નમસ્કાર !!!
શાળાબહારના બાળકોના સર્વે માટેની મહત્વપૂર્ણ સૂચનો/માર્ગદર્શન
👉🏻 શાળા બહાર અને ડ્રોપઆઉટ દિવ્યાંગ સહિત 6 વર્ષ થી 19 વયજૂથના સુધીના બાળકોનો સર્વે કરવાનો રહેશે.
👉🏻 સર્વે પૂર્ણ કરવાની તેમજ ctsમાં એન્ટ્રી માટેની અંતિમ તારીખ 13.1.23 રહેશે.
👉🏻 સર્વેના નોડલ ઓફિસર/ટીમલીડર તરીકે શાળાના મુખ્યશિક્ષક/આચાર્ય રહેશે.
👉🏻 મુખ્યશિક્ષક/આચાર્ય એ સર્વે માટેની એક કમિટીની રચના કરવી જેમાં સ્ટાફ,smcનાં સભ્યો,આંગણવાડી કાર્યકર, આશાવર્કર બેન,ગામના શિક્ષિત યુવાનો,વાલીઓ, બાળમિત્રો, વોકેશનેલ ટ્રેનર, આઇ.ડી.એસ.એસ. સ્ટાફ તેમજ સમગ્ર શિક્ષાનો પ્રોજેકટ સ્ટાફ વગેરેના સહિયારા પ્રયાસથી આ સર્વે કરવાનો રહેશે.
👉🏻 સર્વેમાં મળેલ બાળકોની Cts(ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ)માં એન્ટ્રી ફરજિયાત કરવાની રહેશે.
👉🏻 સર્વે માટે આયોજન પૂર્વક કાર્ય કરવું શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારની એકપણ માનવ વસાહત બાકી ન રહે એ મુજબ સર્વે હાથ ધરવાનો રહેશે
👉🏻 સર્વે દરમિયાન મળેલ 6 થી 8 વયજૂથના બાળકોને શાળા કક્ષાએ સીધો પ્રવેશ આપવાનો રહેશે.
9 થી 14 વયજૂથના બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ની વ્યવસ્થા કરવાની રહેશે.
15 થી 19 વયજૂથના બાળકો માટે NIOS/SIOS માં પ્રવેશ અપાવવાનો રહેશે.
👉🏻 સર્વેયર પાસેથી પરિશિષ્ટ 2 મેળવવાનું રહેશે. એના આધાર ઉપરથી પરિશિષ્ટ ત્રણ મુખ્ય શિક્ષક દ્વારા ભરવાનું રહેશે ત્યારબાદ પરિશિષ્ટ ચાર સીઆરસી કોઓર્ડીનેટર મારફત ભરવાનું રહેશે.
👉🏻 સર્વે પૂર્ણ કરીને પરિશિષ્ટ ત્રણ અને પરિશિષ્ટ ચાર વ્યવસ્થિત ચેકચાક વગર ભરીને બીઆરસી ભવન પર પહોંચાડવું.
👉🏻 સર્વે બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે અને સમય મર્યાદામાં આયોજન પૂર્વક પૂર્ણ કરવાનું રહેશે.
👉🏻 સર્વે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ મુખ્ય ઉદેશ્ય સાથે આપણી નૈતિક ફરજ સમજીને સર્વે કરવાનો છે.