PM પોષણ યોજના (મધ્યાહન ભોજન) મેનુમાં 01/09/2024 થી થશે નવો ફેરફાર

·

પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજનાના દૈનિક વાનગી મેનુમાં ફેરફાર કરવા બાબત પરિપત્ર ઠરાવ

ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ
સચિવાલય, ગાંધીનગર

સંદર્ભ:
૧. શિક્ષણ વિભાગનો તા.૨૪/૦૩/૨૦૨૦નો ઠરાવ ક્રમાંક:મભય-૧૦૨૦૧૭-૧૮૮-આર
૩. માન. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૬/૧૦/૨૦૨૨ ના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાની સ્ટીયરીંગ કમ મોનીટરીંગ બેઠકની કાર્યવાહી નોંધ.
૫. કમિશનર પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજનાની કચેરીના તા.૨૩/૦૭/૨૦૨૪ ના પત્ર ક્રમાંક:CMMS/0071/07/2024 થી મળેલ દરખાસ્ત

આમુખ :
પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજના હેઠળ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે.

શિક્ષણ વિભાગના સંદર્ભ ક્રમાંક-(૧) સામેના ઠરાવથી પી.એમ. પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા ભોજનનું દૈનિક વાનગી મેનુ નિયત કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) સામેના ઠરાવ મુજબ પી.એમ. પોષણ યોજના અંતર્ગત અઠવાડિયામાં એક દિવસ બાળકોને સુખડી આપવામાં આવે છે.

માનનીય મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૬/૧૦/૨૦૨૩ ના રોજ મળેલ રાજ્ય કક્ષાની સ્ટીયરીંગ કમ મોનિટરીંગ બેઠકમાં ઉક્ત મેનુના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ જરૂરી સુધારા-વધારા કરવા સૂચન થયેલ હતુ.

આથી, પીએમ પોષણ યોજનાના દૈનિક વાનગી મેનુમાં બદલાવ કરી સરકારશ્રી તરફથી નિયત થયેલ અનાજ, કઠોળ, તેલ અને લીલા શાકભાજીના જથ્થાના પ્રમાણ તથા ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર નિયત થયેલ કેલરીનું પ્રમાણ જાળવી સમગ્ર રાજ્યમાં એકસાથે અમલમાં મુકી શકાય તે મુજબનું વાનગી મેનુ નિયત કરવા સંદર્ભ ક્રમાંક-(૪) સામેના ઠરાવથી નિયત થયેલ ટેકનિકલ એડવાઈઝરી કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ.

જે મુજબ કમિશનર પી.એમ. પોષણ યોજનાની કચેરીના સંદર્ભ ક્રમાંક-(૫) સામેના પત્રથી પી.એમ.પોષણ યોજના માટેનું દૈનિક વાનગી મેનુમાં ફેરફાર કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી જે વિચારણા હેઠળ હતી

ઠરાવ :

સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે પી.એમ. પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા ભોજન માટે નીચે મુજબ દૈનિક વાનગી મેનુ નિયત કરવાનું આથી ઠરાવવામાં આવે છે.


અઠવાડિયાનું મેનુ 

સોમવાર
(૧) વેજ પુલાવ+દેશી આખા ચણાનું શાક
• ધોરણ ૧ થી ૫-ચોખા ૧૦૦ ગ્રામ, ચણા - ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૫૦ ગ્રામ
• ધોરણ ૬ થી ૮-ચોખા ૧૫૦ ગ્રામ, ચણા - ૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૭૫ ગ્રામ
(૧) દાળ ઢોકળી+ લીલું શાક

મંગળવાર
• ધોરણ ૧ થી ૫-ઘઉં ૧૦૦ ગ્રામ, કઠોળ દાળ ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી-૫૦ ગ્રામ
ધોરણ ૬ થી ૮- ઘઉં ૧૫૦ ગ્રામ, કઠોળ દાળ-૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી - ૭૫ ગ્રામ
(૧) ખીચડી શાક અથવા (૨) દાળ-ભાત અને શાક

