૩ હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદો હરતું-ફરતું આ મીની ફ્રિઝ, ગરમીમાં કાર ટ્રાવેલિંગને બનાવશે મજેદાર

ગરમી આવવાની છે અને તમારે પણ ફ્રીજ ની જરૂર પડશે. આમ તો ફ્રીઝ માટે માર્કેટમાં ઘણા ઓપ્શન છે. સિંગલ ડોર થી લઈને ઇન્સ્ટન્ટ આઇસ ક્યુબ વાળા સહિત તમને ઘણા પ્રકારનાં ફ્રિઝ મળે છે પરંતુ અમે તમારા માટે પોર્ટેબલ ફ્રિઝ નો ઓપ્શન લઈને આવ્યા છીએ. તેને તમે મીની ફ્રિઝ પણ કહી શકો છો.


શું છે ખાસિયત ?

ક્યાંક ફરવા જવું હોય કે પછી કારમાં કોલ્ડડ્રીંક ઠંડી કરવી હોય તો આ ફ્રિઝ તમને ખુબ જ કામમાં આવી શકે છે. તેનો તમે ઓફિસમાં પણ ઉપયોગ કરી શકો છો. નાની સાઈઝ વાળું આ ડીવાઇઝ રેફ્રિજરેટરનું કામ તો કરશે જ પરંતુ સાથે સાથે તમે તેને વોર્મર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તેમાં તમને ઠંડા અને ગરમ બંને ઓપ્શન મળે છે. આ રીતે તમે તમારું ડ્રીંક ઠંડુ કરી શકો છો અને તમે તેમાં પાણી પણ ગરમ કરી શકો છો.

મીની ફ્રિઝ ની કિંમત

Amazon પર અમને આ પ્રકારની એક પ્રોડક્ટ મળી, જે ખુબ જ સસ્તી કિંમત સાથે આવે છે. ૨૯૯૯ રૂપિયાની કિંમત વાળું GEN નું પોર્ટેબલ ઈલેક્ટ્રીક ફ્રીજ તમે એમેઝોનમાંથી ખરીદી શકો છો. તેની સાઈઝ 10x10x10 સેન્ટિમીટરની છે. ૭ લીટરની ક્ષમતાવાળા આ મીની ફ્રિઝનો તમે કારમાં પણ ઉપયોગ કરી શકો છો. જો કે તેમાં તમને ફ્રીઝરનું ઓપ્શન મળશે નહિ.

કેવી રીતે કરી શકો છો તેનો ઉપયોગ ?

તેને તમે DC કેબલ દ્વારા તમારી કાર સાથે કનેક્ટ કરી શકો છો. DC પોર્ટનાં સાઈડમાં જ તમને હોટ અને કુલ નો ઓપ્શન મળે છે, જેની મદદથી તમે તેને પોર્ટેબલ ફ્રિઝ અથવા તો પછી વોર્મર બનાવી શકો છો. તેના ટોપ પર તમને કપ હોલ્ડર પણ આપવામાં આવ્યું છે. મીની ફ્રિઝ માં ૭ લીટરનો સ્પેસ છે, જેમાં તમે ઘણી આઇટમ રાખી શકો છો. તેને કાર સાથે ઓફિસમાં પણ ઉપયોગ કરી શકાય છે. એમેઝોન પર આ પ્રોડક્ટ ૨૫% નાં લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. તેની લિસ્ટિંગ પ્રાઈઝ ૩૯૯૯ રૂપિયા છે, જે લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ બાદ ૨૯૯૯ રૂપિયા થઈ જાય છે. તેનું વજન ૪૯૦ ગ્રામ છે અને લિસ્ટિંગ પ્રમાણે આ પ્રોડક્ટ “મેડ ઇન ઈન્ડિયા” છે.
Previous Post Next Post

TEACHERS