Geyser Use Tips: ગીઝર નો ઉપયોગ કરતા હોય તો રાખો આટલી બાબતો ધ્યાનમા, નહિતર થશે ધડાકો

Geyser Useful Tips: ગીઝરના ઉપયોગમા ધ્યાનમા રાખવાની બાબતો: ઉનાળામ જેમ આપણે ફ્રીઝ અને એસી નો ઉપયોગ કરતા હોઇએ છીએ તેમ શિયાળામા પાણી ગરમ કરવા માટે ગીઝર નો ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ ગીઝર નો જો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામા આવે તો વાંધો નહિ અન્યથા મોટા અકસ્માતનો સામનો કરવો પડી શકે છે. આજે પોસ્ટમા જાણીએ કે ગીઝરનો ઉપયોગ કરતા સમયે શું સાવધાની રાખવી જોઇએ.


Some Geyser Use Tips


શિયાળામા પાણી ગરમ કરવા માટે ગીઝર નો સૌ કોઇ ઉપયોગ કરતા હોય છે. પરંતુ ગીઝર જેટલુ ઉપયોગી છે એટલુ જ ખતરનાક છે. જો ગીઝરના ઉપયોગમા થોડીક પણ લાપરવાહી દાખવવામા આવે તો ખતરનાક સાબિત થઇ શકે છે. ગીઝરનો ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતો ધ્યાન મા રાખવાથી મોટા અકસ્માતથી બચી શકાય છે.

ગીઝરના ઉપયોગમા ધ્યાનમા રાખવાની બાબતો


ઇલેક્ટ્રીક ગીઝરનો ઉપયોગ કરતા સમયે ખાસ કરીને શોટ સર્કિટ થવાનો બ્લાસ્ટ થવાનો

ગીઝર આમ તો બજારમા ઘણી કંપનીઓના મળે છે. અને ગીઝરની બહુ ખાસ કઇ કિંમત પણ હોતી નથી. ગીઝર હંમેશા સારી કંપનીનુ જ ખરીદવાનો આગ્રહ રાખો.

ઘરમા લાઇટ ફીટીંગ માટે હંંમશા વ્યવસ્થિત અર્થીંગ લગાવો.

ગીઝર માટેનુ ઈલેકટ્રીક ફીટીંગ સારુ કરાવો અને તેને સમયાંતરે આ વાયરીંગ ચેક કરાવો.

ગીઝર ચાલુ હોય તે દરમિયાન પાણીના નળ ને અડકવાનુ ટાળો

પાણી ગરમ થઇ જાય એટલે તરત ગીઝરની સ્વીચ બંધ કરવાની આદત રાખો. ઘણા લોકો ગીઝરની સ્વીચ બંધ કરતા નથી.

ખાસ કરીને નહાતી વખતે ગીઝરની સ્વીચ બંધ રાખો. જેને લીધે શોર્ટ સર્કિટ થવાની શકયતાઓ ઘટી જાય છે.

ગીઝરના વાયરીંગમા જરા પણ ગડબડ લાગે તો સૌ પ્રથમ તેને ઈલેકટ્રીસીયન પાસે ચેક કરાવો.

ભીના હાથે ગીઝરની સ્વીચ ને અડકો નહિ.

ગીઝરનો ખૂબ લાંબા સમય સુધી ઉપયોગ ન કરો.

જો ગીઝરમા ખામી સર્જાઇ અને તેમા સ્પેરપાર્ટસ નાખવાની જરૂર પડે તો હંમેશા કંપનીના ઓરીજનલ સ્પેરપાર્ટસ જ વાપરવાનો આગ્રહ રાખો.

ઘણા લોકો ગીઝરના ઓટો કટ સપોર્ટને કારણે તેની સ્વીચ બંધ કરતા નથી અને ગીઝરને સતત ચાલુ રાખે છે. આવુ ન કરતા પાણી ગરમ થઇ જાય એટલે ગીઝરને બંધ કરવાનો હંમેશા આગ્રહ રાખો.
Previous Post Next Post