Join Us !

ઉનાળામાં કાચી કેરી છે અમૃત સમાન, જાણો કાચી કેરીનો ઉપયોગ અને ફાયદા

કાચી કેરી

કાચી કેરી ખાવી એ પણ બહુ ફાયદાકારક છે. જો કે કાચી કેરી અને ડુંગળીનું બનાવેલું કચુમ્બર ખાઈને તડકામાં નિકળીએ તો લૂ પણ લાગતી નથી. એટલે જ કાચી કેરીની ચટ્ટણી, છુંદો અથાણું અને બીજુ ઘણું બનાવવામાં આવે છે. જો કે કાચી કેરીનો સ્વાદ ભલે ખાટો હોય પણ તે શરીર માટે તો ખુબ જ ગુણકારી હોય છે.

કાચી કે પાકી કેરી એક આરોગ્યપ્રદ ફળ છે. ગરમીના દિવસો શરૂ થાય કે બજારમાં કાચી કેરી આવી જાય છે. વળી ગરમીમાં બજારમાં આવા વિવિધ ફળોને જોઇને આંખને આનંદની સાથે ઠંડક પહોંચે છે. કાચી કેરી તો વજનને ઓછું કરવામાં પણ ઉપયોગી થાય છે. સાથે કાચી કેરી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એક ખૂબ ગુણકારી ફળ માનવામાં આવે છે. એના સિવાય જોઈએ તો દરેક વસ્તુનું વધારે પડતું સેવન એ તો નુકસાન કરે જ છે. વળી ઉનાળો એટલે જ તો કેરીની સીઝન, કાચી હોય કે પછી પાકી હોય, કેરી એ સૌને મન ભાવતી હોય છે. ઉનાળાની ગરમીના દિવસોમાં લૂ લાગવાથી બચવા માટે અને પેટમાં ટાઢક આપવા સુધીનું કામ આ કેરી કરે છે. આવી ગુણકારી કાચી કેરીના કેટલાક ફાયદા અહીં જોઈશું.

કાચી કેરીના ફાયદા

1. કાચી કેરી ઉનાળામાં અમૃત સમાન
એક કાચી કેરીમાંથી જોઈએ તો સફરજન, કેળા, લિંબુ અને સંતરા જેવા બીજા ફળોની સરખામણીએ વિટામિન C વધારે હોય છે. માત્ર કાચી કેરીમાંથી જ એટલા વધુ પ્રમાણમાં વિવિધ પોષક તત્વો મળી રહે છે કે એનાથી ઘણા પ્રકારની બિમારીઓ મટાડવામાં મદદ મેળવી શકાય છે. આવી કાચી કેરીને ખાવાથી શરીરને જરૂરી પાણી મળી રહે છે અને પાણીની કમી પણ નથી સર્જાતી.

2. વજન ઘટાડવા માટે
કાચી કેરીઓમાં ખૂબ જ સારા પ્રમાણમાં ફાયબર રહેલું હોય છે. જેનાથી શરીરમાં વધારા રહેલી ચરબી ઘટાડવામાં ઉપયોગી થાય છે. એની સાથે સાથે કેરીમાં કુદરતી ગ્લુકોઝ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે અને એનાથી વજન વધવાની શક્યતા પણ નહીંવત જેવી બની જાય છે.

3. એસિડિટી મટાડવા માટે
જે લોકોને હંમેશા એસિડિટીની તકલીફ રહેતી હોય તેમના માટે ખાસ બપોરના સમયે ભોજનમાં કાચી કેરી ખાવી વધારે કારગર હોય છે. અત્યારની દોડધામ ભરી લાઈફ સ્ટાઇલમાં અનિયમિત ખાણી-પીણીના લીધે એસિડિટી એક સામાન્ય પ્રોબ્લેમ થઇ ગઇ છે. પણ ઉનાળાના સમયે લીધેલ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા બિલકુલ થતી નથી.

4. લિવર માટે લાભદાયક
કાચી કેરીનું સેવન કરવા માત્રથી જ લિવરની તકલીફોમાં સુધારો લાવી શકાય છે. લીવરના કાર્યને સુધારવા માટે કાચી કેરી એ કુદરતી રામબાણ ઈલાજ છે. લિવરમાં પેદા થતો પિત્ત અને એસિડિટીના કારણે અનેક પ્રકારના રોગો પેદા થાય છે. આવી કાચી કેરી એ આંતરડામાં પેદા થનારા સંક્રમણને પણ મટાડે છે.

5. દાંત મજબૂત થશે
દાંતના પેઢાની સાથે દાંતના જડ અને દાત પણ સાફ થાય છે. લાંબા સમય સુધી દાંત મજબૂત રહે છે. તેમ જ મોઢામાંથી આવતી શ્વાસ સાથેની દુર્ગંધ પણ હંમેશા માટે ગાયબ થઈ જાય છે. દાંતમાંથી લોહી આવતું હોય તો તે પણ બંધ થઈ જાય છે.

6. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે પણ કાચી કેરી ઘણી ઉપયોગી છે. કેમ કે તેનાથી ઘણા વિટામિન અને કેટલાય રોગો સામે લડવા માટેની શક્તિ મળે છે.

7. લોહીના વિકારોને દૂર કરે છે
વિટામીન C નું પ્રમાણ કાચી કેરીમાં વધારે હોવાથી લોહીના વિકારો સામે લડવામાં અને દૂર કરવામાં મદદ મળે છે. રક્તવિકારો પેદા થતા જ તે અટકાવી દે છે. જેનાથી આવી સમસ્યા પેદા થતી જ નથી.

8. લૂ લાગવાથી બચી શકાશે
ઉનાળાની ઋતુમાં વધારે પડતી ગરમી માટે કાચી કેરી અક્સીર ઈલાજ છે. શરીરમાં થતી અકળામણ દૂર કરી આંતરિક ઠંડક આપે છે, તેમ જ શરીરનું તાપમાન જણાવવામાં સહાયક થાય છે.

આ પણ જુઓ...