Breaking News

❤️

Showing posts with label APAAR ID. Show all posts
Showing posts with label APAAR ID. Show all posts

KG થી 12મા શાળાના વિદ્યાર્થીઓ માટે UDISE Plus APAAR મોડ્યુલનો ઉપયોગ કરીને APPAR ID કેવી રીતે બનાવવી ?

How to Create APPAR ID Using UDISE Plus APAAR Module For KG to 12th School Students?

APPAR ID અટેલે  “Authorized Person Permanent Account Number,” ભારત સરકાર અને શિક્ષણ મંત્રાલયે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ APAAR ID કાર્ડ (APAAR કાર્ડ) લોન્ચ કર્યું છે. તેને ‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી યોજના હેઠળ, UDISE Plus પોર્ટલ દ્વારા બાળકોની 12 અંકની ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAR) ID તૈયાર કરી શકાશે. અહી આ પોસ્ટમાં UDISE Plus માં બાળકો ના APPAR ID બનાવવા માટે ની માહિતી સરળ શબ્દોમાં આપવાનો પયત્ન કરવામાં આવેલ છે.

APAAR ID કાર્ડ UDISE+ માં કેવી રીતે બનાવવું ? તેનો Video Tutorial જુઓ


APAAR ID Card: શું છે? અને વિદ્યાર્થી માટે કેટલું ઉપયોગી છે, તેને કેવી રીતે બનાવશો?


APAAR ID Card:આ મારફતે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ડેટા, જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને અન્ય ક્રેડિટ ડિજિટલ રીતે 'અપાર' ID પર ટ્રાન્સફર કરવામાં આવે છે

ભારતીય શિક્ષા મંત્રાલયે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે APAAR ID કાર્ડ લોન્ચ કર્યું છે. અપાર કાર્ડ એટલે (Automated Permanent Academic Account Registry). જે પૂર્વ-પ્રાઇમરી (KG)થી લઇને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યું છે તે 'વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ' તરીકે પણ ઓળખાય છે.

APAAR ID કાર્ડ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ડેટા, જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને અન્ય ક્રેડિટ ડિજિટલ રીતે 'અપાર' ID પર ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 29.18 કરોડ વિદ્યાર્થીઓ અપાર કાર્ડ માટે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ પર નોંધાયેલા છે.

APAAR ID કાર્ડ શું છે?

ભારતીય શિક્ષા મંત્રાલય દ્વારા આ 'અપાર કાર્ડ' બનાવવાની પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે. આ કાર્ડ દેશભરની ખાનગી અને સરકારી તમામ શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ કાર્ડ છે. અપાર કાર્ડનો હેતુ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ક્રેડિટ, ડિગ્રી અને અન્ય માહિતી ઓનલાઈન એકત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે. Apar ID કાર્ડ એ વિદ્યાર્થીના આજીવન માટેનો એક નંબર છે. જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા અને તેમની સિદ્ધિઓને ટ્રેક કરશે. આ સાથે તે એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયાને પણ સરળ બનાવશે.

આ કાર્ડ શાળાઓ અને કોલેજો દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ પાસે રહેલા આધાર કાર્ડ ઉપરાંત એક બીજું કાર્ડ હશે. 'અપાર કાર્ડ'માં 12 અંકનો યુનિક નંબર છે, જે એક યુનિક ઓળખ નંબર હશે, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમામ લાભો મેળવી શકે છે અને શૈક્ષણિક રેકોર્ડ પણ સરળતાથી સંગ્રહિત કરી શકે છે.‘વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ’ને બાળકોના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા NEP એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પણ અપનાવવામાં આવશે.

DigiLocker App પર 'અપાર કાર્ડ' બનાવવાની પ્રક્રિયા

'અપાર કાર્ડ' બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. તેનું 'DigiLocker' પર એકાઉન્ટ હોવું જોઈએ. તેના આધારે વિદ્યાર્થીની KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોંધણી બાદ સંબંધિત શાળાઓ અને કોલેજો દ્વારા 'અપાર કાર્ડ' આપવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ લેવામાં આવશે.

