સત્રાંત કસોટી (SAT) અને સામાયિક કસોટી (PAT) ના રીપોર્ટ કાર્ડ GYAN PRABHAV Chat Bot ડાઉનલોડ Link અને Guidline.
Gyan - PRABHAV: Performance Reports of Assessments to Build History of Academic Volatility ચેટ બોટ એ એક સ્વયંસંચાલિત સિસ્ટમ છે. જે સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકનોના રિપોર્ટ કાર્ડ્સ તમામ વિદ્યાર્થીઓને પૂરા પાડવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ છે, જેમાં સામયિક મૂલ્યાંકન (PAT), સત્રાંત કસોટી (SAT), નિદાનાત્મક કસોટી વગેરેનો સમાવેશ થાય છે. જેના માટે માત્ર ઈન્ટરનેટના માધ્યમથી વ્યક્તિગત મેસેજિંગ જરૂરી છે. વાલી / વિદ્યાર્થીને સંબંધિત રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સદર ચેટ બોટ ખૂબ જ સરળ છે.
PAT and SAT School Students Report Card Download |
શૈક્ષણિક વર્ષમાં લેવાયેલ સત્રાંત કસોટી (SAT) ના રીપોર્ટ કાર્ડ (Student/cluster/Block/District) GYAN PRABHAV પર https://bit.ly/GYAN-PRABHAV લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ માટે જીલ્લા MIS કો.ઓર્ડિનેટરઓએ ડાઉનલોડ કરી આપવા તથા તે અંગેની સમગ્ર સમજ, સબંધિત તમામને આપવાની રહેશે તે માટે જરુર જણાએ મીટીંગ /V.C. કરવી. રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી નીચે દર્શાવેલ ઉપયોગિતા અનુસાર યોગ્ય કાર્યવહી માટે આથી સૂચના આવેલ છે
(૧) વિદ્યાર્થીઓના વિષયવાર, અધ્યયન નિષ્પત્તિવાર પરિણામ તેમજ ધોરણવાર એકંદરી પરિણામ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીની વિગતો સાથે વાચન સમીક્ષાનું ધોરણવાર અને શાળાનું એકંદર પરિણામ આ રીપોર્ટ કાર્ડમાં દર્શાવવામાં આવેલ છે. જેનાં આધારે પરિણામમાં સુધારો થાય એ પ્રકારે શૈક્ષણિક આયોજન સંદર્ભે આ તમામ રીપોર્ટ કાર્ડ ઉપયોગી બની રહેશે.
(૨) વિદ્યાર્થીઓના અધ્યયન નિષ્પત્તિવાર પરિણામના આધારે જે અધ્યયન નિષ્પત્તિમાં નબળું પરિણામ આવેલ છે તેમાં પરિણામમાં સુધારો થાય તે અંગે શાળા કક્ષાએ આયોજન કરવાનું રહેશે.
(૩) વિદ્યાર્થીના રીપોર્ટ કાર્ડના આધારે વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનું રહેશે.
(૪) ધોરણવાર અને વિષયવાર અધ્યયન નિષ્પત્તિના રીપોર્ટના આધારે સમગ્ર વર્ગમાં નબળું પરિણામ ધરાવતાં અધ્યયન નિષ્પત્તિના ઉપચારાત્મક કાર્ય માટે જે તે વિષયના શિક્ષકોને દિશાનિર્દેશ આપવાના રહેશે.
(૫) સી.આર. સી. કો. ઓ. અને બી.આર.સી. કો. ઓ. દ્વારા ક્લસ્ટર અને તાલુકા કક્ષાના રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી પોતાની શાળા મુલાકાત અને મોનીટરીંગ દરમ્યાન શૈક્ષણિક સુધારા અંગે શાળા કક્ષાએ જરૂરી દિશાનિર્દેશ આપવાના રહેશે.
(૬) જે તે શાળાના અધ્યયન નિષ્પત્તિવાર પરિણામની સરખામણી ક્લસ્ટર કક્ષા અને બ્લોક કક્ષાના પરિણામ સાથે કરી નબળું પરિણામ ધરાવતી શાળામાં આ બાબતે માર્ગદર્શન આપી અને પરિણામ સુધારવાની દિશામાં પ્રયત્ન કરવાનો રહશે.
(૭) સમગ્ર જિલ્લામાં જે અધ્યયન નિષ્પત્તિનું નબળું પરિણામ આવે છે તે વિષયના તાલીમ સંદર્ભે DIET સાથે સંકલન કરી તાલીમના આયોજન માટે આ રીપોર્ટ કાર્ડ ઉપયોગી બની રહેશે.
(૮) ક્લસ્ટર, તાલુકા અને જિલ્લા કક્ષા એ આ પરિણામના આધારે ઉપચારત્મક કાર્ય અને તાલીમનું આયોજન હાથ ધરવાનું રહેશે.
(૯) વિદ્યાર્થી, શાળા, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા એમ તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડના આધારે મોનીટરીંગ સ્ટાફને શૈક્ષણિક પ્રગતિ સંદર્ભે ફોલોઅપ લઇ માર્ગદર્શન આપવાનું રહેશે.
ઉપર દર્શાવેલ સુચનાઓનું જીલ્લા કક્ષાએ મદદનીશ/જીલ્લા કો.ઓર્ડિનેટર કયુ.ઈ.એમ. દ્વારા ઉપલબ્ધ રીપોર્ટ કાર્ડને આધારે પગલાં લેવા માટે આપની કક્ષાએથી જરુરી કાર્યવાહી, સમીક્ષા અને મોનિટરીંગ કરવા આથી જણાવવામાં આવે છે.
રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે Swift Chat Application માં GYAN PRABHAV Chat Bot Link 🖇️ https://bit.ly/GYAN-PRABHAV