GCAS (Gujarat Common Admission Service) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન @ gcas gujgov

GCAS (GUJARAT COMMON ADMISSION SERVICE) ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા રજીસ્ટ્રેશન@ https://gcas.gujgov.edu.in/


આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પછીના તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ દરેક કોલેજમાં જઈને એડમિશન માટેનું પ્રવેશ ફોર્મ ભરવાનું નથી ફક્ત આ પોર્ટલ પર એક જ એપ્લિકેશન કરીને પોતાની પસંદગીની ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન મેરીટ ના આધારે મેળવી શકાશે. ધોરણ 12 પછીના અભ્યાસક્રમો જેવા કે BA, Bcom., B.Sc, BBA, BCA, MA, MSc, MBA, MCA, LLB, LLM, PhD, વગેરે... માં આ પોર્ટલ થકી જ એડમિશન પ્રક્રિયા ફરજિયાત થવાની છે માટે તેના પર રજીસ્ટ્રેશન કરાવવું દરેક માટે જરૂરી છે.


🔥છેલ્લી તારીખ: 13/06/2024

🔥🔥 ધોરણ 12 પાસ વિદ્યાર્થી માટે અગત્યનો મેસેજ...તમામ વિદ્યાર્થી સુધી અવશ્ય મોકલો.

◆ ધોરણ 12 ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે જેમને કોલેજમાં B.A, B.Sc, B.COM, B.ED એડમિશન લેવાનું હોય એમના માટે ગુજરાત સરકારશ્રીએ ચાલુ વર્ષથી કોમન એડમિશન પોર્ટલ GCAS બનાવેલ છે જેની ઉપર વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન  કરાવવાનું રહેશે જેના માટે આ https://bit.ly/3VGCSdb સાઇટની મુલાકાત લો.

✍️ પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન માટે નીચે અનુસાર પ્રક્રિયા કરવાની છે.

◆ કોઈપણ જાણકાર કમ્પ્યુટર સેન્ટર પર જઈને...
સૌ પ્રથમ https://bit.ly/3VGCSdb સાઈટ ઓપન કરવી.

◆ ત્યારબાદ નીચે આપેલ ONLINE APPLICATION HERE ઉપર ક્લિક કરવું ત્યારબાદ બાજુ ઉપર Apply Now પર ક્લિક કરવું.

ત્યારબાદ જે વિગતો ખૂલે તેમાં વિદ્યાર્થીએ ધોરણ 10 ની માર્કશીટ મુજબ પોતાનું નામ અને જન્મતારીખ નાખવા.

◆ એમાં જ પોતાની કેટેગરી ધ્યાનથી લખવી.

ત્યાં વિદ્યાર્થીનું પોતાનું ઇમેઇલ આઈડી નાખવાનું રહેશે. (જો ઇ મેઈલ આઇડી ન હોય તો બનાવડાવી લેવું)

◆ પોતાનો મોબાઈલ નંબર જે કાયમ માટે ચાલુ રહે એ જ નાખવો.

આટલું ભર્યા પછી તમે જે મોબાઈલ અને ઇમેઇલ આઇડી નાખ્યા હોય એ બંને પર જ જુદા જુદા OTP આવશે એ નાખવાનો રહેશે.

◆ ત્યારબાદ તમને તમારા મોબાઈલ નંબર પર અને ઈમેઈલ પર તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા અંગેનો મેસેજ આવી જશે.

છેલ્લે તમને તમારા ઈમેઈલ આઇડી પર એક મેઈલ આવશે, જેમાં એક User Name અને Password મોકલવામાં આવ્યો હશે એને તમારે કાયમ માટે ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખવાનો રહેશે.

◆ કોલેજમાં એડમિશન માટેની આગળની પ્રક્રિયા માટે આ User Name અને Password તથા ઇમેઇલ આઈડી સાચવવા જરૂરી છે, એના વગર આગળની કોઈ જ પ્રક્રિયામાં તમે જોડાઈ શકશો નહિ જે ગંભીરતાપૂર્વક ધ્યાને લેવું.

◆ અગાઉના વર્ષમાં જેમને ધોરણ 12 ની પરીક્ષા આપી હોય એમને પણ જો એડમિશન લેવું હોય તો પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
રજીસ્ટ્રેશન કરતી વખતે કોર્સમાં Under Gruduate સિલેક્ટ કરવું.

જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું નહિ હોય એ ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન લઈ શકશે નહીં, જેની ગંભીરતા ધ્યાને લેશો.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે
👉 https://bit.ly/3VGCSdb
➖➖➖➖➖➖➖➖➖➖
✔️ તમારા દરેક ગ્રુપ અને હાલ ધોરણ 12ની પરીક્ષા આપેલ અને કોલેજ કરતા દરેક મિત્રો સુધી પહોંચાડો.


👉 ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ બાબત 9/5/2024 નો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.