'અપાર કાર્ડ' બનાવવાની ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ક્યાંય જઈને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. શાળા પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી વાલીઓ શાળાની મદદથી વધુ માહિતી અપડેટ કરી શકે છે. DigiLocker લોગિન પણ આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Apaar ID Card : ‘અપાર કાર્ડ’ શું છે? બાળકો માટે શા માટે મહત્ત્વનું? જાણો ફાયદાથી લઈ બનાવવા સુધીની તમામ માહિતી

Apaar id Card benefit : અપાર કાર્ડ શું (Whats) છે? બાળકો (School Children) ને શું ફાયદો થશે, અને કેવી રીતે બનાવી શકાશે (How to make Apaar card).

Apaar Card : જેવી રીતે આધારકાર્ડ હવે આપણા બધાયેના જીવનનો એક ભાગ બની ગયું છે. જેમ કે રાશનની દુકાને જવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધી તે તમારા માટે ઉપયોગી છે. તેવી જ રીતે હવે સરકાર બાળકો માટે આવું બીજું કાર્ડ બનાવવા જઈ રહી છે. આનાથી તેમને આવનારા સમયમાં બાળકના શાળાના શિક્ષણથી લઈને કોલેજમાં એડમિશન લેવા અને નોકરી શોધવામાં પણ આ કાર્ડથી મદદ મળશે. સરકારે તેને ‘અપાર આઈડી કાર્ડ’ એવું નામ આપ્યું છે. હવે તે કેવી રીતે બને છે, તેના ફાયદા શું છે, અહીં તમને બધી માહિતી આપીશુ.

Apaar id Card Video 


"APAAR ID કાર્ડ" પૂરું નામ શું છે?

‘અપારકાર્ડ’નું પૂરું નામ (APAAR card full form) ‘ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી’ (Automated Permanent Academic Account Registry) છે. આનો અર્થ એ છે કે, સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે, જે બાળપણથી લઈને તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. જો તે શાળા બદલશે, તો પણ તેનું ‘અપાર આઈડી કાર્ડ’ એ જ રહેશે. આ તેમના આધાર કાર્ડથી થોડુ અલગ હશે અને તેને એકબીજા સાથે લિંક કરવામાં આવશે. આમાં, તેમની તમામ માહિતી આપોઆપ બદલાઈ જશે.

APAAR ID કાર્ડ કેવી રીતે બનશે?

જો વિદ્યાર્થી તેની પોતાની જાતે APAAR કાર્ડ બનાવવા માંગે છે તો, ‘અપાર કાર્ડ’ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ‘DigiLakar App’ પર એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. આ સાથે વિદ્યાર્થીનું ઇ-કેવાયસી પૂર્ણ થશે. 
વિદ્યાર્થીઓને તેમની શાળાઓ અથવા કોલેજો દ્વારા ‘અપાર કાર્ડ’ આપવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશન બાળકોના માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. માતા-પિતા કોઈપણ સમયે તેમની સંમતિ રદ કરી શકે છે. શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને એક અરજી ફોર્મ આપવામાં આવશે, જે તેઓ તેમના માતાપિતા દ્વારા ભરીને સબમિટ કરી શકશે. માતા-પિતાની સંમતિ બાદ જ શાળાઓ કે કોલેજો બાળકોના ‘અપાર કાર્ડ’ બનાવી શકશે. Apar કાર્ડ બનાવવા માટે, તમારે ફી માટે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં.

