CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે હિતકારી નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નિવૃતિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્ત્મ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલાં જે 20 લાખ મળતા હતા તેના બદલે હવે 25 લાખ રૂપિયા ગ્રેજ્યુઇટી આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત થતા તમામ કર્મચારી-અધિકારીઓને આનો લાભ મળશે.
25% increase in the maximum limit of gratuity
ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે CM નો મહત્ત્વનો નિર્ણય કરાયો છે . સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25% નો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય 30 નવેમ્બરના રોજ જાહેર કર્યો છે.
કર્મચારી હિતલક્ષી નિર્ણય:
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 30, 2024
રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી રૂ. 25 લાખની મર્યાદામાં આપવાનો…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ હિતલક્ષી નિર્ણયને કારણે હવે રાજ્ય સરકારના તમામ કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને આનો લાભ મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો પણ નાણાં વિભાગ જારી કરશે. સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી છે, તેમના રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઈટીની મર્યાદા વધારાઈ છે જેના કારણે એક ખુશીનો માહોલ સર્જાયો છે.
• રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. 53.15 કરોડનું ભારણ આવશે.
કેન્દ્ર સરકારના ધોરણે મળશે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી
પહેલાં 20 લાખ રૂપિયા મળતા હતા તેમાં મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ તારીખ 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે.
25% increase in the maximum limit of retirement gratuity and death gratuity for Gujarat government employees and officers