વ્યક્તિત્વ વિકાસ PATRAK – B | Patrak-B Data Entry માર્ગદર્શિકા

વ્યક્તિત્વ વિકાસ પત્રક બી | Patrak-B Data Entry માર્ગદર્શિકા by વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સે.19, ગાંધીનગર

પત્રક B DATA ENTRY USER MANUAL

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગરૂપે શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવાના થાય છે. તે પૈકી પત્રક B ની Data Entry https://www.saralgujarat.in પર શરુ કરવામાં આવેલી છે.  આ સાથે  પત્રક B ની Data Entry ની માર્ગદર્શિકા મોકલી આપેલ છે. જે  તમામ શાળાઓ સુધી ઉપલબ્ધ થાય અને તમામ શાળાઓમાં આ entry સત્રાંત પરીક્ષા સુધીમાં પૂર્ણ થાય તે અંગે સુચના આપી જરૂરી ફોલોઅપ કરશો.


રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસનું શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવામાં આવે છે. આ વિવિધ પત્રકો પૈકી પત્રક B માં વિધાર્થીઓના રસના ક્ષેત્રો, વ્યક્તિગત તેમજ સામાજિક ગુણો, મૂલ્યો, શારીરિક કૌશલ્ય વગેરે બાબતોના મૂલ્યાંકન માટે વ્યક્તિત્વ વિકાસ શિક્ષકે ભરવાનું રહે છે. આ પત્રક દ્વારા વિધાર્થીઓના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ જેવા કે શારીરિક, માનસિક, સામાજિક, ભાવાત્મક, સાંવેગિક ઉપરાંત જીવન કૌશલ્યો અને મૂલ્યો જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

PATRAK-B UPDATE

 શૈક્ષણિક વર્ષ 2023-24 માં પત્રક B ની DATA ENTRY saralgujarat.in પર શરુ કરવામાં આવેલ છે. આ અંગે શાળા કક્ષાએથી આવેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખી શિક્ષકો સરળતાથી આ DATA ENTRY કરી શકે તે હેતુસર update કરવામાં આવ્યું છે.

 જેમાં તમામ વિદ્યાર્થીઓની DATA ENTRY કર્યા બાદ જ save કરી શકાતું. જેમાં વધુ સંખ્યા ધરાવતાં હોય તેવાં શિક્ષકોને DATA ENTRY કરવામાં સમસ્યા આવતી હતી. હવે તમામ વિધાર્થીઓના નામની સામે A દર્શાવેલ હશે તેને “” (હાજર) દર્શાવી તે વિદ્યાર્થીની DATA ENTRY કરી save કરી શકાશે. આ માટે જે વિદ્યાર્થીઓની DATA ENTRY કરવાની હોય તે વિધાર્થીને “p” (હાજર) દર્શાવવો ફરજીયાત છે.

 શૈક્ષણિક વર્ષ 2023-24 ના અંતે પત્રક C સિસ્ટમ દ્વારા જનરેટ થશે અને જેની પ્રિન્ટ શાળા કક્ષાએ સીધી જ મેળવી શકાશે. જેના માટે PATRAK-B ની DATA ENTRY આવશ્યક છે. PATRAK-B ની DATA ENTRY સંપૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.


 આ પત્રકમાં કુલ | 4 ક્ષેત્રોમાં કુલ 40 વિધાનોને આધારે ધોરણ 3 થી 5 માં સત્રવાર દરેક વિધાન માટે 5 ગુણ લેખે તથા ધોરણ 6 થી 8 માં દરેક વિધાન માટે 10 ગુણ લેખે શિક્ષકે વિધાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહે છે. આ પત્રકમાં દર્શાવેલ 40 વિધાનો પૈકી 9 વિધાનો ખાલી છોડેલ છે. શિક્ષકે પોતાની શાળામાં અત્રે રજૂ કરેલ 31 પ્રવૃત્તિઓ સિવાયની અગત્યની કોઇ પ્રવૃત્તિ કરાવતા હોય તો તેવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ આ 9 ખાલી વિધાનોમાં કરી તેનું મૂલ્યાંકન કરી શકશે.

 હાલ પ્રથમ સત્રની Data Entry શરુ કરેલ છે. વર્ષાન્તે શાળા કક્ષાએ નિભાવવાના થતાં પત્રકો પૈકી પત્રક B અને તેના આધારે બીજા પત્રકો પણ આ DATA ના આધારે બની શકશે. જેથી શિક્ષકોના સમય અને શક્તિનો બચાવ થશે.

 > પત્રક B માં DATA ENTRY કરવા માટે આગળ દર્શાવ્યા મુજબના સોપાનો અનુસરવાના રહેશે.













Previous Post Next Post