સૌપ્રથમ તમામ વિદ્યાર્થીઓએ જેઓ પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓએ GCAS (Gujarat Common Admission Service) પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. જે 1 એપ્રિલથી ચાલુ થઈ ગયેલ છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 (NEP-2020) એ શિક્ષણના માળખામાં ટેકનોલોજીના એકીકરણને સમર્થન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.  ડિજીટલ ઈન્ડિયા પહેલ સાથે સંલગ્ન, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણ ક્ષેત્રે માહિતી ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે.

GCAS રજીસ્ટ્રેશન @ https://gcas.gujgov.edu.in/

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સ્વપ્નદ્રષ્ટા પોર્ટલ છે.  આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે કામ કરે છે જેમાં એક છત્ર હેઠળ કલા, વાણિજ્ય, વિજ્ઞાન, ગ્રામીણ અભ્યાસ અને અન્ય જેવી તમામ શાખાઓનો સમાવેશ થાય છે.


GCAS એ સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો અને SFIs સાથે સંકળાયેલી જાહેર યુનિવર્સિટીઓ માટેનો વન-સ્ટોપ સોલ્યુશન છે.  આ વ્યાપક પોર્ટલ વ્યૂહાત્મક રીતે પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને સીમલેસ અનુભવની સુવિધા આપવા માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકીકૃત કરવામાં આવી છે.


મુખ્ય વિશેષતાઓ

➡️ દ્વિભાષી ઈન્ટરફેસ: GCAS પોર્ટલ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે એટલે કે અંગ્રેજી અને ગુજરાતીમાં સરળ માહિતીની ઍક્સેસ અને વધુ સારી રીતે પહોંચી શકાય.

➡️ સરળ નોંધણી: એકીકૃત અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ દ્વારા બહુવિધ સરકારી યુનિવર્સિટીઓમાં નોંધણી માટે સુવ્યવસ્થિત એપ્લિકેશન પ્રક્રિયા.

➡️ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ઈન્ટરફેસ: વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ, GCAS પોર્ટલ અરજદારોને અરજીની સ્થિતિ વિશે અપડેટ રાખીને, સીધા ઈન્ટરફેસ સાથે સીમલેસ એપ્લિકેશન અનુભવ પ્રદાન કરે છે.

➡️ પ્રયાસરહિત દસ્તાવેજ વ્યવસ્થાપન: GCAS દ્વારા દસ્તાવેજોનું સરળ સંચાલન અને અપલોડિંગ, અરજદારો માટે સરળ અને મુશ્કેલી-મુક્ત સબમિશન પ્રક્રિયાની ખાતરી કરવી.

➡️ રીઅલ-ટાઇમ સૂચનાઓ: ઉમેદવારને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને અન્ય માહિતીની ઘોષણાઓ સંબંધિત નિયમિત અપડેટ્સ આપીને સમગ્ર પ્રક્રિયા દરમિયાન સારી રીતે માહિતગાર રાખવા.

➡️ સુલભ સહાય કેન્દ્રો: દરેક રાજ્યની જાહેર યુનિવર્સિટીઓમાં સમર્પિત સહાય કેન્દ્રો અને સમગ્ર ગુજરાતમાં 480 થી વધુ સંલગ્ન કોલેજો, વિદ્યાર્થીઓને સૌથી દૂરના સ્થાનોથી પણ મુશ્કેલી-મુક્ત અરજી પ્રક્રિયાનો અનુભવ કરવામાં સહાયક કરે છે.


ફાયદા

વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ અભ્યાસક્રમો સંબંધિત માહિતી તેમજ આ અભ્યાસક્રમો ઓફર કરતી કોલેજો/યુનિવર્સિટીઓની માહિતી મેળવવાનું સરળ બનશે.

GCAS સાથે, ઉમેદવાર અમર્યાદિત યુનિવર્સિટીઓ, કોલેજો અને અભ્યાસક્રમો માટે વન-ટાઇમ ફી ચુકવણી સાથે અરજી કરી શકે છે.

રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.

સમગ્ર રાજ્યમાં કોઈપણ યુનિવર્સિટી અથવા કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ માટે અરજી કરવા માટે એકીકૃત સમયમર્યાદા.

ઉમેદવારોએ હવે દરેક યુનિવર્સિટી/કોલેજમાં અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં.  હવે, તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સામાન્ય પ્રવેશ પ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.


GCAS રજીસ્ટ્રેશન @ https://gcas.gujgov.edu.in/


મહત્વપૂર્ણ સૂચનો

1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.

2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.

3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.

4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.

5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.

6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

: હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ


ફોર્મ ભરવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)

Link :👉 https://gcas.gujgov.edu.in/


અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ:

1. અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.

2. અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.

3. અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.

4. સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ.


ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો

1.તાજેતરની માર્કશીટ

2. શાળા છોડવાનું પ્રમાણપત્ર

3. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)

4. નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)

5. દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)

6. ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

7. નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

ફોર્મ ભરવા માટેની લિંક (રજીસ્ટ્રેશન માટેની લિંક)

Link :👉 https://gcas.gujgov.edu.in/

Previous Post Next Post