વિદ્યાર્થીઓ માટે APAAR ID કાર્ડના લાભ

  1. આ કાર્ડ ધારક વિદ્યાર્થીઓ બસ મુસાફરી ભાડામાં સબસીડી મેળવી શકે છે. 
  2. કાર્ડ ધારક વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવામાં પણ સગવડ મેળવી શકશે. 
  3. આ કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓ સરકારી મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી મેળવી શકશે. 
  4. વિદ્યાર્થીઓ પુસ્તકો અને સ્ટેશનરી પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. 
  5. એમ્યુઝમેન્ટ પાર્ક અને હોસ્ટેલ માટે સબસિડી માફી મળશે.

કેટલાક લોકોનું માનવું છે કે, આધારકાર્ડ અને અપારકાર્ડ આ બન્ને એક જ છે, પરંતુ એવું બિલકુલ નથી. આધારકાર્ડ એ દરેક નાગરિક ભારતના વતની હોવાનો પુરાવો છે, જે તમામ શિક્ષિત અને અભણ લોકો બનાવી શકે છે, પરંતુ જો અપારકાર્ડની વાત કરીએ તો, તે ફક્ત તે જ વિદ્યાર્થીઓ બનાવી શકે છે, જેઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી શિક્ષણ મેળવતા હોય છે.

How to Create  APPAR ID in UDISE+ APAAR Module


અહી આપેલ વિડીયો માં APPAR ID Generate કરવાની સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવેલ છે, તેમજ students verification ની માહિતી પણ સમજાવેલ છે જે APPAR ID જનરેટ કરવા માટે જરૂરી છે. તેને ધ્યાનથી જુઓ

How to generate APPAR ID  For  UDISE+ Step by Step


  • Google Chrome માં  UDISE+ Student Database Management System (SDMS)
  • શાળા ના udise કોડ અને પાસવર્ડ વડે લૉગિન થવું
  • Left Side આપેલ મેનૂ માં આપેલ Active All Student માં આધાર સ્ટેટસ ચેક કરવું, જો આધાર વેરીફાઈ ના હોય, તો School Dashbord માં જઈ વિધ્યાર્થી ની GP –General Profile માં જઈ ને આધાર ની માહિતી અપડેટ કરવી
  • આધાર અપડેટ થઈ ગયેલ વિધાર્થી ને Left side માં આપેલ APPAR Module પર ક્લિક કરવું, ઉપર ની બાજુ થી વિધ્યાર્થી ના Class Select કરી ને Go આપવું, જેથી Select કરેલ વિધ્યાર્થી નું list ખુલશે.
  • વિધ્યાર્થી ના નામ ની લાઇન માં છેલ્લે Generate આવું બટ્ટન બતાવેલ હશે, જેના પર ક્લિક કરતાં વાલી નું સમંતી પત્રક ખૂલશે જેની વિગત ભરી Submit કરવું
  • Submit થતાંની સાથે વિધ્યાર્થી નો APPAR ID નંબર ડિસ્પ્લે પર જનરેટ થસે જે નોંધી લેવો

અગત્યની લિંક્સ

💥 APPAR ID માટે વાલીનું સંમતિ પત્રક ડાઉનલોડ કરવા માટે... PDF ફાઈલ ડાઉનલોડ | WORD ફાઈલ ડાઉનલોડ

💥 UDISE+ માં વિદ્યાર્થીઓનું APAAR ID કેવી રીતે બનાવવું ? Video જોવા અહીં ક્લિક કરો



APPAR ID Generate કરતાં પહેલા વિદ્યાર્થીના માતા-પિતા /વાલીની સમંતી લેવી જરૂરી છે, જેમાં માતા પિતા /વાલી ની સહી લઈને શાળા કક્ષાએ તેનો રેકોર્ડ રાખવો.

