મોટાભાગના ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ત્રણ પ્લગનો ઉપયોગ થાય છે. તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં વપરાય છે. જેને સામાન્ય કરતાં પણ વધુ વીજળીની જરૂર પડે છે. જેમ કે ફ્રિજ, ઓવન, ઇન્ડક્શન સ્ટવ, પ્રેસ અને માઇક્રોવેવ વગેરે. પરંતુ જ્યારે પ્લગ જુઓ ત્યારે વિચાર આવે કે ત્રણ પીનમાં બે પીન સામાન્ય અને એક પીન જાડી અને લાંબી કેમ રાખવામાં આવે છે.
આ લાંબી અને જાડી પીનને અર્થિંગ પીન કહેવામાં આવે છે- બે સામાન્ય પીન હોય છે તેમાં એકમાં ન્યુટ્રન અને બીજામાં ફેસ હોય છે. અને ત્રીજી પીન જે છે તેને અર્થિંગ પીન કહે છે તે પ્લગમાં ટોચ પર હોય છે અને અન્ય પીન કરતાં સૌથી લાંબી પણ હોય છે. હવે અર્થિંગ એટલે શું તે સમજીએ જે વાયર ઇલેક્ટ્રિક પોલ સાથે નહીં પરંતુ ખાસ પ્રક્રિયા હેઠળ જમીન સાથે જોડાયેલા હોય છે.
હવે આ પીનને લાંબી રાખવા પાછળનું કારણ:
અર્થિંગ પોઈન્ટ લાંબો કેમ રાખે- પ્લગમાં ત્રણ પીન હોય છે. તેમાં સૌથી પહેલા અર્થિંગ પીન આપેલી છે. તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. જેમ કે એક મોટર છે. તેને ચાલુ કરવા માટે આપણે પ્લગ ભરાવ્યો તો પહેલા અર્થિંગનો પોઈન્ટ સર્કિટની અંદર જશે પછી ન્યુટ્રન અને ફેસ કનેક્ટ થશે.
હવે કોઈ વાર માની લો કે આ બંને છેડા કોઈ કારણ સર મોટરના કોઈપણ લોખંડના પાર્ટને ટચ થઈ ગયા તો તે મોટરની ઉપર લાગવા લાગે છે. પણ ક્યારેક બીજી બાજુથી જ્યારે કોઈ માણસ મોટરને ટચ કરે છે. તો તેને કરંટ લાગતો હોય છે. પણ જો આ અર્થિંગ વાયર લાગેલો હશે તો તેને કરંટનો ઝટકો લાગશે નહીં, તે સલામત રહેશે.
અર્થિંગ પીન એટલા માટે લાંબી રાખવામાં આવે છે કેમ કે તેને કોઈપણ સોકેટમાં ઉપયોગ કરીએ તો ઇલેક્ટ્રિક સપ્લાય પહેલા આ લાંબી રહેલી પીનને મળે અને અર્થિંગ પહેલા મળવાથી કરંટ લાગતો નથી.
અર્થિંગ પોઈન્ટ મોટો અને જાડો કેમ હોય- દરેક માણસ સ્વીચ બોર્ડનો ઉપયોગ કરે છે અને તેમાં ખાસ કરીને ઇસ્ત્રી, ઓવન વગેરે જેવા સાધનો તો સ્ત્રીઓ વાપરતી હોય છે. તેમને તો આ વાતની જાણ પણ નથી હોતી. અને જે પણ વ્યક્તિ પ્લગનો ઉપયોગ કરે છે દરેક વ્યક્તિ ઇલેક્ટ્રિશિયન હોતા નથી. તેમને તો ત્રણેય પીનો સરખી લાગતી હોય છે. તો કોઈવાર ફેસ કે ન્યુટ્રનમાં નાખી દેતા તેને કરંટ લાગી શકે છે. આ કામ ઘણું રિસ્કી સાબિત થતું હોય છે. માટે તેને મોટી રાખવામાં આવે છે.
જાડી રાખવાનું કારણ- અર્થિંગ પીન જાડી અને લાંબી રાખવાનું એક કારણ એ પણ હોય છે કે તેમાં રેસીસ્ટેન્સનો ઓછો ઉપયોગ થઈ શકે. જેથી જ્યારે પણ ફ્લૂટ થાય ત્યારે કરંટ લાગે નહીં.
ડિસ્કનેક્ટ થાય ત્યારે કામ આવે- ઘણી વખત કોઈ કારણસર ઉપકરણમાં કરંટ બાકી રહી જતો હોય છે. તેવી સ્થિતિમાં પ્લગને ડિસ્કનેક્ટ કરતી વખતે, મુખ્ય પીન સૌથી પહેલા બહાર આવતી હોય છે. એટલે કે ન્યુટ્રન અને ફેસની પીન પહેલા બહાર આવે. જ્યારે લાંબી અને મોટી પીન પાછળથી સોકેટમાંથી બહાર આવે છે. અને જેના કારણે આપણને કરંટ લાગતો નથી.
જો પ્લગ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર.