Join Us !

રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા યોજવામાં આવતી ઉજવણીઓ તથા કાર્યક્રમોની યાદી

List of Government Department Programmes & Festivals - Circular


રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા યોજવામાં આવતી ઉજવણીઓ તથા કાર્યક્રમોની બાબત

ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર પરિપત્ર ક્રમાંક: ૨૫ઉ/૧૦૨૦૨૪/૧૨૦/ઘ તા.ર૭/૧૧/૨૦૨૪

પ્રસ્તાવના:

ભારતીય બંધારણમાં વ્યક્ત થયેલ આદર્શો પ્રત્યે આદર જગાવવા તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને જાગૃત કરવા ગુજરાત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિન (૨૬મી જાન્યુઆરી), સ્વાતંત્ર્ય દિન (૧૫મી ઑગષ્ટ), ગુજરાત રાજ્ય સ્થાપના દિન (૧લી મે) ની રાજ્ય કક્ષાએ તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા, ગુજરાતની ગરિમાથી લોકોને અભિમુખ કરવા તથા લોક કલ્યાણ અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા રાજ્યની સમાવેશીતા, પ્રગતિ અને પરંપરા પ્રત્યેના આદરના મૂલ્યોને પ્રતિબિંબિત કરતા તહેવારો, કાર્યક્રમો તથા ઉજવણીઓ કરવામાં આવે છે, જે નાગરિકોની એકતા કાયમ કરે છે અને સામૂહિક વિકાસને પ્રોત્સાહિત કરે છે.


પરિપત્ર

આ પ્રકારની ઉજવણીઓ તથા કાર્યક્રમોનું અસરકારક આયોજન થાય, રાજ્ય / જિલ્લા / તાલુકા વગેરે કક્ષાએ એકસૂત્રતા જળવાય, જનભાગીદારી વધારી શકાય અને નાગરિકોને પ્રોત્સાહિત કરી શકાય, રાજ્યની સંસ્કૃતિ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરી શકાય તથા આ કાર્યક્રમો/ઉજવણીઓનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય, તે માટે આ પ્રકારના કાર્યક્રમો / ઉજવણીઓની એક યાદી આથી પરિપત્રીત કરવામાં આવે છે.

January

1. આંતર રાષ્ટ્રિય પતંગ મહોત્સવ / International Kite Festival (Exact dates will be decided by Gujarat Tourism every year)

2. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ / Vibrant Gujarat Global Summit (10 Jan to 12 Jan organised after every two years)

3. કરુણા અભિયાન / Karuna Abhiyan (10 January to 20 January by Forest & Environment department)

4. ઉત્તરાર્ધ મહોત્સવ / Utarardh Mahotsav (17-19 January by Gujarat Tourism)

5. પ્રજા સત્તાકદિન / Republic Day (26 January)

6. ખેલ મહાકુંભ / Khel Mahakumbh (Three to four months long event as decided every year by Sports, Youth and Cultural Activities Department

February

7. વિશ્વ જળ પ્લાવિત દિવસ / World Wetland Day (2 February by Forest & Environment Department)

8. ૫૧ શક્તિપીઠ મહોત્સવ / 51 Shakti Pith mahotsav (Exact dates will be decided by Ambaji trust and Banaskantha district administration every year)

9. વસંતોત્સવ / Vasantotsav (Exact dates will be decided by Sports, Youth and Cultural Activities Department every year)

March

10. વિશ્વ વન્યજીવ દિવસ / World Wildlife Day (3 March by Forest & Environment Department)

11. ડાંગ દરબાર / Dang Darbar (Exact dates will be decided by Dang District Administration every year)

12. માધવપુર ઘેડ ઉત્સવ / Madhavpur Ghed Fair (Exact dates will be decided by Sports, Youth and Cultural Activities Department every year)

13. ભવનાથ શિવરાત્રિ મેળો / Bhavnath Shivratri Mela (Exact dates will be decided by Junagadh Distrift every year)

14. પશુ આરોગ્ય મેળો / Pashu Arogya Mela (Exact dates will be decided by Agriculture, Farmers Welfare and Co-operation Department every year)

May

15. ગુજરાત ગૌરવ દિન / Gujarat Gaurav Diwas (1 May)

June

16. પર્યાવરણ દિવસ / Environment Day (5 June by Forest & Environment Department)

17. યોગ દિવસ / Yoga Day (21 June by Sports, Youth and Cultural Activities Department)

18. શાળા પ્રવેશોત્સવ / Shala Praveshotsav (Exact dates will be decided every year by Education department)

July

19. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ / Saputara Monsoon Festival (Exact dates will be decided by Tourism Department every year)

August

20. વિશ્વ આદિવાસી દિવસ / World Tribal Day (9 August by Tribal Development Department)

21. સિંહ દિવસ / Lion Day (10 August by Forest & Environment Department)

22. સ્વાતંત્ર્ય દિન / Independence Day (15 August)

23. વન મહોત્સવ / Van Mahotsav (Exactt dates will be decided by Forest & Environment Department)

September

24. તરણેતરનો મેળો / Tarnetar Mela (Exact dates will be decided by district administration every year)

25. વિશ્વ પ્રવાસ દિવસ / World Tourism Day (27 September by Gujarat Tourism)

26. ગરીબ કલ્યાણ મેળો / Garib Kalyan Mela (Exact dates will be decided by Panchayat, Rural Housing & Rural Development Department)

27. પોષણ માહ / Poshan Mah (Exact dates will be decided by district administration every year)

October

28. વિશ્વ વન્યજીવ સપ્તાહ / દિવસ World Wildlife Week (2 to 9 October by Forest & Environment Department)

29. સ્વચ્છતા અભિયાન / Swachchhata Abhiyan (2 October onwards)

30. વિકાસ સપ્તાહ / Vikas Saptah (7 to 15 October)

31. રાષ્ટ્રીય એકતા દિવસ / Rashtriya Ekta Diwas (31 October by Home Department)

32. નવરાત્રી મહોત્સવ / Navratri Festival (Exact dates will be decided by Gujarat Tourism" every year)

November

33. તાનારીરી મહોત્સવ / Tana-RiRi Mahotsav (Exact dates will be decided by Sports, Youth and Cultural Activities Department every year)

34. કૃષિ મહોત્સવ (રવિ) / Krishi Mahotsav (Ravi) ((Exact dates will be decided by Agricultre, Farmers Welfare and Co-operation Department every year)

35. શામળાજીનો મેળો / Shamlaji Mela (Exact dates will be decided by district administration every year)

36. ચિંતન શિબિર / Chintan Shivir (Exact dates will be decided by ARTD, General Administration Department every year)

37. રણોત્સવ / Rann Utsav (Approximate four months event every year, Exact dates will be decided by Gujarat Tourism every year)

38. શાળા આરોગ્ય કાર્યક્રમ / School Health Programme (Exact dates will be decided by Health and Family Welfare department every year)

39. સંવિધાન દિવસ / Constitution Day (26 November)

December

40. સુશાસન દિવસ / Good Governance Day (25 December by ARTD, Administration Department)

41. કાંકરિયા કાર્નિવલ / Kankariya Karnival (Exact dates will be decided by AMC every year)

42. ગુણોત્સવ / Gunotsav (Exact date and month is decided by Education department every year but is generally celebrated during December, January, February months) 

(જરૂર જણાય ત્યારે સંલગ્ન વિભાગો દ્વારા કાર્યક્રમોની નિશ્ચિત તારીખો જાહેર કરવામાં આવશે)

ઉક્ત ઉજવણી / કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવામાં આવે, રાજ્ય / જિલ્લા / તાલુકા વગેરે કક્ષાએ એકસૂત્રતા જળવાય, જનભાગીદારી વધે તથા કાર્યક્રમો / ઉજવણીઓનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત થાય, તેની તકેદારી સંબંધિત વિભાગે રાખવાની રહેશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,
(જવલંત ત્રિવેદી)
અધિક સચિવ (પ્રોટોકોલ)
સામાન્ય વહીવટ વિભાગ
ગુજરાત સરકાર

 💥 રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા યોજવામાં આવતી ઉજવણીઓ તથા કાર્યક્રમોની યાદીનો લેટર ડાઉનલોડ કરવા :: અહીં ક્લિક કરો

આ પણ જુઓ...