APPAR ID Consent form in Gujarati Pdf Download Click Here

How to Download APPAR ID Card pdf

અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી નીચેના સ્ટેપ્સને ફોલો કરી શકે છે, અને આ માહિતી દ્વારા સરળતાથી અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
  1. સૌથી પહેલા તમે તમારા DigiLocker App પર જાઓ.
  2. તેના પછી ડિજિલૉકર હોમપેજ પર “દસ્તાવેજો જારી કરવામાં આવ્યા છે” માટે “બધા જુઓ” પર ક્લિક કરો.
  3. પછી તમારા સામે ડિજિલૉકર પર અપલોડ કરો ડૉક્યુમેન્ટ્સનું નામ દેખાશે.
  4. અહીંથી તમને APAAR ID  સામે આપેલ 3 ડોટ પર ક્લિક કરો
  5. પછી “પીડીએફ જુઓ” પર ક્લિક કરી ડાઉનલોડ કરી લો
·

વિદ્યાર્થીઓ માટે “ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR)" ID બાનાવવા માટેની Guideline

વિદ્યાર્થીઓ માટે “ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR)" ID બાનાવવા માટેની સૂચનાઓ

APAAR ID વિષે ધ્યાનમાં રાખવાની બાબતો

1. APAAR ID માં  વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે EXAM RESULTS, HOLISTIC રિપોર્ટ કાર્ડ, LEARNING OUTCOMES ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે, ઓલિમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલી સ્ટોર કરવામાં આવશે. વધુમાં APAAR IDનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકશે

2. APAAR ID, શાળા કક્ષાએ UDISE+ portal દ્વારા જ બનાવી શકાશે

3. APAAR ID, વિદ્યાર્થીનાં AADHAR નંબર સાથે અને DIGILOCKER સાથે લિંક કરવામાં આવશે

4. APAAR ID બનાવવા માટે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને જેન્ડરની વિગતો UDISE+ portal પર અને તેના AADHAR નંબર સાથે UIDAIનાં ડેટા સાથે એક સમાન હોવું જરૂરી છે

5. શાળા કક્ષાએ વિદ્યાર્થી દીઠ તેનો AADHAR અને UDISE+ portal પ્રમાણે- નામ, જન્મ તારીખ અને જેન્ડરની વિગતો તૈયાર કરવી. જેથી જરૂર જણાય તો સમયબદ્ધ રીતે AADHAR અથવા UDISE+નાં ડેટામાં સુધારાની પ્રક્રિયા હાથ ધરી શકાય

6. APAAR ID, વિદ્યાર્થીઓ માટે એક આવશ્યક અને અગત્યનું દસ્તાવેજ બની રહેશે, જે શાળા શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા અને રોજગારી માટે ઉપયોગ કરી શકશે.

7. વિદ્યાર્થીની માર્કશીટસ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા તેના અન્ય શૈક્ષણિક દસ્તાવેજો શાળા કક્ષાએ જનરલ રજીસ્ટર (GR)માં નામ અને અન્ય વિગતો મુજબ જ આપવામાં આવનાર હોય, તે નક્કી કરવાનું રહે કે વિદ્યાર્થીઓની વિગત UDISE+ પોર્ટલ પર અથવા AADHARમાં સુધારો કરવો, જેથી વિદ્યાર્થીનું નામ તેના APAAR ID, AADHAR અને દરેક દસ્તાવેજમાં સમાન રહે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનાં પડે

8. ધો. ૧ થી ૧૨ના બધાજ વિદ્યાર્થીઓ માટે APAAR ID જનરેટ કરવાના રહેશે. હાલમાં, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા અંગે પ્રાથમિક્તા આપવી.


શાળા કક્ષાએ કરવાની કામગીરી

1. શાળા કક્ષાએ APAAR IDના સંદર્ભમાં શાળાના તમામ વિદ્યાર્થીઓના માતાપિતા સાથે મિટિંગ યોજી APAAR IDની ઉપયોગિતા અને તેના મહત્વ વિશે માહિતગાર કરવાના રહેશે.

2. શાળાઅઓએ માતાપિતા/વાલીની Annexure-lમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીનો APAAR ID બનાવવા માટે AADHAR ડેટાના ઉપયોગ કરવા માટે સંમતિ પત્રક પર લેખિત સંમતિ મેળવવાની રહેશે, તેમજ માતાપિતા/વાલીના ફોટો આઈડી પ્રૂફ (AADHAR, PAN, EPIC/VOTER ID, DRIVING LICENSE, PASSPORT) ની નકલ મેળવી શાળા કક્ષાએ જાળવવાની રહેશે.

