ખાતાકીય શિક્ષણ સેવા વર્ગ -૨ માટે પ્રાથમિક શિક્ષકો ને લાયક ગણવા બાબત

જા નં : 287 
તારીખ : 09-01-2023

પ્રતિ,
કુબેરભાઈ ડીંડોર સાહેબ 
શિક્ષણ મંત્રીશ્રી સ્વર્ણિમ સંકુલ ૧ 
સચિવાલય, ગાંધીનગર
 
વિષય : ખાતાકીય શિક્ષણ સેવા વર્ગ -૨ માટે પ્રાથમિક શિક્ષકોને લાયક ગણવા બાબત
સંદર્ભ : વિવિધ, તાલુકા અને જિલ્લા મહાસંઘો ની રજુઆત

   સાદર નમસ્કાર.. 
   સવિનય સહ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબ ને જણાવવાનું કે ખાતાકીય સેવાકીય પરીક્ષા વર્ગ- ૨ માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને લાયક ગણવામાં આવે છે, જેથી તે પરીક્ષા આપી શકે છે, પરંતુ પ્રાથમિક શાળાના શિક્ષકો પરીક્ષામાં બેસવાની લાયકાત ધરાવતા હોવા છતાં એમને આ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી જે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખૂબ જ અન્યાય કર્તા છે, આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં પણ આવી છે પરંતુ હજી સુધી નક્કર પરિણામ મળેલ નથી જેથી સત્વરે આ વિષય ને અગ્રતા આપી પ્રાથમિક શાળાના શિક્ષકો ને પણ ખાતાકીય શિક્ષણ સેવા વર્ગ- ૨ ની પરીક્ષામાં બેસવા બાબતનો ઉકેલ લાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિનંતી છે.

Previous Post Next Post