બુધવાર
• ધોરણ ૧ થી ૫- ચોખા ૧૦૦ ગ્રામ, ચણા - ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૫૦ ગ્રામ
• ધોરણ ૬ થી ૮- ચોખા-૧૫૦ ગ્રામ, ચણા - ૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૭૫ ગ્રામ

ગુરૂવાર
(૧) દાળ ઢોકળી+ લીલું શાક+ સુખડી (સુખડી યોજના અંતર્ગત)
• ધોરણ ૧ થી ૫- ઘઉં ૮૦ ગ્રામ, કઠોળ દાળ - ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી - ૫૦ ગ્રામ. સુખડી યોજના હેઠળ ઘઉં - ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, ગોળ-૧૫ ગ્રામ
• ધોરણ ૬ થી ૮- ઘઉં-૧૨૫ ગ્રામ, કઠોળ દાળ- ૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી - ૭૫ ગ્રામ. સુખડી યોજના હેઠળ ઘઉં - ૨૫ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, ગોળ-૨૦ ગ્રામ
(૧) વેજીટેબલ મુઠિયા+ આખા ચણાનું શાક અથવા

શુક્રવાર
(૨) થેપલા અને આખા ચણાનું શાક
ધોરણ ૧ થી ૫- ઘઉં ૧૦૦ ગ્રામ, ચણા - ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી - ૫૦ ગ્રામ • ધોરણ ૬ થી ૮- ઘઉં ૧૫૦ ગ્રામ, ચણા - ૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી - ૭૫ ગ્રામ
(૧) વેજ.ખીચડી અથવા
(૨) ખારીભાત (શાકભાજી સહિત) અને કઠોળ દાળ અથવા

શનિવાર
(૩) કઠોળ દાળ સહિતનો વેજ. પુલાવ
• ધોરણ ૧ થી ૫- ચોખા ૧૦૦ ગ્રામ, કઠોળ દાળ- ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી-૫૦ ગ્રામ.
• ધોરણ ૬ થી ૮- ચોખા ૧૫૦ ગ્રામ, કઠોળ દાળ- ૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી-૭૫ ગ્રામ.

ઉપર મુજબના મેનુનો અમલ તા.૦૧/૦૯/૨૦૨૪ થી કરવાનો રહેશે.


રાજ્યના જે વિસ્તારમાં એન.જી.ઓ. દ્વારા આપવામાં આવતા ભોજન માટે અલગથી મેનુ નિયત કરવામાં આવેલ છે ત્યાં તે મુજબ જ વાનગી-મેનુનો અમલ કરવાનો રહેશે.

ઉપર કોષ્ટકમાં દર્શાવેલ વાનગીઓમાં ઋતુ પ્રમાણે લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.

પી.એમ. પોષણ યોજના માટે નિયત થયેલ દૈનિક જથ્થો, કેલરી અને પ્રોટીનની માત્રા જળવાઈ રહે

તે મુજબ સ્થાનિક સ્વાદ-રૂચીને ધ્યાનમાં લઈ, કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમ

મોનિટરીંગ સમીતીની મંજુરી મેળવી જરૂર જણાયે વાનગીમાં ફેરફાર કરી શકાશે.

આ ઉપરાંત, જે તે દિવસના મેનુ મુજબ જરૂરી કઠોળ-દાળ કે ચણાનો જથ્થો ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં જે કઠોળ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી નિયત થયેલ કેલરી-પ્રોટીન મુજબનું ભોજન બાળકોને આપવાનું રહેશે.

આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ઇ- ફાઈલ પર સરકારશ્રીની તા.૧૩/૦૮/૨૦૨૪ ના રોજ મળેલ અનુમતી અન્વયે બહાર પાડવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(આર. જે. ચૌધરી) સેક્શન અધિકારી શિક્ષણ વિભાગ

Subscribe to this Blog via Email :