CRC અને BRC ભરતીમાં પસંદગી બાબતે ઘણા ઉમેદવાર શિક્ષક મિત્રોને ગણા પ્રશ્નો થતા હોય છે. જેવા કે
૧). જો ઉમેદવાર એક વાર CRC Co. તરીકે પસંદગી કરેલ હોય અને ત્યાર પછી જો BRC Co. તરીકેની જગ્યા ખાલી પડે ત્યારે તે BRC Co. તરીકે ઉમેદવારી કરી શકે ? / પસંદગી મળી શકે?
૨). CRC Co. તરીકે પસંદગી મળ્યા બાદ BRC Co. તરીકે ઉમેદવારી કરી શકાય ?
૩). ચાલુ CRC Co. તરીકે કાર્યરત હોય તે ફરીથી BRC Co કે CRC Co. માટે ઉમેદવારી કરી શકે ?
તો આવા જ પ્રશ્ન અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ અને ઉમેદવારો દ્વારા અવાર નવાર રાજ્ય સમગ્રશિક્ષા કચેરીએથી માહિતી માંગવામાં આવે છે. અંહી આવીજ એક માંગેલ માહિતી અંગે આ લેટર કરવામાં આવ્યો છે.. લેટર જોઈએ તો...
પાવાની સાક્ષરતા અને અંક જ્ઞાન
समम शिक्षा Samagra Shik
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ
સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા,
સેકટર-૧૯, ગાંધીનગર
Web: www.ssagujarat.org
Email: qem-gcsess@gujarat.gov.in
પત્રકમાંક : એસએસ/QEM/૨૦૨૫/ ૧૧૩૧૩-૩૫૦
તા. ૧૩/૦૩/૨૦૨૫
પ્રતિ,
જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
સમગ્ર શિક્ષા, જિલ્લા: તમામ.
શાસનાધિકારીશ્રી : અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત
વિષય : બીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યા પર પ્રતિક્ષાયાદી/અગ્રતાક્રમ મેરીટયાદીના ઉમેદવારને પ્રતિનિયુકિતથી નિમણૂક આપવાની કાર્યવાહી કાર્યવાહી કરવા અંગે.
સંદર્ભઃ
(૧) અત્રેના પત્ર નં : એસએસ/QEM/બીઆરસી/યુઆરસી/સીઆરસી ભરતી નોર્મ્સ/૨૦૨૩/૫૫૧૭૪-૨૧૬ તા.૨૯/૧૧/૨૦૨૩
(૨)અત્રેનાપત્રનં.એસએસએ/QEM/બીયુસી ભરતી/૨૦૨૩/૭૬૫૬-૭૬૯૭ તા.૧૨/૦૨/૨૪
(૩) હાફ માર્જીનલ નોંધથી મળેલ આદેશ અન્વયે.
શ્રીમાન,
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે હાલ સીઆરસીકો.ઓ. તરીકે ચાલુ હોય અને બીઆરસી/યુઆરસીકો.ઓ.ની પ્રતિક્ષાયાદી/અગ્રતાક્રમની મેરીટયાદીમાં સ્થાન પામેલ હોય તેવા સીઆરસીકો.ઓ.ને બીઆરસી/યુઆરસીકો.ઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુકિત આપવી કે કેમ? તે અંગે જિલ્લાઓ/ઉમેદવારો તરફથી અત્રે માર્ગદર્શન માંગવામાં આવેલ છે.
ઉકત બાબતે જણાવવાનું કે સંદર્ભ—(૧) અને સંદર્ભ-(૨) અન્વયે બીઆરસી/યુઆરસી અને સીઆરસી ભરતીના સંદર્ભમાં કોઈ એક જ ઉમેદવાર બીઆરસી/યુઆરસી તથા સીઆરસી બંને કેડરની પસંદગી યાદીમાં નિયમોનુસાર સ્થાન પામે તે સ્થિતિએ બીઆરસી/યુઆરસી કો.ઓ.ની જગ્યા ખાલી ન હોય પરંતુ સીઆરસી કો.ઓ.ની કેડરમાં જગ્યા ખાલી હોઈ, સીઆરસી કો.ઓ. તરીકે નિમણૂક મળ્યેથી હાજર થઈ ગયેલ હોઈ અને ત્યારબાદ ભવિષ્યમાં બીઆરસી/યુઆરસી કો.ઓ.ની જગ્યા ખાલી પડે તો હાલમાં સીઆરસી કો.ઓ. તરીકે ફરજમાં ચાલુ હોય તેવા ઉમેદવાર બીઆરસી/યુઆરસી કો.ઓ.ની પ્રતિક્ષાયાદી/અગ્રતાક્રમની મેરીટ યાદીમાં અગ્રતા ક્રમમાં આવતા હોય તો તેવા ઉમેદવારને સીઆરસી કો.ઓ.માંથી બીઆરસી/યુઆરસીકો.ઓર્ડિનેટરની ખાલી પડેલ જગ્યા પર નિયમાનુસાર પ્રમાણપત્રો ચકાસણી/સ્થળ પસંદગીની કાર્યવાહી તા.૨૯/૧૧/૨૦૨૩ના પરિપત્રની સુચના મુજબ હાથ ધરી પ્રતિનિયુકિતથી નિમણૂક આપવાની કાર્યવાહી કરવાની રહેશે.
ઉપર મુજબની પ્રક્રિયાથી બીઆરસીકો.ઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુક્તિથી આપવામાં આવેલ નિમણૂકનો કુલ સમયગાળો સીઆરસીકો.ઓ. તરીકેની પ્રતિનિયુકિત અને બીઆરસીકો.ઓ. તરીકેની પ્રતિનિયુક્તિનો સમયગાળો મળીને મહત્તમ કુલ ૦૩(ત્રણ) વર્ષ રહેશે. જે મુજબનો ઉલ્લેખ પ્રતિનિયુક્તિથી નિમણૂક અંગેના હુકમમાં અવશ્ય કરવાનો રહેશે.
આ પત્રની સુચના પ્રસિધ્ધ થયા તારીખથી અમલમાં આવશે.
(શિલ્પા પટેલ)
સચિવ
સમગ્ર શિક્ષા,એસ.પી.ઓ,
ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારુ
(૧) માન.એસપીડીશ્રી, સદર કચેરી
(૨) માન.એએસપીડીશ્રી, સદર કચેરી
E 17025 CRC BRC BHARATI-25 Nodh let-25.docx