Join Us !

New TA-DA વધારા પરિપત્ર | 7th Pay નવા દર મુજબ Travelling Allowance (TA) અને Daily Allowance (DA) લેટર

New TA - DA વધારા બાબત SSA નો પરિપત્ર | 7th Pay અનુસાર નવા દર મુજબ Travelling Allowance (TA) અને Daily Allowance (DA) ચૂકવવા બાબતનો ssa નો પરિપત્ર

NIRUN 
समग्र शिक्षा | Samagra Shiksha
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, સેકટર-૧૭, ગાંધીનગર.
E-mail-gecell@gmail.com
પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન
પત્રક્રમાંક:સમગ્ર શિક્ષા/ક્યુઈસેલ/1/2024/ 48000-૮૭૨
તા: 29/12/2024.
New TA - DA વધારા પરિપત્ર | 7th Pay નવા દર મુજબ Travelling Allowance (TA) અને Daily Allowance (DA) લેટર

પ્રતિ,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા: તમામ
પ્રતિ,
જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા:- તમામ શાસનાધિકારીશ્રી: તમામ

વિષય: ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર અનુસાર ડેઈલી એલાઉન્સ (DA) ચૂકવવા બાબત.

સંદર્ભ:
(1). ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: PGR/1009/82/CH તા.08/11/2024.
(2). માન.એસપીસીશ્રી, સમગ્ર શિક્ષા દ્વારા અત્રેની શાખાની તા.26/11/2024ના રોજ નોંધ પર મળેલ મંજૂરી.

શ્રીમાન,
સંદર્ભ (1) અન્વયે ગુજરાત સરકારના નાણા વિભાગના તા.08/11/2024ના ઠરાવ ક્રમાંક: PGR/1009/82/CH વંચાણે લેવા વિનંતી. ઉપરોકત ઠરાવ અનુસાર રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા સાતમાં પગાર પંચ આધારિત ટ્રાવેલિંગ એલાઉન્સ(TA) અને ડેઈલી એલાઉન્સ (DA)ના નવા નિયમો અને દર જાહેર કરવામાં આવ્યા છે.

આથી, સંદર્ભ (2) માન.એસપીસીશ્રી, સમગ્ર શિક્ષા દ્વારા અત્રેની શાખાની તા.26/11/2024ના રોજ નોંધ પર મળેલ મંજૂરી અન્વયે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા યોજવામાં આવતી કાર્યશાળાઓ/તાલીમો /વર્કશોપમાં ઉપસ્થિત રહેનાર તમામ કર્મચારીઓને ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉપરોક્ત નવા દર અનુસાર ડેઈલી એલાઉન્સ(DA) ચૂકવવા સમગ્ર શિક્ષાની જિલ્લા કચેરીઓને પણ નવા દર અનુસાર ડેઈલી એલાઉન્સ(DA) ચૂકવવા માટે જણાવવામાં આવે છે.

આભાર સહ......
(શિલ્પા પટેલ) સચિવ સ્ટેટ પ્રોજેક્ટ ઑફીસ સમગ્ર શિક્ષા, ગાંધીનગર
બિડાણ: (1).સંદર્ભદર્શિત પત્ર.
નકલ સવિનય રવાના
માન. એસ.પી.ડી.શ્રી, સદર કચેરી
માન. એડી.એસ.પી.ડી.શ્રી, સદર કચેરી

આ પણ જુઓ...