વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના મુસાફરી ભથ્થાં (TA) તથા દૈનિક ભથ્થામાં (DA) માં વધારા બાબત ઠરાવ, તા. 05/04/2025

·

સરકારી કર્મચારીના TA DA વધારા બાબત ઠરાવ 


Letter No: FD/0731/03/2025
Approved Date: 05-04-2025

રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત.

ગુજરાત સરકાર,
નાણાં વિભાગ.
ઠરાવ ક્રમાંકઃ
સચિવાલય, ગાંધીનગર.
તા:-.../03/2025

વંચાણે લીધા:-
(૧) નાણાં વિભાગનો તા.૧૬-૦૨-૨૦૦૬ નો ઠરાવ ક્રમાંક:-ખરચ/૨૦૦૨/૫૭/ઝ. 9
(૨) નાણાં વિભાગનો તા.૨૦/૧૦/૨૦૧૫નો ઠરાવ ક્રમાંક:-ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ.૧
(૩) નાણાં વિભાગનો તા.૨૮/૦૩/૨૦૧૬નો ઠરાવ ક્રમાંક:-ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ.૧
TA DA વધારા બાબત ઠરાવ 2025

આમુખ:-
સંદર્ભ ક્રમાંક-(૧) સામેના નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવથી રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) અને (૩) સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં જરૂરી સુધારા કરવામાં આવેલ છે.

સંદર્ભ ક્રમાંક-(૨) સામેના નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવની જોગવાઇ ક્રમાંક- (૩) થી દૈનિક ભથ્થાં અંગે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવેલ છે:

  • રોકાણનો સમયગાળો : ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછું રોકાણ
  • નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં |મુજબ સૂચિત વધારો : રૂ.૧૨૦
  • રોકાણનો સમયગાળો : ૧૨ કલાકથી વધુ રોકાણ
  • નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં |મુજબ સૂચિત વધારો : ३.૨૪૦
3
  • રોકાણનો સમયગાળો : મુસાફરી ભથ્થું
  • નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં |મુજબ સૂચિત વધારો : નિયમિત કર્મચારીને મળતા રાજ્ય એસ.ટી.નિગમની બસનું ભાડું/રેલ્વે ભાડું મળવાપાત્ર થશે.

સંદર્ભ ક્રમાંક-(૩)ના સામેના નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવની બોલીઓ અને શરતોની શરત ક્રમાંક-(૩)થી નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે.

“ શ્રી/શ્રીમતી/કુ........ને કરારીય સમયગાળા દરમિયાન સરકારી કામકાજ અર્થે મુસાફરી કરવાના પ્રન્ગો ઉપસ્થિત થાય ત્યારે તેમને નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ-૧ની જોગવાઈ મુજબ મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે."

ફિક્સ પગારના કર્મચારીઓના દૈનિક ભથ્થાંમાં સુધારો કરવા બાબતે રજૂઆતો મળેલ હતી. આથી નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) તથા (૩) સામેના ઠરાવોથી થયેલ જોગવાઇમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

: ઠરાવ :
કાળજીપૂર્વકની વિચારણાના અંતે સંદર્ભ ક્રમાંક-(૨) અને (૩) સામેના નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ અને તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવની દૈનિક ભથ્થાંની જોગવાઇમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે.


  • રોકાણનો સમયગાળો : ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછું રોકાણ
  • તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ મુજબ નિયત થયેલ દૈનિક ભથ્થું : રૂ.૧૨૦
  • નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં મુજબ સૂચિત વધારો : રૂ.૨૦૦
  • રોકાણનો સમયગાળો : ૧૨ કલાકથી વધુ રોકાણ
  • તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ મુજબ નિયત થયેલ દૈનિક ભથ્થું : રૂ.૨૪૦
  • નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં મુજબ સૂચિત વધારો : ३.૪૦૦

આ ઠરાવનો અમલ તેની રવાનગી તારીખથી કરવાનો રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

(ડૉ. એન. વી. જોષી)
નાયબ સચિવ
નાણા વિભાગ


પ્રતિ,
માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર.
સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, સેક્ટર-૨૧, ગાંધીનગર.
સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર.
રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ.
સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર.
લોકાયુક્તશ્રી, લોકાયુક્તશ્રીની કચેરી, સેક્ટર-૨૧, ગાંધીનગર.
સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર.
સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦/એ, ગાંધીનગર.
માન.મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
સર્વે માન.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.
સર્વે માન.રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.
માન.વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
મુખ્ય સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
સચિવાલયના સર્વે વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રી / અગ્ર સચિવશ્રી /સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.
અધિક સચિવશ્રી / સંયુક્ત સચિવશ્રી / નાયબ સચિવશ્રી(બજેટ), સર્વે વિભાગો, સચિવાલય, ગાંધીનગર.
સર્વે ખાતાઓના વડાઓ.
એકાઉન્ટ જનરલશ્રી (ઓડીટ), ગુજરાત રાજ્ય, અમદાવાદ / રાજકોટ.
• એકાઉન્ટ જનરલશ્રી (એ. એન્ડ ઈ.), ગુજરાત રાજ્ય, અમદાવાદ / રાજકોટ.
નિવાસી ઓડીટ અધિકારીશ્રી, અમદાવાદ / ગાંધીનગર.
પગાર અને હિસાબી અધિકારીશ્રી, અમદાવાદ / ગાંધીનગર.
વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ પ્રેસ, અમદાવાદ / ગાંધીનગર / વડોદરા / રાજકોટ / ભાવનગર.
સર્વે નાણા સલાહકારશ્રીઓ, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
આઇ.ટી.કો-ઓર્ડિનેટર, નાણા વિભાગ.
સિલેક્ટ ફાઇલ, ઝ.૧ શાખા.

Signature Not Verified
Signed by BN V Josh Deputy Secretary
Date: 2025.04.07 17:53:32 +5:30
File No: FD/ZMR/e-file/4/2022/1970/Z1 (Economy)
Approved By: Chief Minister, Chief Minister, CMO
Open the document in Adobe Acrobat DC to verify the E-sign

Subscribe to this Blog via Email :