ગુણોત્સવ 2.0 GSQAC સ્કૂલ એક્રેડિટેશન (વર્ષ 2024–25) અંતર્ગત શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની કામગીરી શરુ કરવા બાબત GCERT દ્વારા આ લેટર કરવામાં આવ્યો છે.
જે મુજબ શૈક્ષણિક વર્ષ 2024 — 25 દરમિયાન નીચે મુજબના ચાર સોપાનમાં સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરાનાર છે.
1. સ્વ-મૂલ્યાંકન
2. વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન
3. રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ થતા ડેટા આધારિત મૂલ્યાંકન
4. ક્રોસ વેરિફિકેશન
આ સમગ્ર પ્રક્રિયાની સમજ માટે સંદર્ભ 2 અને 3માં દર્શાવેલ માર્ગદર્શિકાઓ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી- શાસનાધિકારીશ્રીના માધ્યમથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન—એઇડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલવામાં આવેલ છે.
ગુણોત્સવ મૂલ્યાંકન 2024-25 |
સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી અસરકારક રીતે થાય તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો, BRC Co.s, CRC Co.s, આશ્રમ શાળાઓના આચાર્યો માટેની એક દિવસીય ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવેલ છે. તેમજ આગામી 26/12/2024 સુધીમાં SVS કન્વીનર્સ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો માટે સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એક દિવસીય ઓરિએન્ટેશન તાલીમનું આયોજન કરેલ છે. સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા સંબંધે પ્રત્યેક CRC કો—ઓર્ડીનેટર્સ દ્વારા તેમના ક્લસ્ટરની શાળાઓના આચાર્યો અને શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યાં હશે.
આ ઉપરાંત શાળાના આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષકશ્રીઓ તેમજ CRC કો— ઓર્ડીટર્સશ્રીઓને સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક સંબંધે જરૂરી મર્ગદર્શન મળી રહે તે હેતુથી આ અંગેના ઓનલાઇન કોર્સિસ DIKSHA Portal પર મૂકવામાં આવેલ છે. આમ, શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયાની સમજ ઊભી કરવા વિવિધ માધ્યમથી પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે.
શૈક્ષણિક વર્ષ 2024 - 25 દરમિયાન યોજાનાર ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન) પ્રક્રિયાના ચાર સોપાન પૈકી પ્રાથમિક વિભાગમાં પ્રથમ સોપાનની કામગીરી શાળા કક્ષાએ અને બીજા સોપાનની કામગીરી શાળાના સંબંધિત CRC Co.s દ્વારા કરવાની છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ બંને સોપાનની કામગીરી શાળા કક્ષાએ કરવાની છે. જ્યારે પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ત્રીજું સોપાન એ શાળા દ્વારા રાજ્યને ઓનલાઇન સબમિટ કરવામાં આવતા ડેટા સંબંધિત છે. શાળા દ્વારા ઓનલાઈન ડેટા સબમિટ ન થવાને કારણે રાજ્ય કક્ષાએ શાળાના ડેટાની અનુપલબ્ધિના કિસ્સામાં શાળાના ગ્રેડ પર તેની અસર પડી શકે છે. આથી શાળાઓ દ્વારા શિક્ષણ વિભાગની સૂચનાનુસાર નિયમિત ડેટા સબમિટ થાય તે આવશ્યક છે.
વર્ષ 2024 - 25 માટે સ્કૂલ એક્રેડિટેશનમાં શાળા અને CRC કક્ષાએ કરવાની કામગીરીનો સમયગાળો નીચે દર્શાવ્યા અનુસાર છે. જેમાં શાળાઓ અને CRC કો—ઓડીનેટર્સ દ્વારા ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન) ની માર્ગદર્શિકા અનુસાર નીચે દર્શાવ્યા મુજબની કામગીરી પૂર્ણ કરી તેનો ડેટા સબમિટ કરવાનો રહેશે.
સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન
કામગીરીનો સમયગાળો : 30/12/2024 થી 18/01/2025
ગુણોત્સવ મૂલ્યાંકન તારીખ 2024-25 |
સોપાન અને કામગીરી માટેની જવાબદારી
✒️ સ્વ-મૂલ્યાંકન
પ્રાથમિક વિભાગ (સરકારી, ગ્રાન્ટ-ઈન- એઈડ શાળાઓ)
- શાળાના મુખ્ય શિક્ષકશ્રી
- શાળાના આચાર્યશ્રી
- શાળાના આચાર્યશ્રી
✒️ વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન
પ્રાથમિક વિભાગ (સરકારી, ગ્રાન્ટ-ઈન- એઈડ શાળાઓ)
- CRC કો-ઓડીનેટર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ)
- શાળાના આચાર્યશ્રી
આશ્રમ શાળાઓ
- CRC કો-ઓડીનેટર
ઉક્ત સમયગાળા દરમિયાન તમામ શાળાઓમાં સ્વ—મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આપની કક્ષાએથી તમામ શાળાઓ અને CRC કો-ઓર્ડીનેટર્સશ્રીઓને સૂચના આપવા તથા જરૂરી ફોલોઅપ લેવા જણવવામાં આવે છે.
નોંધઃ પ્રાથમિક શાળાઓએ સ્કૂલ એક્રેટિટેશનની કામગીરી માટે GSQAC- Survey Tool (ગુણોત્સવ 2.0 ચેટબોટ)નો ઉપયોગ કરવાનો રહેશે. નીચે આપેલ QR કોડની મદદથી GSQAC - Survey Tool એક્સેસ કરી શકાશે.
ગુણોત્સવ 2.0 મૂલ્યાંકન માર્ગદર્શિકા, પરિપત્ર અને તમામ સાહિત્ય ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ગુણોત્સવ 2.0 મૂલ્યાંકન લીંક
મેં હમણાં જ SwiftChat પર GSQAC - Survey Tool chatbot 💬 શોધ્યું. તે એક રોમાંચક નવો અનુભવ 🤩 છે, તપાસો: https://cgweb.page.link/H5rhXfBns8cJGc6G8
GSQAC - Survey Tool & QR Code
ગુણોત્સવ SwiftChat Bot Link |
Your friends can now scan the QR code to start using this bot. Try it now!
નિયામક જીસીઈઆરટી ગાંધીનગર