વિદ્યાર્થીઓ માટે “ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR)" ID બાનાવવા માટેની સૂચનાઓ
APAAR ID વિષે ધ્યાનમાં રાખવાની બાબતો
1. APAAR ID માં વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે EXAM RESULTS, HOLISTIC રિપોર્ટ કાર્ડ, LEARNING OUTCOMES ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે, ઓલિમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલી સ્ટોર કરવામાં આવશે. વધુમાં APAAR IDનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકશે
2. APAAR ID, શાળા કક્ષાએ UDISE+ portal દ્વારા જ બનાવી શકાશે
3. APAAR ID, વિદ્યાર્થીનાં AADHAR નંબર સાથે અને DIGILOCKER સાથે લિંક કરવામાં આવશે
4. APAAR ID બનાવવા માટે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને જેન્ડરની વિગતો UDISE+ portal પર અને તેના AADHAR નંબર સાથે UIDAIનાં ડેટા સાથે એક સમાન હોવું જરૂરી છે
5. શાળા કક્ષાએ વિદ્યાર્થી દીઠ તેનો AADHAR અને UDISE+ portal પ્રમાણે- નામ, જન્મ તારીખ અને જેન્ડરની વિગતો તૈયાર કરવી. જેથી જરૂર જણાય તો સમયબદ્ધ રીતે AADHAR અથવા UDISE+નાં ડેટામાં સુધારાની પ્રક્રિયા હાથ ધરી શકાય
6. APAAR ID, વિદ્યાર્થીઓ માટે એક આવશ્યક અને અગત્યનું દસ્તાવેજ બની રહેશે, જે શાળા શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા અને રોજગારી માટે ઉપયોગ કરી શકશે.
7. વિદ્યાર્થીની માર્કશીટસ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા તેના અન્ય શૈક્ષણિક દસ્તાવેજો શાળા કક્ષાએ જનરલ રજીસ્ટર (GR)માં નામ અને અન્ય વિગતો મુજબ જ આપવામાં આવનાર હોય, તે નક્કી કરવાનું રહે કે વિદ્યાર્થીઓની વિગત UDISE+ પોર્ટલ પર અથવા AADHARમાં સુધારો કરવો, જેથી વિદ્યાર્થીનું નામ તેના APAAR ID, AADHAR અને દરેક દસ્તાવેજમાં સમાન રહે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનાં પડે
8. ધો. ૧ થી ૧૨ના બધાજ વિદ્યાર્થીઓ માટે APAAR ID જનરેટ કરવાના રહેશે. હાલમાં, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા અંગે પ્રાથમિક્તા આપવી.
શાળા કક્ષાએ કરવાની કામગીરી
1. શાળા કક્ષાએ APAAR IDના સંદર્ભમાં શાળાના તમામ વિદ્યાર્થીઓના માતાપિતા સાથે મિટિંગ યોજી APAAR IDની ઉપયોગિતા અને તેના મહત્વ વિશે માહિતગાર કરવાના રહેશે.
2. શાળાઅઓએ માતાપિતા/વાલીની Annexure-lમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીનો APAAR ID બનાવવા માટે AADHAR ડેટાના ઉપયોગ કરવા માટે સંમતિ પત્રક પર લેખિત સંમતિ મેળવવાની રહેશે, તેમજ માતાપિતા/વાલીના ફોટો આઈડી પ્રૂફ (AADHAR, PAN, EPIC/VOTER ID, DRIVING LICENSE, PASSPORT) ની નકલ મેળવી શાળા કક્ષાએ જાળવવાની રહેશે.
3. શાળાઓએ માતાપિતા/વાલીના સંમતિ પત્રક અને તેમના ફોટો આઈડી પ્રૂફ ની નકલ શાળા કક્ષાએ જાળવવાનો રહેશે.
4. શાળાઓએ વિદ્યાર્થીનો AADHARની નકલ પણ મેળવવાની રહેશે. શાળા દ્વારા વિદ્યાર્થીની વિગતો - નામ, જન્મ તારીખ અને જેન્ડર AADHAR અને UDISE+ પોર્ટલ પર સમાન છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
5. ત્યારબાદ, જો વિદ્યાર્થીની વિગતો AADHAR અને UDISE+ પોર્ટલ પર સમાન હોય તો UDISE+ પોર્ટલ પર જઈ, APAAR ID બનાવવા નીચે મુજબ પગલાં હાથ ધરવાના રહેશે:
a. સૌપ્રથમ શાળાએ UDISE+ પોર્ટલ પર લોગીન કરી 'List of All Students'માં દરેક વિદ્યાર્થીની AADHARની વિગત "AADHAR VALIDATE"નાં કોલમમાં દર્શાવેલ 'Aadhar Validate from UIDAI' બટનથી Validate કરવાની રહેશે.
b. UDISE + પોર્ટલ પર લોગીન કરી APAAR MODULE પર ક્લીક કરવી
c. 'Class/Grade' અને 'Section' કરી 'Go' પર ક્લિક કરવું
d. નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીનું APAAR બનાવવાનું છે તેની વિગતો ચકાસી છેલ્લા કોલમ - 'Action'માં 'Generate' પર ક્લીક કરવું
e. ત્યારબાદ, બીજુ વેબપેજ ખુલસે અને તેમાં વિદ્યાર્થીની વિગત ચકાસી, 'Consent'मां 'Consent by Father/Mother/Legal Guardian of Student for APAAR ID Generation' હેઠળ મેળવેલ લેખિત સંમતિ પત્રક મુજબની વિગતો ભરી ‘SUBMIT’ પર ક્લીક કરવું
f. ત્યારબાદ, વિદ્યાર્થીનો ૧૨ આંકડાનો APAAR ID જનરેટ થશે.
6. જો વિદ્યાર્થીની વિગતો AADHAR અને UDISE+ પોર્ટલ પર સમાન ન હોય, તેવા કિસ્સાઓમાં નીચે મુજબ પગલાં હાથ ધરવાના રહેશે:
a. AADHAR મુજબ વિગતો યોગ્ય જણાય, તો UDISE+ પોર્ટલ પર AADHAR મુજબ વિગતોમાં સુધારો કરી ઉપર 5.3 થી 5.b માં દર્શાવ્યા મુજબ APAAR ID જનરેટ કરવું.
b. UDISE+ પોર્ટલ મુજબ વિગતો યોગ્ય જણાય, તો AADHARમાં UDISE+ પોર્ટલ મુજબ વિગતઓમાં સુધારો કરવ્યા બાદ યોગ્ય ચકાસણી કરી ઉપર 5.a થી 5.b માં દર્શાવ્યા મુજબ APAAR ID જનરેટ કરવું.
7. ફરીથી જણાવવાનું કે શાળાનાં ધો. ૧ થી ૧૨ના બધાજ વિદ્યાર્થીઓ માટે APAAR ID જનરેટ કરવાના રહેશે. પરંતુ હાલમાં, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના APAAR ID Generate કરવા અંગે પ્રાથમિક્તા આપવાની રહેશે. આની સાથે સાથે શાળાઓએ ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પણ ઉપર દર્શાવ્યા મુજબ નાં પગલા હાથધરી તેમના APAAR ID જનરેટ કરવાના રહેશે.