીમ/2024-25/14309-14416 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ્દ 'વિદ્યાભવન' સેકટર-૧૨, ગાંધીનગર
Email: gcerttraining@gmail.com
તારીખ : 11-07-2024
નિયામક

પ્રતિ,
પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ


વિષયઃ ધોરણ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઇન/ફેસ ટુ ફેસ મોડની તાલીમ બાબત

શ્રીમાન,
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીને સમર્થન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષણ વ્યવસ્થામાં થઇ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ તેમ જણાવેલ છે. આ નીતિને નિશ્ચિતપણે પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનપાત્ર અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવી પડશે કારણકે શિક્ષક જ આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે. આ નીતિ દ્વારા શિક્ષકોને સક્ષમ બનાવવા માટે પ્રત્યેક સંભવ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે કે જે નાથી તેઓ પોતાના કાર્યને અસરકારક રીતે કરી શકે જેના માટે શાળાના વર્ગવ્યવહારમાં ગુણવત્તા લાવવા જવાબદારીની મૂળભૂત પ્રક્રિયાઓ કરવા માટે પદ્ધતિસરના પગલાં લઇને સેવાકાલીન તાલીમ કાર્યક્રમો સુદૃઢ અને અસરકારક કરવા માટે તથા શિક્ષણના વ્યવસાયને ઉચ્ચ દરજ્જો આપવા માટે શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટેના પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભાર આપવામાં આવ્યો છે.

મહત્ત્વપૂર્ણ લિંક્સ



તાલીમ મોડ્યુલના જવાબો












NEP 2020 પ્રકરણ - 5 માં સતત વ્યાવસાયિક વિકાસ (Continuous Professional Development CPD) અંતર્ગત મોદ્દો 5.15 જણાવે છે કે "Teachers will be given continuous opportunities for self-improvement and to learn the latest innovations and advances in their professions." આ માટે રાજયના ધોરણ 3 થી 10 ના તમામ શિક્ષકો માટે ઓન લાઇન અને ફેસ ટુ ફેસ એમ બંને મોડમાં તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

ઓનલાઇન તાલીમમાં મોડ્યૂલ -1 માં 10 કોર્ષ અને મોડ્યૂલ -2 માં બીજા 10 કોર્ષનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ, બંને મોડયુલ્સમાં કુલ 20 કોર્ષ (એકમો) સમાવિષ્ટ હશે અને તેને શિક્ષકો માટેની 50 કલાકની (Continuous Professional Development - CPD) વ્યવસાયિક સજ્જતા તાલીમ સાથે સાંકળી લઇ પ્રથમ મોડ્યૂલની 10 કલાક અને બીજા મોડ્યૂલની 10 કલાક એમ કુલ 20 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ તરીકે ગણવાનું નક્કી કરવામાં આવેલ છે.

હાલ, પ્રથમ મોડ્યૂલ-1 ઓનલાઇન તાલીમ તા.15-7-2024 થી શરૂ કરવામાં આવનાર છે, મોડ્યુલ -૧ ની તાલીમ તા.15-7-2024 થી તા.15-8-2024 સુધીમાં મેળવવાની રહેશે. અને મોડ્યૂલ-2 ની તાલીમ તા.16-8-2024 થી તા.15-9-2024 સુધીમાં મેળવવાની રહેશે.

મોડ્યૂલ -1 માં સમાવિષ્ટ કોર્ષના નામ નીચે મુજબ છે.

Swift Chat તાલીમમાં કોર્ષના નામ

  1. NEP 2020 - શિક્ષકની ભૂમિકા
  2. SCF ની મુખ્ય બાબતોની સમજ
  3. FLN Implementation
  4. અધ્યયન નિષ્પત્તિની સમજ અને વિષયવસ્તુ સાથે જોડાણ
  5. શિક્ષણમાં વિષયો વચ્ચેનો અનુબંધ
  6. અસરકારક વર્ગખંડ સંચાલન
  7. Educational Achievement Survey
  8. માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી
  9. G-SHALA+ નો ઉપયોગ
  10. 10 Bag less Day Implementation

• શિક્ષક મિત્રો સ્વીફ્ટ ચેટનો ઉપયોગ કરે છે તેમ બોટના ઉપયોગથી આ કોર્ષમાં જોડાવવાનું રહેશે. દરેક શિક્ષકે જોડાવવા માટે પોતાની શાળાનો કોડ અને પોતાનો ટીચર કોડ એન્ટર કરવાનો રહેશે આ https://web.convegenius.ai/bots?botid=0241493104972768 લિંકના માધ્યમથી તાલીમમાં જોડાવાનું રહેશે

• રજીસ્ટ્રેશનમાં આપેલ વિગતો પૈકી લાગુ પડતી વિગતો ફરજિયાત ભરવાની રહેશે

• આ તાલીમ દરમિયાન તાલીમમાં જોડાવવા સંબંધી તેમજ શૈક્ષણિક પ્રશ્નો કે મુશ્કેલીઓ માટે સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સંપર્ક કરવાનો રહેશે.

• 15 ઓગષ્ટ-2024 પછી ફેસ ટુ ફેસ મોડમાં ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે પ્રથમ સત્રમાં ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવશે. જેમાં લર્નીંગ આઉટકમ્સ આધારિત વિવિધ ઇનોવેટીવ પેડાગોજી આધારિત ધોરણવાર વિષયવારનું શિક્ષણ કાર્ય, NEP 2020 માં સૂચવ્યા અનુસાર ક્લાસરૂમ ટ્રાન્જે કશમાં મદદરૂપ થઇ શકે તેવા વિષયો આવરી લેવામાં આવેલ છે.
• આ તાલીમ વિષે અને મોડ્યૂલમાં કઇ રીતે જોડાવવું તેના માટે તા.12-7-2024 ના શુક્રવારના રોજ બપોરે 4.00 કલાકે બાયસેગના માધ્યમથી ચેનલ નં. 5 ઉપરથી ટેલીકોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ 3 થી 10 ના તમામ શિક્ષકશ્રીઓએ જોડાવવા સારૂ આપની કક્ષાએથી સૂચના આપવાની રહેશે.

(પી. કે. ત્રિવેદી) નિયામક જીસીઇઆરટી ગાંધીનગર

Post a Comment

0 Comments