ગ્રેચ્યુઇટી શું છે! જાણો ?
બે મિત્રો ટૂંક સમયમાં આપણા સારસ્વત મિત્રો ફુલ પગારમાં આવનાર છે તેમાંથી એક શિક્ષકે પ્રશ્ન પૂછો કે ગ્રેચ્યુટી શું છે? તો આજે તેની ટૂંકી માહિતી આપું છું જે કોઈને કામ લાગશે.
ગ્રેચ્યુઇટી શું છે?: ગ્રેચ્યુટી કોઈ કંપની કે સરકારમાં રેગ્યુલર પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનારને મળવા પાત્ર છે અને ગ્રેચ્યુટી કર્મચારીને એક પ્રકારનું ઈનામ છે.
ગણતરી કઈ રીતે કરવી.: ગ્રેચ્યુટી આપણી નોકરીના વર્ષ અને છેલ્લા પગારના બેઝિક પર મળવાપાત્ર છે.
ઉદાહરણ તરીકે:
• "b"ની નોકરી ૩૫ વર્ષની છે.
• "b" ના છેલ્લા પગારનો બેઝીક 65,000 છે. ← આ બન્ને શરત પર ગણતરી થાય છે.
65,000 = 00 ( બેઝિક ત્રીસ દિવસનું પરંતુ ગેચ્યુટીમાં (૪) રવિવાર બાદ કરીને 26 દિવસ ધ્યાનમાં રાખીને એક (1) દિવસનો પગાર શોધવો.}
26 દિવસના 65,000 તો
1 દિવસના કેટલા ?
65,000 × 1 = 2500 એકદિવસની ગ્રેચ્યુટી થાય
26
35 (કુલ નોકરી) × 15 (પંદર દિવસ ગ્રેચ્યુટી એક્ટ 1972 પ્રમાણે ગણવાના થાય છે.)
35 ×15 = 525 (કુલ દિવસની ગ્રેચ્યુટી મળે છે.)
525 × 2500 = 13,12500 (તેર લાખ બાર હજાર પાંચસો ગ્રેચ્યુટી બને)
વિશેષ નોંધ : 20 લાખની ગેચ્યુટીની રકમ પર ટેક્સ લાગતો નથી, આ રીતથી બધા જ કર્મચારી પોતાની ગ્રેચ્યુટીની ગણતરી કરી શકે છે.