સૈનિક સ્કૂલ પરીક્ષા : ૨૦૨૫-૨૬
સૈનિક સ્કૂલ માં પ્રવેશ મેળવવા માટે ખુશ ખબર 🥳
ધી નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( NTA ) ભારત સરકાર દ્વારા ભારતના ૧૯૦ શહેરમાં આવેલી સૈનિક સ્કૂલ /ન્યુ સૈનિક સ્કૂલમાં ધો :૬ અને ધો :૯ માં પ્રવેશ મેળવવા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા -૨૫ ( AISSEE-2025 ) માટે ઓનલાઈન અરજી તા :૨૪-૧૨-૨૦૨૪ થી તા :૧૩-૧-૨૦૨૫ સાંજના ૫ કલાક સુધી કરી શકાશે.આ પરીક્ષાની પધ્ધતિ પેન પેપર ( OMR Sheets Based ) Multiple Choice Questions ની રેહશે.અરજદારની ઉંમર તા: ૩૧-૩-૨૦૨૫ ના રોજ ૧૦ થી ૧૨ વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે.છોકરીઓ માટે ફકત ધોરણ :૬ માં જ પ્રવેશ મળશે.
Sainik School Entrance Exam Application Form |
પરીક્ષા ફી :-
#'રૂ ૮૦૦/- જનરલ /ઓબીસી ( NCL )/ડિફેન્સ / એક્ષ સર્વિસમેન
# રૂ ૬૫૦/- એસ.સી./એસ.ટી. માટે
ફી ઓનલાઈન ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ભરવાની રેહશે
√ ફી 14.1.2025 સુધી ભરી શકાશે.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે
https://exams.nta.ac.in/AISSEE
હેલ્પ લાઈન નંબર
+91-11-40759000
વેબસાઈટ : www.nta.ac.in
Sainik School Admission 2025 Exam Form Start Know Website સૈનિક સ્કૂલ એડમિશન2025 એક્ષામ ફોર્મ સ્ટાર્ટ જાણો વેબસાઈટ
સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. સોસાયટી સૈનિક શાળાઓ ચલાવે છે. સૈનિક શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાઓ છે. સૈનિક શાળાઓ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારીઓ માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે. હાલમાં દેશભરમાં કુલ 33 સૈનિક શાળાઓ છે.
- હાલ ગુજરાતમાં જામનગર જિલ્લામાં
- બાલાછડી ખાતે એક સૈનિક સ્કુલ આવેલી છે, તે ઉપરાંત વર્ષ (૨૦૨૩-૨૪) થી નવી ત્રણ સૈનિક સ્કુલ વિસાવદર, મહેસાણા તથા પાલનપુર ખાતે શરૂ થઈ ગઈ છે.
- સૈનિક શાળાઓ ધોરણ ૬ અને ધોરણ ૯ મા ધોરણમાં પ્રવેશ આપે છે . પ્રવેશ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા ( AISSEE ) ના મેરિટ પર આધારિત છે.
- સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે.
- ભારતની મુખ્ય ૩૩ સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવશે.
પરીક્ષાની તારીખ
પછી થી વેબ સાઈટ પર મુકાશે.
FaQ