નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો કરવા બાબત.
ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક: પગર/૧૦૨૦૧૬/ઓ-૪૬૧/પગાર એકમ (પી) સચિવાલય, ગાંધીનગર તા.૩૦/૧૧/૨૦૨૪
વંચાણે લીધા :
(1) G.R.: Finance Department No-PGR-1016-(1)-Pay Cell, Dated 16/8/2016.
(2) GR: Finance Department No-PGR-1016-7-Pay Cell (P), Dated 15/10/2016
(3) નાણા વિભાગનો તા.૪/૭/૨૦૨૪નો ઠરાવ ક્રમાંક:-વલભ-૧૦૨૦૧૬-જીઓઆઇ-૭-ચ.
(४) No.28/03/2024-P&PW(B) Gratuity/9559, Office memorandum of Government of India, dated: 30/5/2024.
આમુખ:-
વંચાણે લીધેલ ક્રમાંક: (૨) થી રાજ્ય સરકાર દ્વારા સાતમા પગારપંચની પગાર સુધારણા અન્વયે તા.૧/૧/૨૦૧૬ કે ત્યારબાદ નિવૃત્ત થયેલ/અવસાન પામેલ કર્મચારીઓને પેન્શન બાંધણી/ સુધારણા અને અન્ય નિવૃત્તિ લાભો અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક: (4) ના ભારત સરકારના તા.૩૦/૫/૨૦૨૪ના ઓફીસ મેમોરેન્ડમથી સાતમા કેન્દ્રિય પગારપંચની ભલામણો અન્વયે તા.૧/૧/૨૦૨૪થી નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદામાં ૨૫%નો વધારો કરીને રૂ. ૨૫ લાખ કરેલ છે. સદર જોગવાઇ અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને પગાર સુધારણા અન્વયે તા.૧/૧/૨૦૨૪ કે ત્યારબાદ નિવૃત્ત થયેલ/અવસાન પામેલ કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવાની બાબત વિચારણા હેઠળ હતી.
ઠરાવ:-
२. રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને લાગુ કરવા અંગેના અત્રેના તા.૧૫/૧૦/૨૦૧૬ના ઠરાવની જોગવાઇ ક્રમાંક: ૬(૨)માં તા.૧/૧/૨૦૨૪ કે ત્યારબાદ નિવૃત્ત/અવસાન થયેલ સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદા રૂ.૨૦ લાખથી વધારીને રૂ.૨૫ લાખ કરવા આથી ઠરાવવામાં આવે છે.
3. તા.૧૫/૧૦/૨૦૧૬ના ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
Gratuity 25% વધારા ઠરાવ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો