વર્તમાન સમયમાં COVID-19 ના સૂચનો, વધતા રોગચાળા અને શાળા બંધ થવાની હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને, તેમજ વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખતા, CBSC બોર્ડ દ્વારા પરીક્ષા સંબંધિત નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
તારીખ 4 મે થી 14 જૂન દરમિયાન બોર્ડની યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ મુલતવી રાખવામાં આવી છે.
આ પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે તે બાબતે બોર્ડ દ્વારા 1 લી જૂન, 2021 ના રોજ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે ત્યારબાદ વિગતો મુજબ સૂચનાઓ જાહેર કરવામાં આવશે.
પરીક્ષાઓ શરૂ થતાં પહેલા ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવામાં આવશે.
4 મેથી 7 જૂન, 2021 સુધી યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ અત્યારે રદ કરવામાં આવી છે. 10 મા બોર્ડના પરિણામો બોર્ડ દ્વારા જાહેર કરવાની બાબતે માપદંડના આધારે જ તૈયાર કરવામાં આવશે.
આ આધાર પર જો કોઈ ઉમેદવારને ફાળવવામાં આવેલા ગુણથી તેને સંતોષ ન હોય તેવા કોઈપણ ઉમેદવારને પરીક્ષા યોજવાની તક આપવામાં આવશે અને જ્યારે પરીક્ષાઓ યોજવાની શરતો અનુકૂળ હોય ત્યારે તે પરીક્ષા આપી શકશે.