3. શાળાઓએ માતાપિતા/વાલીના સંમતિ પત્રક અને તેમના ફોટો આઈડી પ્રૂફ ની નકલ શાળા કક્ષાએ જાળવવાનો રહેશે.

4. શાળાઓએ વિદ્યાર્થીનો AADHARની નકલ પણ મેળવવાની રહેશે. શાળા દ્વારા વિદ્યાર્થીની વિગતો - નામ, જન્મ તારીખ અને જેન્ડર AADHAR અને UDISE+ પોર્ટલ પર સમાન છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

5. ત્યારબાદ, જો વિદ્યાર્થીની વિગતો AADHAR અને UDISE+ પોર્ટલ પર સમાન હોય તો UDISE+ પોર્ટલ પર જઈ, APAAR ID બનાવવા નીચે મુજબ પગલાં હાથ ધરવાના રહેશે:

  a. સૌપ્રથમ શાળાએ UDISE+ પોર્ટલ પર લોગીન કરી 'List of All Students'માં દરેક વિદ્યાર્થીની AADHARની વિગત "AADHAR VALIDATE"નાં કોલમમાં દર્શાવેલ 'Aadhar Validate from UIDAI' બટનથી Validate કરવાની રહેશે.

  b. UDISE + પોર્ટલ પર લોગીન કરી APAAR MODULE પર ક્લીક કરવી

  c. 'Class/Grade' અને 'Section' કરી 'Go' પર ક્લિક કરવું

  d. નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીનું APAAR બનાવવાનું છે તેની વિગતો ચકાસી છેલ્લા કોલમ - 'Action'માં 'Generate' પર ક્લીક કરવું

  e. ત્યારબાદ, બીજુ વેબપેજ ખુલસે અને તેમાં વિદ્યાર્થીની વિગત ચકાસી, 'Consent'मां 'Consent by Father/Mother/Legal Guardian of Student for APAAR ID Generation' હેઠળ મેળવેલ લેખિત સંમતિ પત્રક મુજબની વિગતો ભરી ‘SUBMIT’ પર ક્લીક કરવું

  f. ત્યારબાદ, વિદ્યાર્થીનો ૧૨ આંકડાનો APAAR ID જનરેટ થશે.

6. જો વિદ્યાર્થીની વિગતો AADHAR અને UDISE+ પોર્ટલ પર સમાન ન હોય, તેવા કિસ્સાઓમાં નીચે મુજબ પગલાં હાથ ધરવાના રહેશે:

  a. AADHAR મુજબ વિગતો યોગ્ય જણાય, તો UDISE+ પોર્ટલ પર AADHAR મુજબ વિગતોમાં સુધારો કરી ઉપર 5.3 થી 5.b માં દર્શાવ્યા મુજબ APAAR ID જનરેટ કરવું.

  b. UDISE+ પોર્ટલ મુજબ વિગતો યોગ્ય જણાય, તો AADHARમાં UDISE+ પોર્ટલ મુજબ વિગતઓમાં સુધારો કરવ્યા બાદ યોગ્ય ચકાસણી કરી ઉપર 5.a થી 5.b માં દર્શાવ્યા મુજબ APAAR ID જનરેટ કરવું.

7. ફરીથી જણાવવાનું કે શાળાનાં ધો. ૧ થી ૧૨ના બધાજ વિદ્યાર્થીઓ માટે APAAR ID જનરેટ કરવાના રહેશે. પરંતુ હાલમાં, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા અંગે પ્રાથમિક્તા આપવાની રહેશે. આની સાથે સાથે શાળાઓએ ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ નાં પગલા હાથધરી તેમના APAAR ID જનરેટ કરવાના રહેશે.


·

For U